GSTV
Gujarat Government Advertisement

સુવર્ણ તક / મિલિટ્રી એન્જીનિયર સર્વિસિઝમાં નિકળી બંપર ભરતી: અરજી કરવાની કાલે અંતિમ તારીખ, જાણો સમગ્ર માહિતી

નોકરી

Last Updated on May 16, 2021 by Bansari

મિલિટ્રી એન્જીનિયર સર્વિસિઝ (MES)માં ડ્રાફ્ટમેન અને સુપરવાઇઝરના પદો પર ભરતી માટે અરજીની પ્રક્રિયા 22 માર્ચ, 2021ના રોજ શરૂ કરવામાં આવી હતી. ઑનલાઇન રજિસ્ટ્રેશન કરવાની અંતિમ તારીખ કાલે (17 મે, 2021) છે. ઉમેદવારોને સમય વેડફ્યા વગર એપ્લાય કરી દેવુ જોઇએ. ઇચ્છુક અને પાત્ર ઉમેદવાર ઓફિશિયલ વેબસાઇટ mes.gov.in પર જઇ એપ્લાય કરી શકે છે.

ઉલ્લેખનીય છે કે ઑનલાઇન રજિસ્ટ્રેશન અને ફીની ચુકવણી કરવાની અંતિમ તારીખ 17 મે, 2021 છે. લેખિત પરીક્ષાનું આયોજન 20 જૂન, 2021ના રોજ કરાશે. આ ભરતીના માધ્યમથી કુલ 572 પદ ભરવામાં આવશે. જેમાં સુપરવાઇઝરના 458 પદ અને ડ્રાફ્ટમેનના 114 પદ સામેલ છે. જોકે પૂર્વમાં કુલ 502 પદો માટે નોટિફિકેશન જારી કરવામાં આવી હતી. પરંતુ આગળ ચાલી પદોની સંખ્યા વધારી દેવામાં આવી હતી. જ્યારે પૂર્વ કાર્યક્રમ મુજબ લેખિત પરીક્ષા 16 મે, 2021ના રોજ આયોજિત થવાની હતી. જ્યારે અરજીની અંતિમ તારીખમાં વિસ્તાર કર્યા પછી, લેખિત પરીક્ષા 20 જૂન 2021ના રોજ નક્કી કરવામાં આવી.

કોણ કરી શકે છે અરજી

ડ્રાફ્ટમેનના પદ માટે માન્યતા પ્રાપ્ત સંસ્થામાંથી આર્કિટેક્ચર આસિસ્ટન્શિપમાં ત્રણ વર્ષનો ડિપ્લોમા કર્યો હોય. જ્યારે સુપરવાઇઝર પદ માટે ઇકોનોમિક્સ/ કોમર્સ/ સ્ટેટિસ્ટિક્સ/બિઝનેસ સ્ટડી/ પબ્લિક એડમિનિસ્ટ્રેશન સાથે માસ્ટર ડિગ્રી મેળવી હોય. જ્યા સુધી વય મર્યાદાની વાત છે, તો ઉમેદવારોની ન્યૂનતમ ઉંમર 18 વર્ષ અને મહત્તમ ઉંમર 30 વર્ષ નક્કી કરવામાં આવી છે. વયની ગણતરી અરજીની અંતિમ તારીખ મુજબ કરવામાં આવશે. જોકે અનામત શ્રેણીના ઉમેદવારોને મહત્તમ વય મર્યાદામાં છૂટ મળશે. વિસ્તૃત જાણકારી માટે નોટિફિકેશન જોઇ લો.

આવી રીતે થશે પસંદગી

ઉમેદવારોની પસંદગી લેખિત પરીક્ષાના આધારે થશે. સિલેક્શન પ્રોસેસની ડિટેલ માટે સત્તાવાર વેબસાઇટ પર જઇ નોટિફિકેશન ચેક કરી શકો છો.

Read Also

Gujarat Government Advertisement

Related posts

નીતશને ટેન્શન/ લાલુની હાજરીમાં ચિરાગ તેજસ્વી હાથ મિલાવશે?, યાદવ અને પાસવાન એક થયા તો ભાજપ ભરાશે

Damini Patel

ના હોય! આ છે ભારતના 5 સૌથી ધનાઢ્ય મંદિરો, વિચારી પણ નહીં શકો એટલા કરોડોનું આવે છે દાન

Bansari

બનાસકાંઠા: શરાફી મંડળીમાં દોઢ કરોડથી વધુની કરી હેરફેર, મંત્રી અને ચેરમેન વિરુદ્ધ ફરિયાદ થતાં ખળભળાટ મચ્યો

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!