GSTV
Home » News » JIO બાદ મુકેશ અંબાણીએ આ સેક્ટરમાં ધમાલ મચાવવા બનાવ્યો છે પ્લાન!

JIO બાદ મુકેશ અંબાણીએ આ સેક્ટરમાં ધમાલ મચાવવા બનાવ્યો છે પ્લાન!

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ દેશનાં રિટેલ બજારમાં કબ્જો જમાવવા માટે પુરી યોજના બનાવી ચૂકી છે. મુકેશ અંબાણીની કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ ઓનલાઈન રિટેલ બજારમાં પગલાં ભરવા માટે જોર-શોરથી તૈયારી કરી રહી છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ રિટેલ માર્કેટમાં આવતા જ  ડિજીટલ ઓનલાઈન રિટેલ સ્ટોર્સની સંખ્યા હાલનાં 15,000થી વધીને 2023 સુધીમાં 50 લાખથી વધુ થઈ જશે. આ જાણકારી બેંક ઓફ મેરિલ લિંચના એક રિપોર્ટમાં આપવામાં આવી છે. દેશનું રિટેલ માર્કેટ લગભગ 700 અબજ ડોલરનું છે. અને તેમાં 90 ટકા હિસ્સેદારી અસંગઠિત ક્ષેત્રની છે.

અસંગઠિત ક્ષેત્રોમાં સૌથી વધારે મહોલ્લામાં સ્થિત કિરાણા દુકાનોની હિસ્સેદારી છે. આ કિરાણા સ્ટોર્સ પોતાની ટેક્નોલોજીને એડવાન્સ બનાવવા માંગે છે. જેથી ડિડીટલીકરણમાં ગતિ આવી રહી છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છેકે, આ આધુનિક વેપાર તથા ઈ-કોમર્સની વધી રહેલી સ્પર્ધાના કારણે છે. જીએસટી લાગૂ થવાથી રિટેલ સ્ટોર્સને વધારવાનું કામ કરાયુ છે. મુકેશ અંબાણીની યોજના છેકે, તે પોતાના પ્લેટફોર્મથી ગ્રાહકોને 24 કલાકની અંદર જ ડીલીવરી આપી શકે અને તેને સંબંધિત ફરિયાદોને ઓફલાઈન દાખલ કરી શકે.

READ ALSO

Related posts

આસામમાં આવેલા પુરના કારણે 3 હજાર ગામો જળબંબાકાર

Mayur

હવે રોબોટ્સ સફાઈ કરશે અને સાથે ગીત ગાઈ મનોરંજન પણ કરશે

Arohi

વિશ્વભરમાં બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે The Lion King, કરી આટલા કરોડની કમાણી

Arohi
Do NOT follow this link or you will be banned from the site!