GSTV
Gujarat Government Advertisement

કોરોના/ એલએલબી અને ઈન્ટિગ્રેટેડ લૉમાં નહીં મળે માસ પ્રમોશન, બાર કાઉન્સિલે પરીક્ષા માટે કર્યો આ આદેશ

Last Updated on June 11, 2021 by Pravin Makwana

એલએલબી અને ઈન્ટિગ્રેટેડ લૉમાં છેલ્લા સેમેસ્ટર સિવાયના સેમેસ્ટરની પરીક્ષાઓ રદ કરી મેરિટ બેઝ પ્રોગ્રેશન આપવાની માંગ સામે બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયાએ એક્સપર્ટ કમિટીના રિપોર્ટ બાદ આજે સ્પષ્ટતા કરી છે કે પરીક્ષાઓ રદ નહી કરી શકાય અને મેરિટ બેઝ પ્રોગ્રેશન નહી આપી શકાય. યુનિ.ઓએ ફરજીયાત પરીક્ષાઓ લેવી પડશે.યુનિ.ઓ ઓનલાઈન,ઓફલાઈન કે બ્લેન્ડેડ મોડ સહિતના કોઈ પણ મોડમાં અને પોતાની મુલ્યાંકન પદ્ધતિથી પરીક્ષા લઈ શકશે.

ગુજરાત યુનિ.સહિતની ઘણી સ્ટેટ સરકારી યુનિ.ઓદ્વારા અને દેશની અન્ય ઘણી યુનિ.ઓએ એલએલબીની તમામ સેમેસ્ટરની પરીક્ષાઓ જાહેર કરી છે અને ગત વર્ષની કાઉન્સિલની સૂચના મુજબ ઓફલાઈન જ પરીક્ષાઓ લેવાઈ રહી છે ત્યારે વિદ્યાર્થીઓએ કોરોનાને પગલે કાઉન્સિલને પરીક્ષાઓ રદ કરી ઈન્ટરમીડિએટ સેમેસ્ટર્સમાં મેરિટ બેઝ પ્રોગ્રેશન આપવા માંગ કરી હતી. દિલ્હીની યુનિ.ઓના વિદ્યાર્થીઓની રજૂઆતને પગલે બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયાએ એક સપ્તાહ પહેલા હાઈલેવલ એકસપર્ટ કમિટી રચી હતી.

પરીક્ષા

કમિટીના રીપોર્ટ અને ભલામણો બાદ બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયાએ આજે યુનિ.ઓ જોગ સર્ક્યુલર કરી સ્પષ્ટતા કરી છે કે યુનિ.ઓએ લૉની પરીક્ષાઓ ફરજીયાત લેવી પડશે. છેલ્લા વર્ષની પરીક્ષાઓ તો ફરજીયાતપણે યુનિ.ઓએ લેવી પડશે અને ઈન્ટરમીડિએટ સેમેસ્ટર પરીક્ષાઓમાં યુનિ.ઓને પોતાની રીતે કોઈ પણ મોડમા પરીક્ષા લેવાની છુટ છે.

યુનિ.ઓ પોતાની રીતે મૂલ્યાંકન પદ્ધતિ અપનાવી પરીક્ષા લેવા સ્વતંત્ર છે. જો કે મેરિટ બેઝ પ્રોગ્રેશન તો નહી જ આપવામા આવે. બાર કાઉન્સિલે યુનિ.ઓને ઓનલાઈન,ઓફલાઈન કે કોઈ પણ મોડમાં પરીક્ષાની છુટ આપી છે અને જેમાં યુનિ.ઓ પોતાની પદ્ધતિ મુજબ પરીક્ષા લઈ શકશે.

ગત વર્ષે કોરોનાને લઈને ઘણી યુનિ.ઓએ ઓનલાઈન પરીક્ષા લેતા ઘરે બેઠા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હોઈ ઘણી ગેરરીતિ થઈ હતી અને વિદ્યાર્થીઓને પુરા માર્કસ મળ્યા હતા .જેથી કાઉન્સિલે એલએલબી-ઈન્ટિગ્રેટેડ લૉ પ્રોફેશનલ કોર્સીસ હોવાથી ઓનલાઈન પરીક્ષા ન લેવા અને ઓફલાઈન પરીક્ષા જ લેવા કડક આદેશ કર્યો હતો.પરંતુ હવે કાઉન્સિલે ઓનલાઈન પરીક્ષા લેવાની છુટ આપી છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

જો તમે વર્ક ફ્રોમ હોમ દરમિયાન તણાવ અનુભવો છો તો અજમાવો આ પદ્ધતિઓ

Vishvesh Dave

ખૂબ જ ટૂંક સમયમાં બદલાશે તમારી વોટ્સએપ ચેટની ડિઝાઇન, એપ્લિકેશનમાં કરવામાં આવી રહ્યા છે ફેરફાર

Vishvesh Dave

કોવિશિલ્ડના 2 ડોઝ લીધા બાદ વધુ એક મહિલાના શરીરમાં જોવા મળ્યો મેગ્નેટિક પાવર, અનેક કિસ્સાઓ સામે આવ્યાં

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!