GSTV
Gujarat Government Advertisement

બેન્ક મર્જર :એકાઉન્ટ નંબરથી લઇને ATM અને ચેકબુક બદલાશે, પેપરવર્કનો બોજ વધશે

Last Updated on September 18, 2018 by Bansari

એનપીએના બોજ હેઠળ દબાયેલી સરકારી બેંકો પરથી નાણાકીય સંકટ ઓછું કરવા કેન્દ્ર સરકારે વધુ ત્રણ બેંકોના વિલીનીકરણની જાહેરાત કરી છે. સરકારે બેંક ઓફ બરોડા,  વિજયા બેંક અને દેના બેંક એમ ત્રણેય બેંકોના વિલીનીકરણનો પ્રસ્તાવ રજૂ કર્યો છે.

બનશે દેશની ત્રીજી સૌથી મોટી બેન્ક

આ વિલીનીકરણ થયા બાદ તે ભારતની ત્રીજા નંબરની સૌથી મોટી સરકારી બેંક બની જશે. નાણાપ્રધાન અરૂણ જેટલીએ પ્રેસ કોન્ફરન્સ કરી આ જાહેરાત કરી છે. જેટલીએ જણાવ્યું કે સરકારે બેંક ઓફ બરોડા, વિજયા બેંક અને દેના બેંકનું પરસ્પર વિલીનીકરણ કરી દેશની ત્રીજી સૌથી મોટી સરકારી બેંક બનાવવાનો પ્રસ્તાવ મુક્યો છે. આગામી દિવસોમાં ત્રણેય બેંકના વિલીનીકરણની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. સરકારી બેંકોની સંખ્યા ઓછી કરી તેની નાણાકીય ક્ષમતાને વધારવાનો તેમજ સંકટગ્રસ્ત ખાતાઓ ઘટાડવાનો કેન્દ્ર સરકારને ઉદ્દેશ છે.

ફરી ખોલાવું પડશે ખાતું

આ ત્રણે બેન્કોના વિલયથી બેન્ક ગ્રાહકોએ નવી બેન્કમાં ફરીથી પોતાનું ખાતુ ખોલાવુ પડશે. તેનાથી પેપર વર્ક પણ ખૂબ જ વધી જશે. ગ્રાહકોએ ખાતુ ખોલાવા માટે ફરી એકવાર કેવાયસી પ્રક્રિયા કરવી પડશે. કેવાયસી થયા બાદ ગ્રાહકોને નવી ચેકબુક, એટીએમ કાર્ડ અને પાસબુક મળશે.

જમા રાશિ રહેશે સુરક્ષિત

આ ત્રણેય બેન્કોમાં રહેલી જમા રાશિ સંપૂર્ણ રીતે સુરક્ષિત રહેશે. જો કે વિયલ થયાં બાદ જ્યારે નવી બેન્ક અસ્તિત્વમાં આવશે તો ફરીથી ગ્રાહકોએ કેટલાંક સમય માટે ખાતાનાં ટ્રાન્જેક્શ બંધ કરવા પડશે. કારણ કે બધું જ નવેસરથી શરૂ થશે અને બેન્ક તેટલા સમય માટે બેન્ક તમારા ખાતામાં કોઇપણ ટ્રાન્જેક્શન કરવા પર રોક લગાવી શકે છે.

લોન પર નહી પડે અસર

બેન્કોનો વિલય થવાથી તમારી લોન અને વ્યાજ દર પર કોઇ ખાસ અસર નહી થાય. જ્યારે કોઇ બેન્કનું અન્ય બેન્ક સાથે વિલય થાય છે તો લોન અમાઉન્ટ તે બેન્કમાં ટ્રાન્સફર થઇ જાય છે અને ચાલુ વ્યાજદર જ લાગુ થાય છે.

ઉલ્લેખનીય છે કે આ બેન્કો હવે ભૂતકાળ બની જશે. એક હતી બેન્ક ઓફ બરોડા અને એક હતી દેના બેંક. બેંકોએ આડેધડ લોનો આપતાં હાલમાં બેન્કોનું એનપીએ એટલું વધી ગયું છે. બેન્કો આ બોજ સહન કરી શકે તેમ નથી. કોંગ્રેસ અને બીજેપીના શાસનમાં છેલ્લાં એક દાયકામાં બેન્કોમાંથી લોનો લઇ કોંભાંડીઓ વિદેશ ભાગી ગયા છે. નીરવ મોદી અને વિજય માલ્યા તેના તાજા ઉદાહરણ છે. સહારા પુરિવાર સહિત દેશના એક પણ એવા ઉદ્યોગપતિ નથી જે બેન્કોના દેવાંનાં ચૂંગાલમાં ફસાયા ન હોય. વીડિયોકોનથી લઇને દેશની મોટીમોટી કંપનીઓ હાલમાં બેન્કના કરજમાં ડૂબેલી છે. આજે સરકારે એક મોટો નિર્ણય લઇને ત્રણ બેન્કોને મર્જ કરી દીધી છે. જેને પગલે દેશની ત્રીજી સૌથી મોટી સરકારી બેન્ક હવે ઉભી થશે.

Gujarat Government Advertisement

Related posts

વિદ્યાર્થીઓ માટે કામના સમાચાર: ડિપ્લોમા માટે આવતીકાલથી રજીસ્ટ્રેશન, માર્કશીટ અને ધો.10ના સીટ નંબર વગર કરી શકાશે આ કામ

Pravin Makwana

ચીનના તાઈશનમાં પરમાણુ પ્લાન્ટમાંથી એટમી રેડિએશન લીકેજ થઈ રહ્યું, લાખો લોકોના જીવ અદ્ધર

Damini Patel

મોટી રાહત: આયાત-નિકાસકારોએ પેમેન્ટ માટે CAનું પ્રમાણપત્ર ઓનલાઈન નહીં આપવું પડે, 30 જૂન સુધી મળશે આ છૂટ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!