GSTV

સરકારનો મોટો નિર્ણય, રૂ. 2000 સુધીના ડિજીટલ ચૂકવણી પર આપશે MDR

Last Updated on December 15, 2017 by

ડિજીટલ ટ્રાન્જેક્શનને પ્રોત્સાહન આપવા માટે સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. રૂ. 2000 સુધીના ડિજીટલ ટ્રાન્જેક્શન પર મર્ચેંટ ડિસ્કાઉન્ટ રેટ (MDR) નું વહન 2 વર્ષ સુધી સરકાર કરશે. આ સુવિધા 1 જાન્યુઆરી 2018માં લાગુ થશે. શુક્રવારે કેન્દ્રીય કેબિનેટે તેને મંજૂરી આપી દીધી.

માહિતી પ્રધાન રવિશંકર પ્રસાદે જણાવ્યું કે ડિજીટલ ટ્રાન્જેક્શનને પ્રોત્સાહન આપવા માટે સરકાર બેંકો અને વ્યાપારીઓને એમડીઆરનું મુલ્ય ચુકવશે. ડેબિટ કાર્ડ, આધાર દ્વારા પેમેન્ટ, યૂપીઆઇ (ભીમ એપ) થી પેમેન્ટ કરવા પર સરકાર આ મુલ્ય પાછી આપશે. આ નિર્ણયથી સરકારી તિજોરી પર 2512 કરોડ રૂપિયાનો બોજ પડશે.

શું છે MDR

મર્ચેન્ટ ડિસ્કાઉન્ટ રેટ એ એક કમિશન હોય છે જે પ્રત્યેક કાર્ડ ટ્રાન્જેક્શન સેવા માટે દુકાનદાર બેંકને આપે છે. કાર્ડ ટ્રાન્જેક્શન માટે પોઇન્ટ ઓફ સેલ મશીન બેંક દ્વારા લગાવવામાં આવે છે. બેંક દ્વારા એમડીઆર તરિકે મેળવવામાં આવેલા રૂપિયામાંથી કાર્ડ જાહેર કરનારી બેંક અને કેટલોક હિસ્સો પેમેન્ટ સર્વિસ પ્રોવાઇડર્સ જેવા કે વીજા, માસ્ટરકાર્ડ અથવા એનપીસીએલને આપવામાં આવે છે. આ ચાર્જને કારણે જ દુકાનદાર કાર્ડથી પેમેન્ટ પર ખચકાટ અનુભવે છે. એમડીઆરને રિઝર્વ બેંક નક્કી કરે છે.

આ મુદ્દે રવિશંકર પ્રસાદે જણાવ્યું કે આ સિસ્ટમ ઠીકથી કામ કર તેના માટે એક કમિટી બનાવવામાં આવી છે. તેમણે દેશમાં ડિજીટલ ટ્રાન્જેક્શનમાં વૃદ્ધીનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે એપ્રિલથી સપ્ટેમ્બર 2017માં માત્ર ડેબિટ કાર્ડથી 2,18,700 કરોડનું ડિજીટલ ટ્રાન્જેક્શન થયું છે. આ હિસાબે આ નાણાકિય વર્ષના અંત સુધીમાં તે 4,37,000 કરોડનું થઇ જશે. તેમણે એમ પણ જણાવ્યું કે સરકાર દેશમાં ડિજીટલ ઇકોનોમીને 1 ટ્રિલિયન બનાવવા માટે ગ્લોબલ પ્લેયર્સ સાથે વાતચીત કરી રહી છે.

હાલ કેટલો છે MDR

વર્ષ 2012થી ભારતીય રિઝર્વ બેંકે 2000 રૂપિયાના ડેબિટ કાર્ડ ટ્રાન્જેક્શન પર 0.75 ટકા એમડીઆર નક્કી કરવામાં આવ્યો છે. જ્યારે 2000થી ઉપરના ટ્રાન્જેક્શન પર 1 ટકા એમડીઆર લેવામાં આવે છે. ગત દિવસોએ જ રિઝર્વ બેંકએ એમડીઆર રેટમાં બદલાવ કર્યો છે. જે 1 જાન્યુઆરી 2018માં લાલૂ કરાશે. ત્યારે 20 લાખ રૂપિયા સુધી વાર્ષિક વેપાર વાળા નાના વેપારીઓ માટે એમડીઆર મુલ્ય 0.40 ટકા હશે તથા જેમાં પ્રતિ ટ્રાન્જેક્શન કિંમતની મર્યાદા 200 રૂપિયા છે. 20 લાખથી વધુના વેપાર પર એમડીઆર 0.90 ટકા આપવાનો રહેશે. તેમાં પ્રતિ ચુકવણી 1000 રૂપિયાની મર્યાદા રાખવામાં આવી છે.

Related posts

મેઘો મંડાયો/ સૌરાષ્ટ્રમાં અનરાધાર વરસાદ, રાજકોટ સહિતનાં આઠે’ય જિલ્લાઓમાં અડધાથી ૧૫ ઇંચ વરસાદ ખાબક્યો

Bansari

અમદાવાદીઓ માટે મહત્વના સમાચાર, વેક્સિન લેવા જતા પહેલાં આ જરૂરથી વાંચી લો નહીં તો ધરમ ધક્કો પડશે

Dhruv Brahmbhatt

કારગિલ વિજય દિવસ/ બરફથી ઢંકાયેલ પર્વતોની આડમાં છુપાયેલા હતા ઘુષણખોરો, ભારતે જીતી લીધી હારેલી બાજી

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!