GSTV

રૂ.1 કરોડની મર્સિડીઝની AMG સીરીઝની કાર અધધ..લાખો રૂપિયા સસ્તી થશે, ગુજરાતમાં કાર ઉત્પાદનની કંપનીએ કરી જાહેરાત

દેશમાં ભવ્ય ગાડીઓ પસંદ કરનારાઓ માટે સારા સમાચાર છે. લક્ઝરી કાર બ્રાન્ડ મર્સિડીઝ બેન્ઝે તેની AMG સિરીઝની કાર ભારતમાં બનાવવાનો નિર્ણય લીધો છે. કારની કિંમતમાં 15-20 લાખ રૂપિયા ઘટાડો થશે. કંપની ગુજરાતમાં ચાકન ખાતેના તેના પ્લાન્ટ પર આ કારનું નિર્માણ કરશે. હાલમાં આ પ્લાન્ટમાં એસયુવી અને સેડાન કારનું ઉત્પાદન કરવામાં આવી રહ્યું છે. વર્ષ 2019 માં મર્સિડીઝ AMG સિરીઝની કારના વેચાણમાં 54 ટકાનો વધારો થયો છે.

મર્સિડીઝ AMG સિરીઝની 8 કાર બજારમાં વેચાય છે

જીએલસી 43 ભારતમાં નિર્માણ કરવામાં આવેલી મર્સિડીઝના AMG ક્લાસની પહેલી કાર હશે. હાલમાં મર્સિડીઝ AMG સિરીઝની 8 કાર બજારમાં વેચાય છે. આયાત કરવામાં આવે છે. મર્સિડીઝ AMG ક્લાસની જીએલસી 43 કાર ભારતમાં ખૂબ પસંદ કરવામાં આવી છે અને આ કાર ભારતમાં ઘણાં ખરીદવા માંગે છે. ભાવ સસ્તો થતાં બીજા નવા ગ્રાહકો મળશે. અત્યારે આ કારના આયાત કરેલા મોડેલની કિંમત ભારતમાં એક કરોડ રૂપિયા છે. તે ભારતમાં બનાવવામાં આવતાં 80 લાખ રૂપિયામાં મળશે. સપ્ટેમ્બર 2020માં, વર્ષ 2019 ના સપ્ટેમ્બર કરતાં 26.5 ટકા વધુ વેચાણ થયું હતું. 2,15,124 વાહનોની સામે સપ્ટેમ્બરમાં કુલ 2,72,027 પેસેન્જર વાહનોનું વેચાણ થયું છે.

READ ALSO

Related posts

વાહનચાલકો માટે મહત્વના સમાચાર/ જો તમારી પાસે PUC નહીં હોય તો જપ્ત થઈ જશે RC, સરકારે બનાવ્યો છે આ પ્લાન

Pravin Makwana

વર્ક ફ્રોમ હોમ માટે બેસ્ટ છે Jio ના આ ધાંસુ પ્લાન્સ, એક વખત રિચાર્જ કર્યા બાદ આટલા સમય સુધી શાંતિ

Ankita Trada

કેન્દ્ર સરકાર કાયદામાં કરશે ફેરફાર/ વાહનોના રજીસ્ટ્રેશનમાં હવે સામેલ થશે વારસદારનું પણ નામ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!