GSTV

આ વર્ષનો અંત રહેશે ધમાકેદાર કારણ કે Mercedes-Benz લોન્ચ કરશે આવી SUV

પોતાની લક્ઝરી કારોને લઈને દુનિયાભરમાં જાણીતી કાર કંપની Mercedes-Benz આ વર્ષના અંત સુધી પોતાની EQ બ્રેન્ડની ઈલેક્ટ્રિક SUV લોન્ચ કરવા જઈ રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, મર્સિડીઝ બેન્ઝ ઈન્ડિયા આ વર્ષના અંત સુધી ઈલેક્ટ્રિક એસયુવીને લોન્ચ કરી દેશે. આ સંપૂર્ણ રીતે વિદેશમાં બનેલી એસયુવી હશે. જેને ઈન્પોર્ટ કરવામાં આવશે.

મર્સિડીઝ બેન્ઝ ઈન્ડિયાના એમડી અને સીઈઓ માર્ટિન શ્વેકે જણાવ્યુ, મારૂ માનવુ છે કે મોટા શહેરોમાં ઈલેક્ટ્રિક વેઇકલ્સના ટ્રેન્ડને ઝડપથી અપનાવવામાં આવી રહ્યો છે. સરકાર પણ રેગુલેશન અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરના કારણે આ ગાડિઓ માટે રસ્તા ખોલી રહ્યા છે. જેનો ફાયદો મળશે. તેમણે કહ્યું કે પ્રદુષણનો પડકાર વાસ્તવિક છે અને તેની સામે લડવાની જરૂરત છે.

જોકે આની લોન્ચિંગ માટે કોઈ પણ પ્રકારની તારીખની જાહેરાત નથી કરી. તેમણે કહ્યું કે તેમની પહેલી પ્રાથમીકતા બીએસ- VI નૉર્મ્સ વાળી વીઈકલ્સને લોન્ચ કરવાની છે. તેના બાદ જ ઈલેક્ટ્રિક અને હાઈબ્રિડ કારોને સાથે- સાથે લોન્ચ કરવામાં આવશે. તેમણે કહ્યું કે અમારી પાસે પહેલાથી જ દરેક પ્રકારના હાઈબ્રિડ મોડલ્સ છે. ગ્લોબલ પ્લેટફોર્મ પર અમારી પાસે પોર્ટફોલિયો છે. અમારે બસ આજ જોવું છે કે લોકલ માર્કેટના હિસાબથી તેને ક્યારે લોન્ચ કરવું સારૂ રેશે.

તમને જણાવી દઈએ કે કંપની ઈન્ટરનેશનલ માર્કેટમાં આ કારને 6 મહિના પહેલા જ લોન્ચ કરી ચુક્યા છે. S-Class અને Maybach લક્ઝરી કાર બનાવવા વાળી કંપની બીએસ- VI એમિશન નૉર્મ્સનો પ્લાન કરવાવાળા 5 મોડલ્સ પહેલા જ દેશમાં લોન્ચ કરી ચુક્યું છે. ખાસ વાત એ છે કે હાલ બીએસ- VI એમિશન નોર્મ્સને લાગુ થવામાં 18-24 મહિનાનો સમય બાકી રહ્યો છે.

Read Also

Related posts

WhatsApp યુઝર્સ માટે ખરાબ સમાચાર ! એપથી હટાવવામાં આવી રહ્યું છે આ ફીચર, જાણો કારણ

Damini Patel

ભૂલથી પણ આવો કોલ આવે તો ચેતજો નહીં તો…., 25 લાખની લાલચમાં યુવાને ગુમાવ્યા આટલાં લાખ અને ઘર પણ ભાંગ્યું

Dhruv Brahmbhatt

ખેતીવાડી: ઈલાયચીની ખેતી કરીને પણ લાખો રૂપિયા કમાઈ શકે છે ખેડૂત, આ રહી જમીન અને પિયત સહિતની રીતો

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!