GSTV

2019 Mercedes-Benz cls ભારતમાં લોન્ચ, જુઓ નવી કારની ખાસિયત

Last Updated on November 16, 2018 by

મર્સિડીઝ બેન્ઝે ભારતમાં પોતાની CLS થર્ડ જનરેશન કારને લોન્ચ કરી દીધી છે. જોકે, કારનું ભારતમાં ફક્ત એક વેરિએન્ટ સીએલએસ 300ડી ઉતારવામાં આવ્યું છે. નવી મસિર્ડીઝ જૂની કારની સરખામણીમાં વધારે લાંબી અને ઉંચી દેખાય છે. નવી સીએલએસને ઈ-ક્લાસ પ્લેટફોર્મ પર બનાવવામાં આવી છે.

કંપનીએ કારના ઈન્ટીરિયરને ખૂબ જ શાનદાર પદ્ધતિથી ડિઝાઈન કરી છે. નવી મસિર્ડીઝમાં 12.3 ઈંચનું ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ આપી છે, જે એપલ કાર પ્લે અને એન્ડ્રૉઈડ ઑટોને સપોર્ટ કરે છે. આ સાથે જ કારમાં 13-સ્પીકર બર્મેસ્ટર ઑડિયો સિસ્ટમ, એર બૉડી કંટ્રોલ એર સસ્પેન્શન, 18-ઈંચના અલૉય વ્હીલ અને મલ્ટીબીમ એલઈડી હેડલાઈટ્સ વગેરે આપવામાં આવી છે.

આ સિવાય કારમાં સનરૂફની સુવિધા પણ મળશે. કંપનીનો દાવો છે કે આ કારને 0 થી 100 કિલોમીટરની સ્પીડ પકડવામાં ફક્ત 6.4 સેકન્ડનો સમય લાગે છે. તો આ કારની ટૉપ સ્પીડની વાત કરીએ તો આ 250 કિલોમીટર પ્રતિ કલાક છે.

નવી મર્સિડીઝ-બેન્જ સીએલએસ 300ડીમાં 2.0 લીટરનું એન્જિન આપવામાં આવ્યું છે, જે 245 પીએસનો પાવર અને 500 એનએમનો ટૉર્ક જનરેટ કરે છે. કારને 9-સ્પીડ ઑટો ટ્રાન્સમિશનથી સજ્જ કરવામાં આવ્યું છે. કિંમતની વાત કરીએ તો નવી મર્સિડીઝ-બેન્જ સીએલએસ 300ડીની ભારતીય માર્કેટમાં કિંમત 84.70 લાખ રૂપિયા હશે.

READ ALSO

Related posts

શ્રાદ્ધ પક્ષ/ શું તમારા જીવનમાં પણ ઘટી રહી છે આવી ઘટનાઓ? તો જાણી લો પિતૃ દોષના લક્ષણ અને ઉપાય

Bansari

રેલવેની નવી સુવિધા/ હવે જનરલ કોચમાં મળશે ‘રિઝર્વ ક્લાસ’ જેવી સુવિધા, જાણો કેવી રીતે મળશે કન્ફર્મ ટિકિટ

Bansari

અત્યંત આધાતજનક સમાચાર: દુર્લભ ગણાતા પેંગ્વિન પર મધમાખીઓએ હુમલો કરતા 63 પક્ષીઓના મોત

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!