GSTV

મર્સિડીઝ બેન્ઝના ચાહકો માટે સારા સમાચાર, કંપનીએ કરી છે આ જાહેરાત

જર્મન લક્ઝરી કાર ઉત્પાદક મર્સિડીઝ બેન્ઝે મંગળવારે કહ્યું હતું કે તે ભારતમાં વાહન ચેન એએમજીની સ્થાનિક રીતે એસેમ્બલી-ઉત્પાદન શરૂ કરશે. કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું છે કે પુણેના ચાકનમાં મર્સિડીઝ બેંઝના પ્રોડક્શન પ્લાન્ટમાં ઉત્પાદિત થનારી પ્રથમ પ્રોડક્ટ એએમજી જીએલસી 43 મેટિક કૂપ હશે. મર્સિડીઝ બેન્ઝ ઇન્ડિયાના મેનેજિંગ ડિરેક્ટર અને સીઈઓ માર્ટિન શ્વેન્કે જણાવ્યું હતું કે ભારતમાં સ્થાનિક રીતે એએમજીનું નિર્માણ કરવાના નિર્ણયથી મર્સિડીઝ બેન્ઝની ભારતીય બજાર પ્રત્યેની લાંબા ગાળાની પ્રતિબદ્ધતા બતાવે છે.

કંપની ઇચ્છે છે કે એએમજી સરળતાથી મળી રહે. છેલ્લા કેટલાક વર્ષોમાં એએમજી બ્રાન્ડ ભારતમાં એકદમ લોકપ્રિય બની છે. કંપનીને વિશ્વાસ છે કે સ્થાનિક રીતે ઉત્પાદિત એએમજી જીએલસી 43 4 મેટિક કૂપને ઓફર કરવાથી ગ્રાહકોને ઉત્પાદન માટે સારી કિંમત મળશે અને તેની માંગમાં વધારો થશે. લક્ઝરી કાર ઉત્પાદક મર્સિડીઝ બેન્ઝ ઇન્ડિયાના મર્સિડીઝ-એએમજી એસ 63 કૂપને 2018માં લોન્ચ કરી હતી. ભારતમાં નવી મર્સિડીઝ-એએમજી એસ 63 કૂપની એક્સ-શોરૂમ કિંમત 2.55 કરોડ રૂપિયા છે. બાઇટર્બો એન્જિન આપવામાં આવ્યું છે. નવા મર્સિડીઝ-એએમજી એસ 63 કૂપમાં વધુ શક્તિશાળી એન્જિન છે. માત્ર 3.5 સેકન્ડમાં શૂન્યથી 100 કિ.મી.ની ગતિ પકડી લે છે.

READ ALSO

Related posts

GO CORONA GO / કોરોનાને ભગાડવા માટે સાધૂ મહારાજે કર્યો અન્નનો ત્યાગ, માથા પર ઉગાડી દીધા જ્વારા

Pravin Makwana

લવ જેહાદ વિરુદ્ધ કાયદાને લઈને અસદુદ્દીન ઓવૈસી અને ગીરીરાજસિંહ આમને સામને

Nilesh Jethva

ITની રડાર પર કોંગ્રેસ હેડક્વાર્ટર/ 106 કરોડ રૂપિયાનાં બિનહિસાબી રોકડનાં વિતરણનો ઘટસ્ફોટ, સોનિયા ગાંધી પાસે માગ્યો જવાબ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!