GSTV
Business India News Trending

અગત્યનું/ રાશન લેનારાઓ માટે ખૂબજ કામની છે આ એપ, ઘરે બેઠા પતાવો રાશન કાર્ડને લગતાં કામ, ડીલર પણ સરળતાથી બદલો

રાશન

કેન્દ્ર સરકારે ‘માય રાશન એપ’  લોન્ચ કરી છે. આ એપ રાશન મેળવવામાં મદદ કરે છે. ઉપભોક્તા મંત્રાલયે આ મોબાઈલ એપ્લિકેશન બહાર પાડી છે. ખાદ્ય વિતરણ પ્રણાલી અથવા પીડીએસ આ મંત્રાલય હેઠળ આવે છે. રાશનનું વિતરણ પીડીએસ દ્વારા કરવામાં આવે છે. ‘મેરા રાશન’ મોબાઇલ એપ્લિકેશન લોકોને રાશનની દુકાનમાં ધક્કા ન ખાવા પડે તે માટે મદદગાર સાબિત થઈ રહી છે. સરકારે ‘વન નેશન વન રેશન કાર્ડ’ (ઓએનઓઆરસી) સિસ્ટમ શરૂ કરી છે જેમાં મોબાઇલ એપ્સનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

વન નેશન વન રાશનકાર્ડ સિસ્ટમ એ લોકો માટે ખાસ કરીને મદદરૂપ થાય છે જેઓ કામના કારણે વારંવાર રાજ્ય બદલતા હોય છે. પરપ્રાંતિય મજૂરો કામ માટે અન્ય રાજ્યોમાં જાય છે. તેઓ સમયાંતરે ઘરે પરત પણ આવે છે. તેને ધ્યાનમાં રાખીને સરકારે વન નેશન વન રાશનકાર્ડ શરૂ કર્યું છે. આ રાશનકાર્ડ સંપૂર્ણ ડિજિટલ છે અને પુસ્તકની જેમ સાથે રાખવાની જરૂર નથી. ડિજિટલ હોવાને કારણે, તમે તેને મોબાઇલમાં રાખી શકો છો. તમે જ્યાં પણ હોવ, આ ડિજિટલ કાર્ડ બતાવીને તમે તમારું રાશન લઇ શકો છો.

રાશન

વન નેશન વન રાશનકાર્ડ યોજના

રાશનકાર્ડ સંપૂર્ણ ડિજિટલ થયા પછી, લોકો માટે તેની સુવિધા વધારવામાં આવી છે. પરપ્રાંતિય મજૂરોની સુવિધાઓને ધ્યાનમાં લેતા, ઉપભોક્તા મંત્રાલયે મેરા રાશન એપ્લિકેશન શરૂ કરી છે. આ મોબાઇલ એપ્લિકેશન હિન્દી અને અંગ્રેજી એમ બે ભાષાઓમાં છે. તેનો ઉપયોગ કરવો ખૂબ જ સરળ છે. એપ દ્વારા રાશન શોપ પર ઉપલબ્ધ રાશનની માહિતી સરળતાથી મળી શકશે. રાશનમાં અનાજ છે કે કેમ, છેલ્લા છ મહિનામાં કેટલું ટ્રાંઝેક્શન થયું હતું અને રાશનકાર્ડ માટે આધાર સીડિંગની સુવિધા તેમાં સરળતાથી ઉપલબ્ધ થશે.

રાશન વિશે સંપૂર્ણ માહિતી

આ મોબાઇલ એપ્લિકેશનમાં, તમે તમારા રાશનકાર્ડ નોંધણી કરી શકો છો, તમે તેને ડાઉનલોડ પણ કરી શકો છો. તમે એ પણ જોઈ શકો છો કે રાશનકાર્ડ સાથે આધાર લિંક છે કે નહીં. રાશનકાર્ડ પર કેટલું વિતરણ કરવામાં આવ્યું છે અને ઘરની આસપાસ કેટલા રાશન ડીલરો હાજર છે તે વિશેની બધી માહિતી તમે મેળવી શકો છો. જો તમે ઇચ્છો, તો તમે જાતે રાશનકાર્ડ ડીલર પણ બદલી શકો છો. આ માહિતી પણ ઉપલબ્ધ છે, તમારા ઘરથી કયો ડીલર કેટલો દૂર છે. લાઇસન્સ નંબર અને નામ, સરનામું અને તે ડીલરની તામ માહિતી મેળવી શકાય છે. તેની વિશેષતા એ છે કે તમે જ્યાં પણ આખા દેશમાં ક્યાંય પણ જાઓ ત્યાં આસપાસના ડીલરો વિશેની માહિતી મેળવી શકશો. આ આખી સિસ્ટમ ગૂગલ મેપ્સ સાથે જોડાયેલ છે.

રાશન

મોબાઇલમાં આધારકાર્ડ કેવી રીતે મેળવવું

સૌ પ્રથમ, તમારે ગૂગલ પ્લે સ્ટોર અથવા એપ સ્ટોરથી ‘મેરા રાશન’ મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરવી પડશે. મોબાઇલ એપ્લિકેશનમાં રજીસ્ટ્રેશન કરવાનો વિકલ્પ છે. જો તમે બીજા રાજ્યમાં ગયા છો, તો પછી તમે સરળતાથી રજીસ્ટર કરીને રાશન મેળવી શકો છો. આ માટે તમારે તમારો રાશનકાર્ડ નંબર દાખલ કરવો પડશે. જેવો તમે નંબર દાખલ કરો છો, તમારા રાશનકાર્ડથી સંબંધિત બધી માહિતી અહીં બતાવવામાં આવશે. રાશનકાર્ડ સાથે જોડાયેલા સભ્યોની સંખ્યા વિશેની માહિતી અહીં મળશે. ઉપરાંત, આધાર નંબર પણ દેખાશે. આ એપ્લિકેશનની મદદથી, તમે જાણી શકો છો કે તમને ઘઉં અને ચોખા કેટલા આપવામાં આવે છે. તેની કિંમત કેટલી છે અને કેટલું પ્રાપ્ત થયું છે અને કેટલું પ્રાપ્ત થવાનું બાકી છે.

આધાર સીડિંગ સુવિધા

જો કોઈને જાણવું છે કે તેનું રાશનકાર્ડ વન નેશન વન રાશનકાર્ડ યોજના હેઠળ છે કે નહીં, તો તેની સુવિધા પણ એપ્લિકેશનમાં આપવામાં આવી છે. મોબાઇલ એપ્લિકેશનમાં એલિજિબિલિટીનો વિકલ્પ આપવામાં આવ્યો છે. તેના પર ક્લિક કરવા પર, તમને રાશનકાર્ડ નંબર વિશે પૂછવામાં આવશે. નંબર દાખલ કર્યા પછી, તમે જાણી શકશો કે તમારું રાશનકાર્ડ યોજના હેઠળ આવે છે કે નહીં. એપ્લિકેશનમાં આધાર સીડિંગ પણ ઉપલબ્ધ છે. જો તમારું રાશનકાર્ડ આધાર સાથે લિંક થયેલું નથી, તો તમે તેને સરળતાથી લિંક કરી શકો છો. આધાર સીડિંગના વિકલ્પ પર જઈને આ કામ ગણતરીની મિનિટોમાં થઈ શકે છે.

Read Also

Related posts

સરકારની સ્પષ્ટતા / ઘરના ભાડા પર સરકારની ચોખવટ, હવે માત્ર આ લોકોએ ભરવો પડશે 18% GST

GSTV Web Desk

BIG BREAKING / યુરોપના મોન્ટેનેગ્રોમાં અંધાધૂંધ ગોળીબાર, અત્યાર સુધીમાં 11ના મોત

Hardik Hingu

RBIની રિકવરી એજન્ટ વિરુદ્ધ લાલ આંખ / લોન લેનાર ગ્રાહકને હેરાન કરાશે તો કડક પગલાં લેવામાં આવશે

Hardik Hingu
GSTV