GSTV
Gujarat Government Advertisement

કપ્તાની છોડવાના કાર્તિકના નિર્ણયથી તેના મેન્ટરને પણ આશ્ચર્ય થયું

Last Updated on October 17, 2020 by Mansi Patel

આઇપીએલમાં કોલકાતા નાઇટ રાઇડર્સના કેપ્ટન તરીકે દિનેશ કાર્તિકે અચાનક નિર્ણય લીધો હતો અને કપ્તાની છોડી દીધી હતી. શુક્રવારે તેના આ નિર્ણય બાદ કોલકાતાની ટીમના કેપ્ટન તરીકે ઇંગ્લેન્ડના વર્લ્ડ ચેમ્પિયન ઓઇન મોર્ગનની વરણી કરવામાં આવી હતી. કોલકાતાની ટીમ મુંબઈ સામે રમી હતી જેમાં તેનો આઠ વિકેટે પરાજય થયો હતો.

કાર્તિકના નિર્ણયથી કોચ કમ મેન્ટરને લાગ્યો આઘાત

કાર્તિકના આ નિર્ણયથી તેના કોચ કમ મેન્ટર અપૂર્વ દેસાઈને આઘાત લાગ્યો હતો. બીસીસીઆઈના લેવલ સી કોચ અપૂર્વ દેસાઈએ જણાવ્યું હતું કે દિનેશના આ નિર્ણયથી મને ખરેખર આંચકો લાગ્યો હતો અને આશ્ચર્ય થયું હતું. જોકે તેમણે જણાવ્યું હતું કે હુ તેને સારી રીતે ઓળખું છું અને તેણે માત્ર ટીમના હિતમાં જ આ નિર્ણય લીધો હશે. તે એવો ક્રિકેટર છે જે હંમેશાં ટીમને આગળ રાખે છે. તે હંમેશાં એ બાબતની ખાતરી કરાવે છે કે ટીમના પ્રદર્શનમાં શ્રેષ્ઠ યોગદાન આપવા માટે તે શુ કરી શકે છે. તે ટીમની જીતતી જ જોવા માગતો હોય છે.

સારા ક્રિકેટ માટે પાઠવી શુભેચ્છા

સુરતના અપૂર્વ દેસાઈએ આ પ્રસંગે દિનેશ કાર્તિકને શુભેચ્છા પાઠવી હતી. તેણે આઇપીએલની વર્તમાન સિઝન અને આ વર્ષે રમાનારા ક્રિકેટમાં કાર્તિક સારો દેખાવ કરે તે માટે શુભેચ્છા આપી હતી. અપૂર્વ દેસાઈએ 2019 સુધી દિનેશ કાર્તિકની કીપિંગ અને બેટિંગ ટેકનિક પર ધ્યાન આપ્યું હતું. તેમણે ચાર વર્ષ સુધી કાર્તિક પાછળ મહેનત કરી હતી અને તેને ભારતીય ટીમમાં પુનરાગમન માટે સજ્જ કરી દીધો હતો.

Gujarat Government Advertisement

Related posts

ખુશખબર/ ખેડૂતોની આવક બમણી કરવા માટે ઈઝરાયેલથી આવશે વૈજ્ઞાનિકો, ગુજરાતના ગામડાઓ પણ થયા પસંદ

Pritesh Mehta

જેવા સાથે તેવા / ભારતે પાકિસ્તાનને વધુ એક મોરચે આપ્યો મોટો ઝટકો, આ ઈન્ડસ્ટ્રીઝ સાફ થઈ જશે અને વેપારીઓ બરબાદ

Harshad Patel

કાળો કહેર / દેશમાં કોરોનાની બીજી લહેરના ભોગ બન્યા 750થી પણ વધુ ડૉક્ટરો, સૌથી વધારે મોત આ રાજ્યમાં

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!