GSTV

રાત્રે સ્વપ્નામાં આવે છે કોરોના ચારે બાજુ દેખાતા રહે છે વાયરસ : ઉંઘ નથી આવતી, પત્ની ફ્રીઝમાં શાકભાજીના ઢગલા કરતી જાય છે

કોરોના

રાત્રિ કરફયુ લાગુ કરતા અનેક પરિવારોની માનસિક સમતુલા જોખમાઈ રહી હોય તેવી અનેક ફરિયાદો યુનિ.ના મનોવિજ્ઞાાન સલાહ કેન્દ્રમાં આજે અનેક નાગરીકોએ ટેલિફોન દ્વારા વ્યક્ત કરી હતી. કોઈએ કહ્યું હતું કે, રાત્રિ કરફયુ લાગુ થતા હવે ફરીને અમારા કામ ધંધા ભાંગી પડશે તેવા ગર્ભિત ભયથી રાત્રિના ઉંઘ આવતી નથી. કોઈએ કહ્યું કે રાત્રી કરફયુ બાદ ફરીને લોકડાઉન લાગુ થવાનું હોવાનો ભય મારી પત્નીને સતાવી રહ્યો છે. તેથી મારી પત્ની ફ્રીજમાં શાકભાજીના ઢગલાં કરતી જ જાય છે.

લોકોને મુંઝવી રહ્યાં છે આ સવાલો

રાજકોટ શહેરમાં રાત્રી કરફયુ લાગુ થતાં અનેક પરિવારો કફોડી સ્થિતિમાં મુકાઈ ગયા છે. બહારગામથી આવતા લોકોને રાત્રિ દરમિયાન વાહનો મળતા પોલીસની હેરાનગતિનો ભંગ બનવું પડે છે. કોઈક ને સારા માઠા પ્રસંગે સમયે પહોંચવું મુશ્કેલ બન્યું છે. તો કોઈક વ્યક્તિ માટે કોરોનાના વાયરસના વધતા જતા કેસનો આપણે ભોગ બનીશું તો રાત્રિના સારવાર લેવા કયાં જશુ? તેવા સવાલો મુંઝવણમાં મુકી રહ્યાં છે.

રાત્રિ કરફ્યુના કારણે લોકોના માનસિક સ્વાસ્થ્ય પર ખરાબ અસર

કોરોના

રાજકોટમાં યુનિ. કેમ્પસ ખાતે કોરોનાની બિમારીમાં લોકોને રાહત રહે તે માટે જે મનોવિજ્ઞાન સલાહ કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે ત્યાં આજે જે વ્યક્તિઓના માર્ગદર્શન માટે ફોન આવ્યા હતા તેમાં રાત્રિ કરફયુને લીધે પોતાનું પારીવારિક જીવન જોખમમાં મુકાઈ ગયું હોવાનું જણાવી એક ભાઈએ કહ્યું હતું કે, રાત્રિ કરફયુને લીધે મારી પત્નીનું મગજ જાણે ચસ્કી ગયું છે. દરરોજ જથ્થાબંધ શાકભાજી ખરીદે છે લોકડાઉન હવે ફરીને લાગુ થશે તેવા ભયથી ફ્રીજમાં શાકભાજી ભરી રાખે છે. બાકીના શાકભાજી પડોશીને ત્યાં સાચવવા આપી રાખે છે. આ પ્રશ્નમાં હવે શું કરવું તેની સલાહ માગી હતી. બીજી એક મહિલાએ જણાવ્યું હતું કે, મારા પતિ શિક્ષક છે. ૨૩મીથી શિક્ષણકાર્ય શરૂ થવાનું હતું તેથી તેઓ ખુશ હતા પરંતુ રાત્રિ કરફયુ લાગુ થયા બાદ શાળાઓ ખોલવા ઉપર પાબંદી મુકાઈ જતા ફરીને તેઓ ઉદાસ થઈ ગયા છે.

સ્વપ્નમાં પણ કોરોના જ દેખાય છે….

કોરોના

એકલતા અનુભવી રહ્યાં છે. આ મુંઝવણ કઈ રીતે દૂર કરવી? ત્રીજા એક મહાનુભાવે ફોન કરીને પોતાની પીડા વ્યક્ત કરી જણાવ્યું હતું કે, મારા પુત્રને ઉચ્ચ અભ્યાસમાં એડમિશનનુ કન્ફર્મ થયા બાદ રાત્રિ કરફયુ લાગુ થતા ઉચ્ચ શિક્ષણ સંસ્થામાં શિક્ષણ કાર્ય બંધ રહેતા આખો પરિવાર ભાંગી પડયો છે. હવે દિકરાની કારકિર્દીનું શું થશે? તેની ચિંતા છે. વિદ્યાર્થીઓએ પોતાની મુશ્કેલી રજુ કરી કહ્યું હતું કે હવે અમને રાત્રિના સ્વપ્નામાં પણ કોરોના જ દેખાય છે. જમવાનું ભાવતુ નથી. વાંચીએ તો યાદ રહેતુ નથી કોઈ કહે છે ઠંડા પાણીથી વાયરસ ફેલાય છે? ખરેખર એ સાચું છે? બધા મને માનસિક ટોર્ચર કરી રહ્યાં છે તેથી થાય છે કે ઘર છોડીને ભાગી જાઈ નોકરી માટે અપડાઉન કરનારા કર્મચારીઓ પોતાની મુશ્કેલી રજુ કરી જણાયું હતું કે, નોકરીએ જવા માટે ઘરેથી વહેલુ નીકળી શકાતુ નથી. મોડા આવીએ તો પોલીસનો ડર રહે છે. શું કરવું એ જ સમજાતુ નથી.

રાત્રિ કરફયુ અને કોરોનાના વધતા જતા કેસને લીધે મધ્યમ વર્ગના અનેક પરીવારોની કૌટુંબિક, સામાજિક આર્થિક અને વ્યવસાયિક સમસ્યાઓ વધતી રહી છે જેનો કોઈ ઈલાજ મળતો નહી હોવાથી તેઓએ આજે મનોચિકિત્સકોની સલાહનો આશરો લઈ માનસિક શાંતિ અનુભવી હતી.

Read Also

Related posts

નડીયાદ/ મોટરસાયકલ પર કાબૂ ગૂમાવતા પતિ-પત્નિ કેનાલમાં ડૂબ્યા, એકનુ થયું મોત

Pravin Makwana

બનાસકાંઠામાં લવજેહાદની ઘટનાઓ બનતા લોકોમાં રોષ, કાયદો લાવવાની કરી રહ્યા છે વાત

Pravin Makwana

સગીર સ્ટુડન્ટે ટ્યૂશન ટીચરનું જીવવું કર્યું હરામ, પોર્ન સાઈટ પર બનાવી દીધી તેમની પ્રોફાઈલ

Ali Asgar Devjani
Do NOT follow this link or you will be banned from the site!