GSTV
India News ટોપ સ્ટોરી

કોરોના કાળમાં બાળકોમાં ડર અને માનસિક તંગદિલી વધી, આવેલા આ પરિવર્તનને લઇ સઘન અભ્યાસ કરાશે

કોરોના મહામારીના લીધે લાંબા સમયથી સ્કૂલોથી દૂર રહેવાને લીધે, બાળકોમાં માનસિક તણાવ અને ડરની સ્થિતિ પેદા થઈ છે. તેનો અભ્યાસ કરી સાથોસાથ બાળકોમાંથી ડર અને માનસિક તાણ દૂર કરવા દિલ્હી સરકારે વ્યાપક સર્વે અને તેનો અભ્યાસ પણ શરૂ કરી દીધા છે.

દિલ્હી

દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદીયાએ શુક્રવારે સંબંધિત અધિકારીઓને આ અંગે સૂચનાઓ પણ આપી છે. તેમણે કહ્યું હતું કે, કોરોના મહામારીને લીધે સ્કૂલો બંધ થવાને લીધે, માત્ર બાળકોના શિક્ષણ ઉપર જ અસર નથી થઈ પરંતુ તેઓ માનસિક તાણ અને ડર પણ અનુભવે છે જે દૂર કરવા અનિવાર્ય છે તેથી દિલ્હી સરકાર તે વિષે વ્યાપક અભ્યાસ કરી રહી છે.

આ સર્વેના આધારે દિલ્હી સરકારે બહુ ચર્ચિત તેવો હેપ્પીનેસ કરીક્યુલેસ પણ તજજ્ઞાોની સહાયથી અપડેટ કરવા નિર્ણય કર્યો છે. જેથી સ્કૂલોમાં અભ્યાસ કરતા બાળકોના મેન્ટલ ઇમોશનલ વેલબીઇંગ (માનસિક અને ભાવનાત્મક સ્વસ્થતા) ઉપર લક્ષ્ય કેન્દ્રીત કરી શકાય.

સિસોદીયાએ વધુમાં કહ્યું હતું કે કોરોના મહામારીને લીધે ગયા બે વર્ષો તો ઘણી મુશ્કેલીભર્યા રહ્યા હતા અને નિશાળે જતા બાળકો માટે તો તે ગાળો ઘણો જ તંગદિલીપૂર્ણ રહ્યો હતો. સ્કૂલો બંધ હોવાના લીધે બાળકો માટે તો વિશ્વ સમસ્ત જાણે તેમનું ઘર જ બની રહ્યું હતું. આથી બાળકોમાં માનસિક પરિવર્તન લાવવું અનિવાર્ય છે.તેમ પણ દિલ્હીના નાયબ-મુખ્યમંત્રીએ કહ્યું હતું.

Read Also

Related posts

મહત્વનો નિર્ણય / નાઇટ શિફ્ટ માટે મહિલાઓની સંમતિ લેવી પડશે, સરકારી અને ખાનગી ક્ષેત્ર બંને પર થશે લાગુ આ નિયમ

Hardik Hingu

Anemia in Indian Population : રક્તકણની ઉણપ ધરાવતા દેશના બાળકોમાં 9%નો વધારો, 67% બાળકો એનિમિક; નેશનલ હેલ્થ સર્વેમાં ખુલાસો

GSTV Web Desk

અમેરિકા અમને બદનામ કરવાનું બંધ કરે ‘બીજા શીતયુદ્ધ’ની ટીકા સામે ચીનનો વળતો પ્રહાર

GSTV Web Desk
GSTV