GSTV
World

Cases
4597471
Active
5744883
Recoverd
521164
Death
INDIA

Cases
227439
Active
379892
Recoverd
18213
Death

મહિલાઓ સાવધાન! કોરોનામાં સંબંધો ન બાંધવાથી કરવો પડશે આ સમસ્યાનો સામનો

વર્તમાન સમયમાં લોકો એકબીજા સાથે ખુલીને સેક્સની વાત કરી રહ્યા છે, ત્યારે એક સંશોધનમાં સામે આવ્યું છે કે, જે મહિલાઓ વધારે સંભોગ કરે છે તેમના પીરિયડ્સ બંધ થવાની સંભાવનાઓ ઓછી રહે છે. અઠવાડીયમાં એક વખત સેક્સ કરતી મહિલાઓમાં પીરિયડ્સ(મોનોપોઝ)ની સંભાવનાઓ મહિનામાં એક વખત સેક્સ કરતી મહિલાઓ કરતા 28 ટકા ઓછી રહે છે. હાલમાં કોરોના મહામારીમાં ડરના માર્યા ઘણા નોકરિયાતો સેક્સ સંબંધો ટાળી દેતા હોય છે. સેક્સ સંબધો ન બાંધવાને પગલે મહિલાઓને સમસ્યાઓ થઈ શકે છે.

સંશોધનમાં કહેવામા આવ્યું છે કે, જે મહિલાઓ મિડ લાઈફ એટલે કે 35 વર્ષથી વધારેની ઉંમરમાં વધારે સેક્સ નથી કરતી તેમનામાં જલ્દી મેનોપોઝની સમસ્યા જોવા મળી છે. સંશોધનકર્તા મેગન અર્નોટે કહ્યું કે, અભ્યાસના તારણો સૂચવે છે કે, જો કોઈ મહિલા શારીરિક સંબંધ નથી બનાવી રહી અને ગર્ભધારણની કોઈ તક નથી મળી રહી તો, શરીર ઓવ્યુલેશન બંધ કરી દે છે. કારણ કે તે નિરર્થક હશે.

અંડોત્સર્ગ દરમિયાન મહિલાઓની પ્રતિરક્ષા ક્ષમતા બગડી જાય છે. જેથી શરીરમાં બીમારી થવાની સંભાવનાઓ વધુ વધી જાય છે. આ શોધ લગભગ 2936 મહિલાઓ પર કરવામાં આવી છે. જે 1996/1997માં SWAN હેઠળ કરવામાં આવ્યું હતું.

આ સંશોધન દરમિયાન મહિલાઓને ઘણા પ્રશ્નોનો જવાબ આપવા માટે કહેવામાં આવ્યું હતું, જેમાં એક પ્રશ્ન તે પણ હતો કે, છેલ્લા 6 મહિનામાં તેમણે પોતાના પાર્ટનર સાથે સેક્સ કર્યું છે કે નહી? સંભોગ કરવાની સાથે જ તેમણે છેલ્લા 6 મહિનાઓ દરમિયાન કામોત્તેજના સાથે જોડાયેલા અન્ય પ્રશ્નો પણ પૂછવામાં આવ્યા હતા, જેમાં મુખ મૈથુન, યૌન સ્પર્શ, આત્મ-ઉત્તેજના અને હસ્તમૈથુન વિશે વિસ્તૃત જાણકારી લેવામાં આવી હતી.

જાતીય પ્રવૃત્તિમાં ભાગ લેવા સંબંધિત સૌથી વધારે જવાબ સાપ્તાહિક (64 ટકા) જોવા મળ્યા હતા. 10 વર્ષના અનુવર્તી સમયગાળા દરમિયાન 2,936 સ્ત્રીઓમાંથી 1,324 (45 ટકા) એ 52 વર્ષની સરેરાશ ઉંમરે કુદરતી પીરિયડ્સનો અનુભવ કર્યો હતો.

ઉલ્લેખનીય છે કે, જ્યારે મહિલાઓમાં માસિક ચક્ર બંધ થાય થે તે સ્થિતિને ‘મેનોપોઝ’ સ્થિતિ કહેવામાં આવે છે. ખરેખર તેને પ્રજનન ક્ષમતાનો અંત ગણવામાં આવે છે.

READ ALSO

Related posts

અમદાવાદના આ યુવકને PUBG ગેમ રમવી પડી ભારે, ખાતામાંથી કપાઈ ગયા આટલા હજાર રૂપિયા

Nilesh Jethva

બાહુબલી અતીક અહમદના ભાઈની કરી પોલીસે ધરપકડ, 1 લાખ રૂપિયાનું હતું ઈનામ

Mansi Patel

કોરોનાનો કહેર : અમદાવાદના આ 26 વિસ્તારને કરાયા માઈકો કન્ટેન્મેન્ટ જાહેર

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!