કહેવામાં આવે છે કે કોઇનો અવાજ તેના વ્યક્તિત્વ વિશે સરળતાથી જાણી શકાય છે. આવુ જ કંઇક જાણવા મળ્યું છે પુરુષોના અવાજ પર કરવામાં આવેલા એક અભ્યાસ દ્વારા. સ્ટડીના પરિણામ મહિલાઓને સાવચેત કરનારા છે. સામાન્ય રીતે મહિલાઓને ભારે અવાજ ધરાવતા પુરુષો પસંદ આવે છે પરંતુ આ સ્ટડી અનુસાર ભારે અવાજ ધરાવતા પુરુષો ભરોસાપાત્ર નથી હોતા અને પોતાના પાર્ટનરને દગો આપે છે.

આ સ્ટડી ચીનના સાઉથવેસ્ટ યુનિવર્સિટીની છે. સ્ટડી માટે ધુમ્રપાન ન કરનારા અનેક પુરુષોના શબ્દોને એક લિસ્ટ વાંચવા માટે આપવામાં આવી હતી. તે પછી અવાજની ફ્રીકવન્સી અને પિચને સમજવા માટે આ શબ્દોનું વિશ્લેષણ કરવામાં આવ્યુ. તે બાદ સંબંધો પ્રત્યે દ્રષ્ટિકોણ જાણવા માટે તેનુ મનોવૈજ્ઞાનિક પરીક્ષણ કરવામાં આવ્યું.

શું આવ્યું ટેસ્ટનું પરિણામ
સ્ટડીના પરિણામમાં જાણવા મળ્યુ કે ભારે અવાજ ધરાવતા પુરુષ પોતાના પાર્ટનર પ્રત્યે ઓછા પ્રતિબદ્ધ હતાં અને તેઓ દગો પણ આપી શકતા હતા. હકીકતમાં આ પુરુષોના અવાજથી તેમના સેક્સ હોર્મોન ટેસ્ટોસ્ટેરોનના સ્તર વિશે જાણવામાં આવ્યું.
સંશોધકોને જાણવા મળ્યું કે કર્કશ અને મોટા અવાજ વાળા પુરુષોની તુલનામાં ભારે અવાજ ધરાવતા પુરુષોમાં ટેસ્ટોસ્ટેરોનનું સ્તર વધુ હતુ. સંશોધકોનું કહેવુ છે કે ટેસ્ટોસ્ટેરોનથી કોઇ વ્યક્તિની વિશેષતાઓ અને તેના વ્યવહાર વિશે જાણી શકાય છે.

ભારે અવાજ ધરાવતા પુરુષોમાં ટેસ્ટોસ્ટેરોનનું સ્તર વધુ હોય છે અને તેથી મહિલાઓ તેમના પ્રત્યે વધુ આકર્ષિત થાય છે. સ્ટડીમાં તે પણ જાણવા મળ્યું કે વધુ ટેસ્ટોસ્ટેરોન ધરાવતા પુરુષોના બાળકો સ્વસ્થ હોય છે.
જો કે જીવનસાથીની પસંદગી વખતે મહિલાઓ પુરુષોના અવાજ કરતાં તેના વ્યક્તિત્વ પર વધુ ધ્યાન આપે છે. પાર્ટનર તરીકે તેઓ તેવા પુરુષોને પસંદ કરે છે જે ઘરના દરેક કામમા તેનો સાથ આપી શકે.
Read Also
- મોટા સમાચાર / કચ્છની પલારા જેલમાં સર્ચ ઓપરેશન દરમિયાન 6 મોબાઈલ ફોન મળી આવ્યાં, રાજ્યભરની જેલોમાં તપાસ ચાલુ
- આ વિશિષ્ટ ગિટારને તૈયાર કરવામાં થયા છે 700 દિવસ, ગિટારમાં જડવામાં આવ્યા છે ૧૧૪૪૧ જેટલા હિરા
- ગુજરાતની જેલોમાં દરોડા / પોલીસ નિયમાવલીમાં નિયમિત વિઝીટ અને ચેકીંગના આદેશ, તો ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ શા માટે આપવા પડ્યાં આદેશ?
- ચૈત્ર નવરાત્રિના ઉપવાસમાં દિવસ દરમિયાન એનર્જી રહેશેઃ આ ટિપ્સ કરો ફોલો
- WPL 2023 / યુપી વોરિયર્સને હરાવીને મુંબઈ ઈન્ડિયન્સની ફાઈનલમાં એન્ટ્રી, દિલ્હી- મુંબઈ વચ્ચે ખેલાશે ફાઈનલ મુકાબલો