તમારો બોયફ્રેન્ડ દાઢી રાખતો હોય તો ખુશ થઈ જાવ, લાંબા સમય સુધી નિભાવશે સંબધ

લાઈફસ્ટાઈલને લઈને એક રીસર્ચ કરવામાં આવી છે જેમાં આશ્ચર્યજનક પરીણામ સામે આવ્યા છે. પુરુષોની દાઢીને લઈને કરવામાં આવેલા અધ્યયનમાં સ્પષ્ટ થયું છે કે દાઢી રાખતા પુરુષો લાંબા સમય સુધી સંબંધ ટકાવી રાખે છે. રિસર્ચમાં કહેવામાં આવ્યું છે કે વેલ ગ્રૂમ્ડ બીયર્ડ રાખતા પુરુષો લોન્ગ ટર્મ રિલેશનશિપ માટે શ્રેષ્ઠ સાબિત થાય છે. 

સામાન્ય રીતે પુરુષો ક્લીન શેવ રહેવાનું પસંદ કરે છે. પરંતુ છેલ્લા કેટલાક સમયમાં દાઢી રાખવાનો ટ્રેંડ વધ્યો છે. આ ટ્રેંડના કારણે મોટી સંખ્યામાં પુરુષો દાઢી રાખવાનું પસંદ કરવા લાગ્યા છે. તેવામાં આ નવા અધ્યયનના પરીણામ મોટી દાઢીની ઉપયોગિતા સાબિત કરે છે.

આ રીસર્ચ જર્નલ ઓફ ઈવોલ્યૂશન બાયોલોજીમાં પબ્લિશ થયું છે. આ સંશોધનમાં 8,520 મહિલાઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. અધ્યયન દરમિયાન મહિલાઓને દાઢીવાળા પુરુષો અને દાઢી વિનાના પુરુષોને રેટિંગ આપવા કહેવામાં આવ્યું હતું. મહિલાઓને તેમની પસંદ અનુસાર રેટીંગ આપવા કહેવામાં આવ્યું હતું. આ સંશોધનમાં મહિલાઓએ દાઢીવાળા પુરુષોને વધારે પસંદ કર્યા હતા. 

શોધના પરીણામ અનુસાર જ્યારે લોન્ગ ટર્મ રિલેશનશિપની વાત આવે ત્યારે મહિલાઓ દાઢીવાળા પુરુષો પર વધારે ભરોસો કરે છે. દાઢીવાળા પુરુષો મહિલાઓની દ્રષ્ટિએ વધારે આકર્ષણ ધરાવે છે. તેમાં પણ જે ફૂલ બીયર્ડ રાખે છે તેવા પુરુષોને મહિલાઓ લગ્ન કરવા યોગ્ય ગણે છે.  

Read Also

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter