GSTV
ANDAR NI VAT Trending

મધ્યપ્રદેશની પંચાયત ચૂંટણીમાં ચૂંટાયેલી મહિલાઓ વતી પુરુષોએ લીધા શપથ

ચૂંટણી

ભારતમાં પંચાયતની રાજનીતિમાં કેટલી પોલંપોલ ચાલે છે તે વિશે તાજેતરમાં એક વિડીયો વાઈરલ થયો છે. એ વિડીયો મધ્યપ્રદેશનો છે. મધ્યપ્રદેશમાં તાજેતરમાં પંચાયત ચૂંટણી યોજાઈ હતી. તેમાં વિજેતા થયેલી મહિલાઓ વતી પુરુષોએ શપથ ગ્રહણ કર્યા હતા.

આ ઘટના મધ્યપ્રદેશના સાગર જિલ્લાના જૈસીનગર ગામમાં બની હતી. શપથ લેનારા પુરુષોમાંથી કોઈ ચૂંટાયેલી મહિલાનો પતિ હતો, તો કોઈ સંબંધી, તો કોઈ વળી તેના પિતા હતા. ભારતની રાજનીતિમાં આજની તારીખે પણ મહિલાઓની સ્થિતિ કેટલી ખરાબ છે, તેનું જીવંત ઉદાહરણ જોવા મળ્યું હતું. નેતાઓ પોતે જ મહિલાઓને અબળા માને છે તો પછી સામાન્ય માણસની શું વાત કરવી.

વડાપ્રધાન મોદીએ તાજેતરમાં ગુજરાતમાં એક સભા દરમિયાન ટકોર કરી હતી કે કોઈ પણ પુરુષે ચૂંટાયેલી મહિલા વતી શાસન કરવાનું નથી. દુઃખની વાત એ છે કે આજે પણ દેશભરની પંચાયતોમાં આ જ સ્થિતિ જોવા મળે છે. આપણે ત્યારે સુપરિન્ટેન્ડેન્ટ ઑફ પોલીસ ટાઇપના એસપી કરતા સરપંચ પતિ ટાઇપના એસપી વધારે માત્રામાં છે. જૈસીનગરમાં 21 બેઠક પર 10 મહિલા ચૂંટાઈ છે, પરંતુ માત્ર નામની.

Read Also

Related posts

ડર્ટી પિક્ચરના બીજા ભાગ માટે આ એક્ટ્રેસને લીડ રોલ માટે કરાઈ ઓફર, જાણો કોના જીવન આધારિત હશે આ ફિલ્મ

Hemal Vegda

નશાનો કારોબાર/ મોક્સી કંપનીમાંથી 15 વર્ષ પહેલા પણ ઝડપાયું હતું કરોડોનું ડ્રગ્સ, આંતરરાષ્ટ્રીય પેડલર થઇ ગયો હતો ફરાર

Bansari Gohel

ખાદ્યતેલમાં એરંડા તથા દિવેલમાં તેજી, રાજસ્થાનમાં તેલિબિયાના વાવેતરમાં નોંધપાત્ર વૃદ્ધિ

Hemal Vegda
GSTV