GSTV
World

Cases
5058620
Active
6847690
Recoverd
560141
Death
INDIA

Cases
283407
Active
515386
Recoverd
22123
Death

પુરૂષોએ ભૂલથી પણ ન ખાવી આ 10 વસ્તુઓ, ધીરે-ધીરે ઓછી કરે છે જાતિય શક્તિઓ

મોટાભાગના પુરૂષોને તણાવ, થાક અને અપૂરતી ઊંઘના કારણે સેક્સનો મૂડ ન આવવાની સમસ્યા રહેતી હોય છે, પરંતુ સેક્સમાંથી રસ ઓછો થવાનું કારણ તમારો ખોરાક પણ હોઇ શકે છે. ટેસ્ટોસ્ટેરોન અને એસ્ટ્રોજન પુરૂષો અને મહિલાઓના શરીરમાં એક મહત્વની ભૂમિકા ભજવે છે. તેના અસંતુલનના કારણે સેક્સ ડ્રાઇવમાં ઘટાડો થઈ શકે છે. રિસર્ચમાં જાણવા મળ્યું છે કે, ખાવાની કેટલીક વસ્તુઓના કારણે હોર્મોનલ સ્તર પર ઉલટો પ્રભાવ પડે છે. અહીં જુઓ કઈ છે એ વસ્તુઓ..

કોલ્ડ ડ્રિંક
જો તમને રોજ જમવાનીઓ સાથે કોલ્ડ ડ્રિંકની આદત હોય તો બહુ જલદી તેને બદલી નાખવાની જરૂર છે, . રોજ કોલડ્રિંકથી સેક્સ લાઇફ પ્રભાવિત થાય છે, તેમાં રહેલ એસ્પાટ્રેમ જેવાં આર્ટિફિશિયલ સ્વીટનર્સ તમારા સેરોટોનિન સ્તરને પ્રભાવિત કરે છે. સેરોટોનિન સ્વાસ્થ્ય અને મૂડ બંનેને સારાં રાખે છે. બૉડીમાં રેસોટિનિન ઘટવાથી સેક્સની ઈચ્છા ઘટવા લાગે છે.

આલ્કોહોલ
આલ્કોહોલ લિવરને ખરાબ કતે છે. લિવરમાંથી જ પાચન માટે હોર્મોન્સ નીકળે છે. લિવર ખરાબ થવાથી એન્ડ્રોજન હોર્મોન એસ્ટ્રોજોનમાં બદલાઇ જાય છે, જેનાથી સેક્સ ડ્રાઇવ ઘટે છે.

પ્રોસેસ્ડ ફૂડ
માત્ર કુકીઝ કે બિસ્કિટ જ નહીં, પરંતુ પ્રોસેસ્ડ ફૂડ પણ તમારા શરીર પર ખરાબ અસર પાડે છે. પ્રોસેસ્ડ ફૂડ બનાવવા માટે જે પ્રક્રિયા કરવામાં આવે છે તેમાં ઘણાં પોષક તત્વો નાશ પામે છે. તેમાં એવાં પણ તત્વો હોય છે જે સેક્સની ઈચ્છા ઘટાડે છે.

ટ્રાંસ ફેટ
ઘણી કન્ફેક્શનરી ઈન્ડસ્ટ્રીઝ એ દાવો કરે છે કે તેમની ફૂડ પ્રોડક્ટ્સમાં કોઇ મેંદો કે ટ્રાંસ ફેંટ નથી. પરંતુ જો તમારીઓ ધમનીઓમાં અડચણ્પો આવી રહી છે તો તેનાથી તમારાં સેક્શુઅલ ઑર્ગન પણ પ્રભાવિત થઈ શકે છે. ટ્રાંસ ફેટવાળા ફૂડ આઇટમ્સમાં વેજિટેબલ ઓઇલમાં હાઇડ્રોજન મિક્સ કરી બનાવવામાં આવે છે. જે ધમનીઓ પર ધબાણ ઊભુ કરે છે, જેની અસર ઑર્ગેઝમ પર પડે છે.

શુગર
ખાંડ ઓછી કરવાના નામે માત્ર ચામાં ખાંડ બંધ કરવાથી કે ઓછી કરવાથી કોઇ ફાયદો નથી મળતો. ખાંડ લગભગ બધા જ ખોરાકમાં હોય છે. બ્લડ પ્રેશર વધવાની અસરથી સેક્સ હોર્મોન કંટ્રોલ થાય છે.

પ્લાસ્ટિક બૉટલ્સ
પ્લાસ્ટિક આપણા સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે છે. પ્લાસ્ટિકનાં મોટાભાગનાં કંટેનર અને બૉટલ્સમાં બિસ્ફેનૉલ એ હોય છે, આ એક એવું કેમિકલ છે જે પુરૂષો અને સ્ત્રીપો બંનેની ફર્ટિલિટી પર નકારાત્મક અસર કરે છે.

બીટ
બીટ ખાવામાં સ્વાદિષ્ટ અને પૌષ્ટિક હોય છે. તે શરીરમાં એસ્ટ્રોજનનું સ્તર વધારે છે. જો તમારા શરીરમાં ટેસ્ટોસ્ટેરોનનું સ્તર ઓછું ન હોય તો તેને ખાઇ શકાય છે પરંતુ જો તમારામાં હોર્મોનલ અસંતુલન હોય તો, વધારે બીટ ખાતાં પહેલાં ડૉક્ટરની સલાહ લેવી જોઇએ.

કેન ફૂડ
કૈન ફૂડ એટલે કે ડબ્બા બંધ ખોરાક બનાવવામાં સરળ હોય છે, પરંતુ તેમાં ઊંચા પ્રમાણમાં સોડિયમ હોય છે, જે બ્લડપ્રેશર વધારે છે અને જનનાંગો સહિત શરીરના કેટલાક ભાગોમાં બ્લડ સક્ર્યુલેશન ઘટાડે છે.

કૉફી
કેટલાક લોકોના દિવસની શરૂઆત જ કૉફીથી થાય છે. તેમને કૉફી વગર મૂડ જ નથી આવતો. પરંતુ જો તમે કૉફી પીધા બાદ પણ ચીડચીડિયા અને તણાવગ્રસ્ત થઈ જતા હોય તો, તમારા પર કેફિનનો ખોટો પ્રભાવ પડી રહ્યો છે, જેની અસર તમારી સેક્સ ડ્રાઇવ પર પડે. તણાવ તમારી સેક્સની ઈચ્છાઓ ઓછી કરે છે.

દવાઓ
જો તમે ડિપ્રેશન કે હોર્મોનલ અસંતુલની કોઇ દવા લેતા હોય તો તેની અસર તમારી સેક્સ લાઇફ પર પણ પડે છે. આ શરીરમાં સેરોટોનિન અને ડોપામાઇન હોર્મોન બનતાં રોકે છે. જો મહિનાઓથી તમારી સેક્સ લાઇફ ઘટી ગઈ હોય તો ડૉક્ટરની સલાહ લેવી જોઇએ.

Related posts

છેલ્લા પાંચ દાયકાથી બોલિવૂડ અને દર્શકોના દિલો ઉપર રાજ કરે છે શહેનશાહ, આ ફિલ્મોમાં જોવા મળશે અભિનય

Mansi Patel

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે ગાંધીનગર લોકસભામાં આવતા આ 5 ગામોને લીધા દત્તક

Nilesh Jethva

અમિતાભની ફિટનેશ છે જુવાનિયાઓને પણ શરમાવે તેવી, સીનીયર બચ્ચને દાયકા પહેલા જ ખોલ્યું હતું રહસ્ય

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!