GSTV

પત્નીને અસંતોષ છે તો ઘોડા જેવા છે આ ઉપાયો, શિશ્નની સાઈઝને સાઈડ પર રાખી આ રીતે સંબંધોનો આનંદ લો

આજે પણ આપણા દેશમાં સેક્સને લઈને તે જ પરંપરાગત વિચારસરણી ચાલી રહી છે કે સેક્સ લાઇફને સુધારવાની જવાબદારી પુરુષોની છે. સામાન્ય રીતે સેક્સ બાબતે યુવતી પહેલ કરતી નથી, કારણ કે તેને લાગે છે કે તે પુરુષોનું કામ છે. આ સિવાય સ્ત્રીઓના મનમાં એવો છૂપો ડર હોય છે કે જો તે પહેલ કરવા જશે તો ક્યાંક તેનો પતિ તેના ચરિત્ર પર ખોટી શંકા વ્યક્ત ના કરે. આ બધા કારણોસર જ સેક્સલાઈફને રંગીન, બહેતર બનાવવા માટેની જવાબદારી રહેતી હોય છે. તમે પણ તમારી સેક્સલાઈફને અન્યથી કેવી રીતે બહેતર બનાવી શકો તેના માટે આ ટિપ્સને તમારે અપનાવવી જ પડશે. આ ટિપ્સની મદદથી તમારી સેક્સ લાઈફને સુંદર બનાવી તન મનનો આનંદ માણી શકો છો.

3 મિનિટના સમાગમામાં તમારી પાર્ટનર ખુશ છે તો તે જ તમારી સંતુષ્ટ સેક્સ લાઈફ

નિષ્ણાતો કહે છે કે કોઈ પુરુષ માટે પોતાના પાર્ટનરને મલ્ટિપલ આનંદ – ઓર્ગેઝમ, તન મનથી તરબોળ કરી દેતી સેક્સ લાઈફ માણવી તે મહત્ત્વની છે. સેક્સ ઓર્ગેઝમમાં 3 મિનિટ સુધી રત રહેવું ખૂબ જ સુંદર છે. જો તમારી પાર્ટનર તમારા સેક્સ બિહેવિયર – વર્તણૂંકથી ખુશ અને સંતુષ્ટ હોય તેનાથી બીજી કોઈ ઉત્તમ બાબત નથી. જો 3 મિનિટના સમાગમ – સંભોગમાં તમારી પાર્ટનર ખુશ છે તો તે જ તમારી સંતુષ્ટ સેક્સ લાઈફ છે. અહીં તમને કેટલીક ટિપ્સ બતાવીએ છીએ જેનાથી તમે તમારી અસંતુષ્ટ સેક્સલાઈફને બહેતર બનાવી શકો છો.

પ્રેમભરી વાતોથી સેક્સના સેશનને એન્જોય કરો

પુરુષો ઘણી વાર પિલો ટોકની અવગણના કરે છે. તેમને લાગે છે કે વાત કરવી એ ચુંબન જેટલું મહત્વનું નથી. ખરેખર જો તમે સેક્સનો આનંદ માણવા માગતા હોવ તો સેક્સની શરૂઆત પહેલાં પીલો ટોક અવશ્ય અપનાવો. ઓશીકા પર માથું રાખીને સૂતા સૂતાં બંને એકબીજા સામે જોઈને સેક્સી વાતોનો આનંદ લો. તેનાથી તમને બંને એકદત એક્સાઈટ થઈ જશો. તમારા જીવનસાથીને શું પસંદ છે. તે શું ઈચ્છે છે તેની કલ્પનાઓનું સેક્સ શું છે. વગેરે વાતો કરતાં કરતાં ધીમે ધીમે ચુંબન તરફ અને પછીથી સેક્સના ઓર્ગેઝમ સુધી પહોંચી શકો છો. પ્રેમભરી વાતોથી સેક્સના સેશનને એન્જોય કરો.

બંને વચ્ચે સેક્સને લઈને થતી ગેરસમજ ટાળો

મોટાભાગના પુરુષો તેમની સેક્સ લાઇફની ચર્ચા બીજા કોઈ સાથે કરવાનું પસંદ નથી કરતા. તેથી જ તેમના મનમાં ઘણી બધી ગેરસમજો વધવા લાગે છે. તેમને લાગે છે કે અન્ય લોકો ખૂબ જ સારી સેક્સ લાઇફ માણી રહ્યા છે, પરંતુ હું કંઇક સારું કરી શકતો નથી. નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, મોટાભાગના લોકો 10 દિવસમાં એકવાર સેક્સ કરે છે, જો તમને આવું થાય છે, તો ચિંતા કરશો નહીં અને આ ગેરસમજમાંથી બહાર નીકળી આ સમયગાળો ઘટાડવાનો પણ પ્રયાસ કરો. 10 દિવસમાં એક વખત સેક્સ એન્જોય કરો છો તો પણ કંઈ વાંધો નથી.

પોર્ન લાઈફ સાથે તમારી સેક્સ લાઈફને ના જોડો

જો તમે પોર્ન લાઇફ સાથે તમારી સેક્સ લાઇફની તુલના કરો છો, તો તમે ક્યારેય ખુશ નહીં થાવ. પોર્ન ઇન્ડસ્ટ્રીનું કામ લોકોનું મનોરંજન કરવાનું છે. પોર્ન વીડિયો તૈયાર કરવા માટે વિવિધ દવાઓનો આશરો લેતા હોય છે. જેના લીધે આટલા મોટા અને લાંબા વીડિયો શૂટ થતા હોય છે. પોર્ન ક્લિપ એક વીડિયો છે. એક ફિલ્મ જેવું ગણો તો તેનું શૂટિંગ – ફિલ્મનું શૂટિંગ એક સાથે કરવામાં આવતું નથી, તેમાં ઘણાં જુદા જુદા શોટ્સ છે. તેમાં દર્શાવેલા સ્ટન્ટ ક્યારેય તમારા પાર્ટનર પર ન કરો. અને ન તેવી આશા રાખો કે તમારો પાર્ટનર પોર્નમાં છે તેવું બધું જ તમારા માટે કરે.

શિશ્નની સાઈઝને સાઈડ પર રાખી સંબંધોનો આનંદ લો

મોટા ભાગના પુરુષો પોતાના શિશ્નની સાઈઝ – લંબાઈને લઈને કન્ફ્યૂઝનમાં રહેતા હોયછે. તેમને ડર રહેતો હોય છે કે ક્યાંક તેમની પાર્ટનર અસંતુષ્ટ ન રહી જાય. કારણ કે એવું થયું તો તેમની સેક્સલાઈફ નિરશ બની જશે. પરંતુ આ વાત સમજવાની જરૂર છે કે લિંગની સાઈઝનું એટલું મહત્ત્વનું નથી જેટલું તમારા બંનેનું સેક્સ માટેનું એક્સાઈટમેન્ટ. સાઈઝને સાઈડ પર રાખો, પરંતુ બંનેને જો સંભોગમાં આનંદ આવતો હોય તો પછી શું ફરક પડે છે. લિંગ નાનું હોય કે મોટું, તમારી શું સાઈઝ છે તે નહીંપરંતુ પાર્ટનરને કેટલો આનંદ આવે છે તેના પર ધ્યાન આપો.

સ્ત્રીઓના કામોત્તેજક અંગોનું ખાસ રાખો ધ્યાન

દરેક પુરુષને સ્ત્રીઓના ઉત્તેજનાત્મક અવયવો વિશે જાગૃત હોવું જરૂરી છે. આનાથી બંનેને સેક્સમાં વધુને વધુ આનંદ આપે છે અને સેક્સ જીવનને વધુ સારી બનાવે છે. તમારે બંનેને એકબીજાના સંવેદનાત્મક ભાગો વિશે જાગૃત રહેવાની જરૂર છે. તે તમારી સેક્સ લાઇફમાં એક અલગ જ અહેસાસ કરાવે છે. જો તમે આ યુક્તિનો પ્રયાસ કરો છો, તો તમારી સેક્સ લાઇફ ચોક્કસ એક્સાઈટેડ – રોમાંચક બની રહેશે.

READ ALSO

Related posts

સુરત ખાતે ફોર વ્હીલ કાર લઈને ચેઇન સ્નેચિંગ કરવા આવતા શખ્સની ધરપકડ

Nilesh Jethva

KBC: 1 કરોડના સવાલનો જવાબ ન આપી શકી આ સ્પર્ધક, શું તમે જાણો છે સાચો જવાબ ?

Nilesh Jethva

દિલ્હીમાં 5000થી વધુ કોરોના કેસ નોંધાતા સરકારે બદલ્યો ટેસ્ટિંગ માટેનો એક્શન પ્લાન

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!