GSTV
World

Cases
4732598
Active
6177082
Recoverd
543206
Death
INDIA

Cases
253287
Active
424433
Recoverd
19693
Death

મીટુ કેમ્પેનમાં બીજેપી નેતા એમ. જે. અકબરના વિવાદ વચ્ચે વિદેશ પ્રવાસેથી રાજધાની દિલ્હી પહોંચ્યા

મહિલાઓના જાતીય સતામણી વિરુદ્ધ ચાલી રહેલા હેશટેગ મીટુ કેમ્પેનના આરોપોની આંચ વિદેશ રાજ્ય પ્રધાન એમ. જે. અકબર સુધી પહોંચી છે. એમ. જે. અકબર પર મીટુ કેમ્પેન હેઠળ મહિલા પત્રકારો દ્વારા લગાવવામાં આવેલા આરોપો બાદ હવે તેઓ રાજીનામું આપશે કે કેમ તેના સંદર્ભે ચર્ચાઓ અને અટકળો ચાલી રહી છે. આ વિવાદ વચ્ચે એમ. જે. અકબર વિદેશ પ્રવાસેથી રાજધાની નવી દિલ્હી પહોંચ્યા છે. એરપોર્ટ પર એમ. જે. અકબરને પત્રકારો દ્વારા તેમના પર લાગેલા આરોપો મામલે સવાલો કરવામાં આવ્યા હતા.

ભૂતપૂર્વ પત્રકાર એમ. જે. અકબરે કહ્યુ છે કે તેઓ જાતીય સતામણીના આરોપો પર બાદમાં નિવેદન આપશે. મહત્વપૂર્ણ છે કે એમ. જે. અકબર ટોચની મીડિયા સંસ્થાઓમાં કાર્યરત હતા. તે સમયગાળા સાથે સંબંધિત જાતીય સતામણીના આરોપો પર કેન્દ્ર સરકાર અને એમ. જે. અકબર ખાસા દબાણમાં છે. અકબર પર દશથી વધુ મહિલા પત્રકારો દ્વારા જાતીય સતામણીના આરોપ લગાવવામાં આવ્યા છે. કોંગ્રેસ સહીત અન્ય વિપક્ષી દળો દ્વારા વિદેશ રાજ્ય પ્રધાન એમ. જે. અકબરના રાજીનામાની માગણી કરીને મામલાની તપાસ કરવા માટે કેન્દ્ર સરકાર સમક્ષ માંગ કરવામાં આવી છે.

ભાજપના ઘણાં નેતાઓ દ્વારા એમ. જે. અકબરનો આડકતરો બચાવ કરવામાં આવ્યો છે કે વિદેશ રાજ્ય પ્રધાન પર લગાવાયેલા આરોપો જૂના છે. એટલે કે તેઓ સરકારમાં સામેલ થયા તેના પહેલાના આરોપ છે. ભૂતપૂર્વ પત્રકાર એમ. જે. અકબર 2014ની લોકસભાની ચૂંટણીઓ પહેલા જ ભાજપમાં સામેલ થયા હતા.

ભાજપના સૂત્રોનું કહેવું છે કે એમ. જે. અકબરની વિરુદ્ધ ગંભીર આરોપો છે અને લાગતું નથી કે તેઓ વધુ લાંબો સમય સુધી પ્રધાન પદે રહે તેવી શક્યતા નથી. જો કે આખરી નિર્ણય વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લેવાનો છે. અકબર વિરુદ્ધ લાગેલા આરોપો પર કોઈ વલણ અખત્યાર કર્યા વગર કેટલાક મહિલા પ્રધાનોએ મીટુ અભિયાનને પોતાનું સમર્થન આપ્યું છે. ભાજપના નેતાઓનું કહેવું છે કે સૌથી પહેલા એમ. જે. અકબરે જ પોતાના પરના આરોપોનો જવાબ આપવાનો છે.

ભાજપના અધ્યક્ષ અમિત શાહે કહ્યુ હતુ કે જોવું પડશે કે આ આરોપો સાચા છે કે ખોટા. આરોપો લગાવનારા એ શખ્સની પોસ્ટની સત્યતા પણ તપાસવી પડશે. કોઈનું પણ નામ વાપરીને કોઈપણ કંઈપણ લખી શકે છે.

 

 

Related posts

જહાજ ઉડાવી શકે છે એવી ચીનની ધમકી સામે અમેરિકાએ બે યુદ્ધ જહાજ ડ્રેગન સામે મૂકી દીધા, હવે ઉડાડી બતાવો

Dilip Patel

ચીન સામેની મિસાઇલ દલાઈ લામાનો આજે જન્મદિવસ : ભારતે આપ્યો છે આશ્રય, વધી શકે છે ચીનની પરેશાની

Dilip Patel

ગુજરાતમાં આગામી 3 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓને ખતરો

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!