યૂઝર મેમરી કાર્ડનો ઉપયોગ પોતાના અંગત ડેટા સહિત બીજા ડૉક્યૂમેન્ટ્સ અને ઇમેજને મોબાઇલનાં સેવ રાખવા માટે કરે છે, પરંતુ જો તમારું મેમરી કાર્ડ ખરાબ થઇ જાય તો શું કરશો આજે અમે તમને જણાવવા જઇ રહ્યા છે ખરાબ મેમરી કાર્ડને આ રીતે ઠીક કરી શકાશે.
મેમરી કાર્ડ ખરાબ થવાનું મુખ્ય કારણ મોબાઇલ ફોન છે. સ્માર્ટફોનમાં બ્રાઉઝિંગ કરતા સમયે અથવા તો કોઇ થર્ડ પાર્ટ એપ ડાઉનલોડ કરતા સમયે જો વાયરસ આવી જાય તો મોબાઇલની સાથે મેમરી કાર્ડ પણ ખરાબ થઇ જાય છે. એવું માનવામાં આવે છે મેમરી કાર્ડ ખરાબબ હોવાનું કારણ એન્ડ્રોઇડ છે કેમકે એન્ડ્રોઇડ સ્માર્ટફોનમાં સરળતાથી વાયરસ આવી જાય છે.

આ રીતે કરો ઠીક મેમરી કાર્ડ:-
–સૌથી પહેલા તમારા મેમરી કાર્ડને કમ્પ્યૂટર અથવા તો લેપટોપને કનેક્ટ કરો, જેને કાર્ડ રીડરની મદદથી કનેક્ટ કરી શકાશે. જે પછી Ctrl+R પ્રેસ કરો. હવે જે વિન્ડો ઑપન થશે તેમાં CMD લખીને એન્ટર કરો. હવે તમારા મેમરી કાર્ડનું નામ એડ કરો.
–જો મેમરી કાર્ડનું નામ L: છે તો L: ટાઇપ કરીને એન્ટર કરો. જે પછી ફોર્મેટ L: ટાઇપ કરી એન્ટર કરો. હવે તમારી પાસે એક કન્ફર્મેશન મેસેજ આવશે, જેમાં હા માટે Y અને ના માટે N એન્ટર કરો. Y પર ક્લિક કરવા પર તમારું મેમરી કાર્ડ Format થવાનું શરૂ થઇ જશે અને જે પછી તમારું મેમરી કાર્ડ ઠીક થઇ જશે.
– જણાવી દઇએ કે, માત્ર મેમરી કાર્ડ જ ઠીક થશે, તમારો કોઇ પણ ડેટા પરત નહી મળે. એવામાં જો મેમરી કાર્ડમાં સેલ ડેટા તમારા કમ્પ્યૂટર અથવા તો લેપટોમાં પહેલાથી સેવ કરી લો.