GSTV
World

Cases
7007751
Active
121115736
Recoverd
731096
Death
INDIA

Cases
634945
Active
1535743
Recoverd
44836
Death

કાર ધારાસભ્ય શૈલેષ પરમારનો પુત્ર ચલાવતો હતો, આક્ષેપો સામે ધારાસભ્યે જાણો શું કર્યો ખુલાસો

અમદાવાદમાં ધારાસભ્ય શૈલેષ પરમારની કારે હિટ એન્ડ રન સર્જાયાની ઘટનાને લઈને પરિવાર ન ધણીયારો બની ગયો છે. ઘરનો મોભી અકસ્માતમાં મૃત્યુ પામ્યો છે. પરંતુ હજુ સુધી ધારાસભ્ય શૈલેષ પરમારે પરિવાજનો સાથે મુલાકાત કરી નથી. જોકે જીએસીટીવી હતભાગી પરિવારના દુઃખમાં સહભાગી થવા તેમના નિવાસ સ્થાને પહોંચ્યુ હતુ.

કાર ધારાસભ્ય શૈલેષ પરમારનો પુત્ર ચલાવતો હતો

જ્યાં ધારાસભ્ય શૈલેષ પરમાર સાથે પરિવારજનોએ ટેલિફોનિક વાતચીત કરી હતી અને તેમાં તેઓએ ડ્રાઈવરની ભૂલ ગણાવી હતી. જોકે પરિવારજનોએ સીધો આક્ષેપ કર્યો હતો કે કાર તો શૈલેષ પરમારના પુત્ર જ ચલાવતા હતા.

ધારાસભ્યએ કર્યો આ ખુલાસો

કોંગી ધારાસભ્ય શૈલેષ પરમારની કારે સર્જેલા હિટ એન્ડ રનની ઘટનાના 15 કલાક બાદ પોલીસે તપાસ શરૂ કરી છે. એ ડિવિઝન ટ્રાફિક પીઆઈ શૈલેષ પરમારના ઘરે પહોંચ્યા છે અને કાર અને કાર ચાલક સહિતના મુદ્દે તપાસ શરૂ કરી છે. શૈલેષ પરમારે ક્હયુ છેક  તેઓ પોતે કે પુત્ર કારમાં ન હતા. પરિવારમાં લગ્ન હોવાથી કેટલીક વસ્તુ લેવા  ડ્રાઈવરને મોકલ્યો હતો.

બનતી મદદ કરવાનું આપ્યું આશ્વાસન

અમદાવાદના મેમનગર વિસ્તારમાં હિટ એન્ડ રનની ઘટના બની. ઇનોવા કાર ચાલકે એક્ટીવાને અડફેટે લેતા એક્ટિવા ચાલક પ્રફુલ પટેલનુ મોત થયું છે. અકસ્માત સર્જનાર કાર દાણીલીમડાના ધારાસભ્ય શૈલેષ પરમારનો ડ્રાયવર ચલાવતો હોવાનું સામે આવ્યું છે. અકસ્માત સર્જી કારચાલક ફરાર થઇ ગયો હતો..પરિવારનો મોભી ગુમાવતા પરિવાર પર જાણે આભ તૂટી પડ્યું હતું..પરિવારના મોભીનું મોત થતા સમગ્ર પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. આ મામલે જીએસટીવીએ શૈલેષ પરમારનો સંપર્ક કર્યો હતો જેમાં તેમને અકસ્માતનું દુઃખ હોવાનું જણાવ્યું હતું અને બનતી મદદ કરવાનું આશ્વાસન આપ્યું હતું.

Read Also

Related posts

રાજ્યમાં કોરોનાના ટેસ્ટિંગનો આંક 10 લાખને પાર, આટલા મળ્યા પોઝિટીવ કેસો

Karan

ધોળકાના કેલીયા વાસણામાં થયેલા ત્રિપલ મર્ડર કેસમાં થયો મોટો ખુલાસો, આ કારણે આરોપીએ આપ્યો ઘટનાને અંજામ

Nilesh Jethva

રાજ્યમાં ઓગસ્ટ મહિનામાં CORONA ના નવા 10 હજાર કેસ વધ્યા, છેલ્લા 6 દિવસમાં 7 હજાર લોકો સાજા થયાં

Karan
Do NOT follow this link or you will be banned from the site!