GSTV
Gujarat Government Advertisement

જોઈ લો! ૨૪ ફેબ્રુઆરીએ જે વિદેશીઓ મોટેરા સ્ટેડિયમમાં આવ્યા છે તે હાર્યા છે એ પછી ટ્રમ્પ હોય કે ઇંગ્લેન્ડની ટીમ?

Last Updated on February 26, 2021 by Pritesh Mehta

ભારત -ઇંગ્લેન્ડ વચ્ચેની ત્રીજી ટેસ્ટ મેચ માત્ર બે જ દિવસમાં પૂરી થઇ જતાં સોશિયલ મીડિયામાં પણ ચર્ચા અને રમૂજનો વિષય બન્યો હતો. સોશિયલ મીડિયામાં થયેલી કેટલીક કોમેન્ટ પર નજર…..

: સ્ટેડિયમનું નામ બદલીને ‘નરેન્દ્ર મોદી સ્ટેડિયમ’ કરવામાં આવ્યું ત્યારથી જ ખ્યાલ હતો કે આ પિચ પર કોઇ ટકી નહીં શકે.

: આ તો સારું થયું કે સ્ટેડિયમનું નામ નરેન્દ્ર મોદી રાખ્યું, બાકી અમિત શાહ સ્ટેડિયમ રાખત તો પ્રથમ દિવસે જ મેચ પૂરી થઇ ગઇ હોત

: શુક્રવાર-શનિવાર-રવિવારમાં કોઇ મેચ રાખવી છે ઇંગ્લેન્ડ સામે?
લિ. બીસીસીઆઇ

: ૨૪ ફેબ્રુઆરીએ જે વિદેશીઓ મોટેરા સ્ટેડિયમમાં આવ્યા છે તે હાર્યા છે, એ પછી ટ્રમ્પ હોય કે ઇંગ્લેન્ડની ટીમ?

: હવે બોલો કોને કોને મેચના પાસ જોઇતા હતા?

: ટેસ્ટ મેચ હતી કે પછી ૨ રાત ૨ દિવસનું હોલિડે પેકેજ?

: આવી નોકરી કેટલી સારી? પાંચ દિવસનું કામ બે દિવસમાં પૂરું એટલે રજા.

: ભારત અને ઇંગ્લેન્ડ ટેસ્ટનું પરિણામ માત્ર ૮૪૨ બોલમાં આવ્યું. ૧૯૩૫ બાદ આ ક્રિકેટવિશ્વની સૌથી ટૂંકી ટેસ્ટ મેચ છે.

: બે મિનિટનું મૌન એમના માટે જેમણે ત્રીજી ટેસ્ટના બાકીના ત્રણ દિવસની ટિકિટ અગાઉથી ખરીદી રાખી હતી.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Gujarat Government Advertisement

Related posts

મોટી રાહત / કોરોનાની બીજી લહેર વચ્ચે આવ્યા સારા સમાચાર, આ ભારતીય રસી યુકે-બ્રાઝિલ વરિઅન્ટ સામે અસરકારક

Bansari

મોટી ઘટના/ કોરોનામાં તંગી વચ્ચે હોસ્પિટલમાં ઓક્સિજન ટેન્ક લીક, સપ્લાય બંધ રહેતા 22 લોકોના મોત

Damini Patel

પોલાર્ડ કરી રહ્યો હતો મુંબઈ ઈન્ડિયન્સની કપ્તાની, તો કેવી રીતે લાગ્યો રોહિત શર્માને મેચનો દંડ? આ છે મોટું કારણ

Harshad Patel
Do NOT follow this link or you will be banned from the site!