GSTV
Junagadh Trending ગુજરાત

જુનાગઢમાં રાજકીય ભૂકંપ / જિલ્લા પંચાયતના સભ્ય 600 સમર્થક સાથે આપમાં જોડાયા, ભાજપમાં સંભાળી છે મોટી જવાબદારી

આપ

જુનાગઢ માંગરોળમાં રાજકીય ભુકંપ સર્જાયો છે. શીલ જિલ્લા પંચાયતના સદસ્ય તેમની 600 જેટલા લોકોની ટીમ સાથે આપમાં જોડાયા છે. સાથે સાથે પુર્વ તાલુકા પંચાયત સદસ્ય ભનુભાઇ પરમાર તેમજ આંત્રોલી ગામના પુર્વ સરપંચ ભગતભાઇ જાડેજા પણ આપમાં જોડાયા છે. રામજીભાઇ ચુડાસમા ભાજપમાં જુનાગઢ જિલ્લાના મહામંત્રી રહી ચુક્યા છે અને ભગતભાઇ જાડેજા પણ ભાજપમાં જુનાગઢ જિલ્લામાં યુવા જિલ્લા પ્રમુખ પદે રહી ચુક્યા છે.

રાયજીભાઇ ચુડાસમાને ભાજપમાંથી જિલ્લા પંચાયતની ટિકિટ નહીં મળતા શીલ જિલ્લા પંચાયત શીટમાં અપક્ષ લડ્યા હતા અને જંગી લીડથી ચુંટાયા છે. હાલ તેમના પત્ની જિલ્લા પંચાયતના સદસ્ય છે અને રામજીભાઇ ચુડાસમા તાલુકા પંચાયતમાં સદસ્ય છે જે પણ અપક્ષ ચુંટાયા છે. હાલ રાજકીય ખળભળાટ મચી ગયો છે.

જુનાગઢના ત્રણ નેતા આપમાં જોડાયા

આ વર્ષના અંતમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી યોજાવવા જઈ રહી છે. ત્યારે હવે પક્ષ પલટાની મોસમ પણ શરૂ થઈ ગઈ છે. ભાજપથી નારાજ ત્રણ નેતાઓ આમ આદમી પાર્ટી (આપ)ની વિચારધારા સાથે જોડાયા છે. જૂનાગઢના ત્રણ નેતાઓએ કમળ છોડી આપનું ઝાડુ પક્ડયુ છે. વિધાનસભાની ચૂંટણી પહેલા જૂનાગઢ જિલ્લાના યુવા પ્રમુખ સહિતના નેતાઓ આપમાં જોડાયા છે.

ચૂંટણી

વિધાનસભા ચૂંટણી પહેલા પક્ષપલટાની મોસમ ચાલે છે. ત્યારે જૂનાગઢ જિલ્લાના ભાજપના ત્રણ નેતાઓ આપમાં જોડાયા છે. કશોદના પૂર્વ ભાજપ નેતા અને હાલના જૂનાગઢ જિલ્લા પંચાયતના સભ્ય રામજી ચુડાસમા આપમાં જોડાયા છે. ભાજપમાં જૂનાગઢ જિલ્લાના યુવા પ્રમુખ ભગતભાઈ જાડેજા તેમજ પૂર્વ તાલુકા પંચાયત સભ્ય ભાનુભાઇ પરમાર આમ આદમી પાર્ટીમાં જોડાયા.

આ વખતની વિધાનસભાની ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટી ફૂલ ફોર્મ દેખાઈ રહી છે. ગુજરાતમાં અરવિંદ કેજરીવાલ અવારનવાર સભા સંબોધી રહ્યા છે. જેમા મોટી સંખ્યામાં લોકોની હાજરી જોવા મળી રહી છે. અરવિંદ કેજરીવાલે ભાજપ ગુજરાતની નેતાગીરીની સાથે કેન્દ્રની નેતાગીરીની પણ ઉંઘ હરામ કરી દીધી છે. આપના સંયોજક ગુજરાતવાસીઓને ફ્રી વીજળી, મફત શાળા, મફત સારવાર, રોજગાર સહિતની ગેરન્ટી આપી છે. અરવિંદ કેજરીવાલે ગુજરાતમાં દિલ્હી મોડલ લાગૂ કરવાનો વાયદો કર્યો છે. જેનાથી આકર્ષિત થઈ મોટી સંખ્યામાં લોકો અને આગેવાનો આપમાં સામેલ થઈ રહ્યા છે. ત્યારે હવે આ કડીમાં ભાજપના નેતાઓ પણ સામેલ થયા છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય સમાચાર.

READ ALSO

Related posts

રિલેશનશીપ / પાર્ટનર સાથે લગ્નની વાત કરતા અચકાઈ રહ્યાં છો, અપનાવો આ 4 ટ્રીક

Akib Chhipa

FD Rates / ખાનગી બેંકે ફિક્સ ડિપોઝિટના રેટમાં કર્યો વધારો, જાણો નવા રેટ

Hardik Hingu

ગુજરાતમાં દારૂબંધીના લીરેલીરા, ભાજપના આ ઉમેદવારે કહ્યું કે જીતીશ તો ખુલ્લેઆમ દારૂ વેંચીશ, જુઓ વિડીયો

Nakulsinh Gohil
GSTV