GSTV
Gujarat Government Advertisement

બિલ ગેટ્સ સાથે તલાક પછી આ પ્રાઇવેટ આઇલેન્ડ પર ગઈ મિલિંડા ગેટ્સ, આટલું છે એક દિવસનું ભાડું

આઇલેન્ડ

Last Updated on May 17, 2021 by Damini Patel

27 વર્ષના વૈવાહિક જીવન પછી અરબપતિ કપલ બિલ ગેટ્સ અને મિલિન્ડા ગેટ્સના હાલ રસ્તા અલગ થઇ ગયા છે. બિલ ગેટ્સે ટ્વીટર પર લખ્યું અમે હવે સાથે આગળ નહિ વધુ શકીએ. ઘણા વિચાર પછી આ સબંધને ખતમ કરવાનો નિર્ણય લીધો છે. આ ઘોષણા પછી મિલિન્ડા બાળકો સાથે એક કેરેબિયન પ્રાઇવેટ આઇલેન્ડ પર જતી રહી છે. આ આઇલેન્ડનું એક દિવસનું ભાડું 1,32,000 અમેરિકી ડોલર એટલે 97 લાખ રૂપિયા છે. આ ફોટો દ્વારા તમે જાણી શકો છે કે તમામ લક્ઝરી વાળું આ આઇલેન્ડ કેટલું સુંદર છે.

આ માટે કેલીવિઞી આઇલેન્ડ ગઈ મિલિંડા

જાણવા મળ્યું છે કે મિલિંડા ગેટ્સએ સોશિયલ મીડિયાથી બચવા માટે ત્રણે બાળકો સાથે Calivigny Island જવાનો નિર્ણય કર્યો છે.

કોણ-કોણ હતું મેલિંડા ગેટ્સ સાથે

અહેવાલો અનુસાર, બિલ ગેટ્સ સિવાય પરિવારના બધા સભ્યો મેલિન્ડા સાથે ગ્રેનાડાના આ લક્ઝરી આઇલેન્ડ ગયા હતા.

પ્રક્રિયા પૂર્ણ થાય ત્યાં સુધી જોઈ રાહ

વકીલોએ તેના તલાકના મામલાનું સમાધાન કર્યા પછી મેલિન્ડા આઇલેન્ડ જતી રહી

વિશ્વનું સૌથી ખાસ રિસોર્ટ

Calivignyએ વિશ્વનું સૌથી વિશિષ્ટ હોલીડે રિસોર્ટ્સમાંનું એક છે. આ ટાપુ ગ્રેનાડાના એરપોર્ટની ખૂબ નજીક સ્થિત છે. તેની આખા વર્ષ દરમિયાન લંડન, મિયામી અને ન્યુ યોર્કથી સીધી ફ્લાઇટ્સ છે.

ફાઉન્ડેશન માટે કાર્ય કરવાનું ચાલુ

બિલ અને મેલિન્ડા ગેટ્સ પરોપકારી ચેરિટી બિલ અને મેલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશનના ટ્રસ્ટી છે. તે વર્ષ 2000માં શરૂ કરાયું હતું. બિલ અને મેલિન્ડાની મુલાકાત 1987 માં માઇક્રોસોફ્ટમાં થઈ હતી. મેલિંડા કંપનીમાં પ્રોડકટ મેનેજર તરીકે જોડાઇ હતી. બંને વચ્ચે બિઝનેસ ડિનર પ્રસંગે વાતચીત થઈ હતી અને પછી નજીક આવી ગયા બાદ તેઓએ લગ્ન કરી લીધા હતા.

ગેટ્સ દંપતીને 2 પુત્રી અને 1 પુત્ર છે

બિલ અને મેલિન્ડા ગેટ્સને 2 પુત્રી અને 1 પુત્ર છે. પુત્રી કેથેરાઇન ગેટ્સ અને ફોબી એડેલે ગેટ્સ છે. તે જ સમયે, પુત્રનું નામ રોરી જ્હોન ગેટ્સ છે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

પંજાબમાં ભાજપની જગ્યા બસપા લેશે: 25 વર્ષ બાદ અકાલી દળ સાથે માયાવતીનું ગઠબંધન, દલિત મતદારો ભજવશે મહત્વની ભૂમિકા

Pravin Makwana

ક્વાડ સમૂહ/ બાંગ્લાદેશમાં અમેરિકાથી એક ફોન આવતાં ફફડી ગયું ચીન, વિરોધીઓથી ઘેરાયેલું ચીન હવે ધમકી પર ઉતરી આવ્યું

Harshad Patel

અંધશ્રદ્ધા: યુપીના આ ગામમાં બન્યુ ‘કોરોના માતા’નું મંદિર, લોકો કરે છે વિધિવત પૂજા

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!