રોહિતની સદી પહેલાં કોહલીએ કરી ઇનિંગની ઘોષણા, સોશિયલ મીડિયા પર ભડક્યા ફેન્સ

ચેતેશ્વર પૂજારા અને કેપ્ટન વિરાટ કોહલી વચ્ચે ત્રીજી વિકેટ માટે થયેલી 170 રરની ભાગીદારીએ ભારતને મેલબર્ન મેચમાં મજબૂત સ્થિતીમાં પહોંચાડી દીધું છે. ભારતે સાત વિકેટના નુકસાન પર 443 રન બનાવીને પોતાની પહેલી ઇનિંગની ઘોષણા કરી છે. મેચમાં ભારતની પકડ મજબૂત છે, પરંતુ તેમ છતાં ફેન્સ ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીથી નારાજ છે. થયું કંઇક એવું કે 443 રનના સ્કોર પર રવિન્દ્ર જાડેજાના રબપમાં ટીમ ઇન્ડિયાએ સાતમી વિકેટ ગુમાવી.

જે બાદ ભારતના કેપ્ટન વિરાટ કોહલીએ ટીમ ઇન્ડિયાની ઇનિંગની ઘોષણા કરી. તે સમયે રોહિત શર્મા 63 રન પર અણનમ હતો અને સંભવત: તેની પાસે ઓસ્ટ્રેલિયાની ધરતી પર પોતાની પહેલી ટેસ્ટ સદી પૂરી કરવાની તક હતી. પરંતુ કેપ્ટન કોહલીના આ નિર્ણયથી તેના હાથમાંથી આ તક સરકી ગઇ. કેટલાંક ચાહકોએ કોહલીને રાહુલ દ્વવિડ સમાન ગણાવ્યો. જેણે પાકિસ્તાન સામે વર્ષ 2004માં રમાયેલી મુલ્તાન ટેસ્ટમાં તે સમયે ઇનિંગ ઘોષિત કરી હતી જ્યારે સચિન 194 રન પર અણનમ હતો.

જણાવી દઇએ કે ઓસ્ટ્રેલિયાની કડક બોલિંગ વચ્ચે પણ ભારતીય બેટ્સમેન દ્વારા પહેલા સત્રમાં વિકેટ બચાવી રાખી જેમાં પુજારાએ સદી ફટકારી. ઉપરાંત કેપ્ટન વિરાટ કોહલી (82) સદીથી ચુક્યા. બીજા અને ત્રિજા સત્રમાં રોહિત (63)ની હાફ સેંચુરી ઉપરાંત રહાણે (34) અને ઋષભ પંત (39)નું પણ ખુબ જ મહત્વનું યોગદાન રહ્યું હતું.
 
દિવસની રમત પુર્ણ થાય તે પહેલા જ્યારે ટીમ ઇન્ડિયાનાં 443 રન પર 7 વિકેટ પડી હતી ત્યારે કેપ્ટન વિરાટ કોહલીએ ગેમ પુર્ણ થયાની જાહેરાત કરી દીધી. આ સ્કોરની દ્રષ્ટીએ ભારતીય બેટ્સમેનોનાં નામે રહ્યો. તેમાં ઓસ્ટ્રેલિયાની ફિલ્ડિંગ પણ ખુબ જ ચર્ચામાં રહી. જેમાં વિરાટ સહિત રહાણે, રોહિત અને પંતને જીવનદાન મળ્યા. જો ઓસ્ટ્રેલિયાની ફિલ્ડિંગ સારી રહી તો તો ઓછામાં ઓછા 50 રન જેટલો ફરક પડી શક્યો હોત. 

Read Also

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter