GSTV

હીલ્સ નહી આ કારણે ફ્લેટ ફુટવેરમાં ભારત આવી મેલાનિયા, ફર્સ્ટ લેડીના વ્હાઇટ ડ્રેસનું ભારત સાથે છે ખાસ કનેક્શન

વિશ્વના સૌથી શક્તિશાળી રાષ્ટ્રના પ્રમુખ અને ફર્સ્ટ લેડી જ્યાં પણ જ્યાં તેના ડિઝાઇનર આઉટફિટ્સ અને લુક્સની ચર્ચા ન થાય તેવું તો કેમ બને. ભારતની ઐતિહાસિક યાત્રાએ આવેલા ટ્રમ્પ પરિવારના તમામ સભ્યોના પોશાકે પણ સૌનું ધ્યાન ખેંચ્યું. અમેરિકાની ફર્સ્ટ લેડી મેલાનિયા ટ્રમ્પ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે સફેદ જંપસૂટમાં ભારત આવી. સાથે જ દિકરી ઇવાન્કાએ ખૂબસુરત ની લેંથ પ્રિન્ટેડ ડ્રેસ પહેર્યો હતો. 49 વર્ષની મેલાનિયા ખૂબ જ ઓછા સમય માટે ભારતમાં છે. મેલાનિયા પોતાના વોર્ડરોબ માટે ખૂબ જ ફેમસ છે. મેલાનિયાને પોતાના ફુટવેરથી પણ ખૂબ જ લગાવ છે. જો કે ભારત પ્રવાસ માટે તેણે હિલ્સ નહી પરંતુ ફ્લેટ ફુટવેર સિલેક્ટ કર્યા.

અમદાવાદમાં લેન્ડિંગ પહેલા બદલ્યા ડ્રેસ

એરપોર્ટ પર લેન્ડિંગ પહેલા ટ્રમ્પ દંપતિએ પોતાના ડ્રેસ ચેન્જ કર્યા. રાષ્ટ્રપતિ ટ્રમ્પ જ્યારે ત્યાંથી રવાના થયા ત્યારે તેમણે ઓવરકોટ, બ્લૂ પેન્ટ, સફેદ શર્ટ તથા લાલ રંગની ટાઇ પહેરી હતી. ત્યાં મેનાલિયાએ ચેક પેન્ટ તથા બ્લેક ટૉપ પર ઓવરકોટ પહેર્યો હતો. પરંતુ અમદાવાદમાં લેન્ડિંગ પહેલાં બંનેએ  પોતાના ડ્રેસ ચેન્જ કર્યા.

બનારસી બેલ્ટ સાથે મેલાનિયાએ પહેર્યો જંપસૂટ

એરફોર્સ વનમાંથી બહાર આવેલી મિલેનિયાએ ફુલ સ્લીવનું વ્હાઇટ જંપસૂટ પહેર્યુ હતું અને તેના પર બ્રોકેડ ફેબ્રિકનો ગ્રીન કલરનો બનારસી બેલ્ટ પહેર્યો હતો. મેલાનિયાનો આ સૂટ ભારતીય મૂળના ફાંસીસી ડિઝાઇનર હર્વે પાયરે માટે એટેલિયર કાએટોએ ડિઝાઇન કર્યો છે. મેલાનિયાએ ઓપન હેર સાથે પોતાનો લુક કમ્પ્લીટ કર્યો હતો.

સાથે જ દિકરી ઇવાન્કાના લુકની વાત કરીએ તો ઇવાન્કાએ બ્લૂ અને પિંક કલરનો પ્રિન્ટેડ ડ્રેસ પહેર્યો હતો. ફુટવેર માટે તે ક્રિશ્ચિન લોબોટિંસ તથા મેનોલો બ્લાહનિક્સને વિશેષરૂપે મહત્વ આપે છે. હંમેશા હિલ્સમાં નજરે આવતી મેલાનિયાએ ભારત માટે ફ્લેટ ફુટવેર પસંદ કરીને પ્રશંસકોને ચોંકાવી દીધાં.

મેલાનિયાએ ભારત આવવા માટે રોગર વિવયર્સના બેલ્લે વિવયરના ફ્લેટ વ્હાઇટ ફુટવેર પસંદ કર્યા. મેલાનિયાના ડ્રેસનો સફેદ રંગ શાંતિનુ પ્રતિક છે. તેણે પોતાના જંપસૂટ પર ગ્રીન કલરનો બેલ્ટ લગાવ્યો હતો. મહત્વનું છે કે મેલેનિયાએ પહેરેલો કમરબંધ ભારતીય પરિધાનનો જ એક હિસ્સો છે. જે 20મી સદીમાં ખૂબ પ્રખ્યાત હતો.

ટ્રમ્પની યલો ટાઇ છે આ વાતનું પ્રતિક

 ડોનાલ્ડ ટ્રમ્પે બ્લેક કલરના સૂટ સાથે લેમન યલ્લો કલરની ટાઇ પહેરી. પશ્ચિમના દેશોમાં લેમન યલ્લો કલર આશાનું પ્રતિક માનવામાં આવે છે. જેનો મતલબ સ્પષ્ટ છે કે ટ્રમ્પને ભારત પ્રત્યે ઘણી આશા અને અપેક્ષા છે.

ઇવાન્કાએ ફરીથી પહેર્યો આ ડ્રેસ

સોમવારે બપોરે ટ્રમ્પ પરિવાર નમસ્તે ટ્રમ્પ ઇવેન્ટ માટે અમદાવાદ પહોંચ્યો હતો. એરફોર્સ વનમાંથી બહાર આવેલી ઇવાન્કા પિંક કલરના ફ્લોરલ પ્રિન્ટ ફ્રોકમાં નજરે આવી હતી. તેનો આ ડ્રેસ Proneza Schoulder દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે. જો કે એવું કહેવામાં આવી રહ્યું છે કે ઇવાન્કાએ આ ડ્રેસ પહેલાં પણ પહેર્યો હતો. સપ્ટેમ્બર 2019માં જ્યારે ઇવાન્કા આર્જેન્ટિનાની મુલાકાતે હતી ત્યારે તેણે આ જ ડ્રેસ પહેર્યો હતો.

Read Also

Related posts

કોરોનાએ રંગમાં ભંગ પાડ્યો: લગ્નના દિવસે જ રીપોર્ટ આવ્યો પોઝિટિવ, વિદાઈની જગ્યાએ ક્વોરન્ટીન થઈ દુલ્હન

Ankita Trada

કોંગ્રેસ પાર્ટીએ નવા કોષાધ્યક્ષની વરણી કરી, અહમદ પટેલની જગ્યા લેશે આ નેતા

Pravin Makwana

ગણદેવી : બાઈક અને ડમ્પર વચ્ચે અકસ્માત થતા ડોક્ટરનું ઘટના સ્થળે જ મોત

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!