GSTV

ટ્રમ્પની પત્ની ટ્રમ્પ કરતાં 24 વર્ષ નાની, એક બે નહીં કુલ પાંચ ભાષાઓ જાણે છે

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ભારત પ્રવાસે આવી રહ્યા છે. તેમની સાથે તેમના પત્ની મેલેનિયા પણ ભારત આવી રહ્યા છે. ત્યારે સુંદરતાનું પ્રતિક એવા મેલેનિયા ટ્રમ્પને લઇને ભારતમાં પણ ચર્ચા જાગી છે. ત્યારે આવો અમે તમને જણાવી કે મેલેનિયાની સુપરમોડલથી ફર્સ્ટ લેડી સુધીની સફર.

મેલેનિયા ટ્રમ્પનો જન્મ સ્લોવેનિયાના નોવો મેસ્ટો ખાતે થયો

મેલેનિયા ટ્રમ્પનો જન્મ 26 એપ્રિલ, 1970ના રોજ સ્લોવેનિયાના નોવો મેસ્ટો ખાતે થયો. મેલાનિયાનું બાળપણ યુગોસ્લાવ ગણરાજ્યના સેવાનિકામાં વિત્યું. તેમના પિતા વિક્ટર કાર અને મોટરસાયકલની ડીલરશીપ ધરાવતા હતા. જ્યારે કે માતા એમિલિયા રેડીમેઇડ ગારમેન્ટ કંપનીમાં પેટર્નમેકર તરીકે કામ કરતી હતી. મેલેનિયાને એક ઇન્સ નામની મોટી બહેન છે. જે એક કલાકાર છે.

16થી 17 વર્ષની ઉંમરે જ મોડેલિંગ ક્ષેત્રમાં પ્રવેશ કર્યો

મેલેનિયાને નાની ઉંમરથી જ ફેશન પ્રત્યે લગાવ હતો. બાળપણમાં તે અને કારખાનાના શ્રમિકોના બાળકો ફેશન શોમાં ભાગ લેતા હતા. સ્કૂલના અભ્યાસ બાદ મેલેનિયાએ માત્ર 16થી 17 વર્ષની ઉંમરે જ મોડેલિંગ ક્ષેત્રમાં પ્રવેશ કર્યો હતો.

18 વર્ષની ઉંમરે જ મોડેલિંગ એજન્સી સાથે મેલેનિયાએ કરાર કર્યો

માત્ર 18 વર્ષની ઉંમરે જ ઇટાલીના મિલાનની મોડેલિંગ એજન્સી સાથે મેલેનિયાએ કરાર કર્યો. જે બાદ મેલેનિયાએ મોડેલિંગ ક્ષેત્રમાં આંતરરાષ્ટ્રીય સ્તરે નામના મેળવી. જુદા જુદા દેશોમાં આયોજીત થનારા ફેશન શોમાં મોડેલિંગ કર્યું.

મેલેનિયાએ ફોન નંબર આપવાનો ઈન્કાર કર્યો

મેલાનિયા અને ડોનાલ્ડ ટ્રમ્પની લવસ્ટોરી ઘણી જ રસપ્રદ છે. બન્નેની મુલાકાત 1998માં ન્યૂયોર્કમાં આયોજિત એક ફેશનવીકમાં થઈ હતી. પહેલી જ નજરમાં ટ્રમ્પ મેલેનિયાને દિલ દઇ બેઠા. શરૂઆતમાં જ ડોનાલ્ડે મેલેનિયાએ પાસે ફોન નંબર માગ્યો. પરંતુ મેલેનિયાએ ફોન નંબર આપવાનો ઈન્કાર કર્યો હતો.

અમારી વચ્ચે ટ્યૂનિંગ ઘણું સારૂ છે

મૂળ સ્લોવેનિયાની મેલેનિયા અમેરિકામાં પોતાની કેરિયર બનાવવા માટે આવી હતી. તે ટૂંક સમયમાં સફળ મોડલ બની ગઈ. ટ્રમ્પ પણ તેમને પસંદ કરવા લાગ્યા હતા. પહેલા બન્ને વચ્ચે મિત્રતા વધી અને 7 વર્ષ સુધી એકબીજાને ડેટ કર્યા. 1999માં એક ઈન્ટર્વ્યૂમાં ડોનાલ્ડ ટ્રમ્પે મેલેનિયા સાથેના સંબંધોનો સ્વિકાર કર્યો હતો. જે બાદ મેલેનિયાએ રીફોર્મ પાર્ટી પ્રેસિડેન્શિયલ નૉમિનેશનમાં ટ્રમ્પ માટે પ્રચાર કર્યો હતો. મેલેનિયાએ એક ઈન્ટર્વ્યૂમાં જણાવ્યું કે, અમારી વચ્ચે ટ્યૂનિંગ ઘણું સારૂ છે અને ક્યારેય ઝઘડા નથી થતા.

ટ્રમ્પે 1.5 મિલિયન ડોલરની હીરાની રિંગ મેલેનિયાને પહેરાવી

મેલેનિયા અને ટ્રમ્પ વચ્ચેના સંબંધ 1999 સુધીમાં ગાઢ બન્યા હતા. પરંતુ વચ્ચે એક એવો પણ સમય આવ્યો કે જ્યારે બંને વચ્ચે બ્રેકઅપ થઇ ગયું હતુ. પરંતુ એક દિવસ ટ્રમ્પે 1.5 મિલિયન ડોલરની હીરાની રિંગ મેલેનિયાને પહેરાવીને લગ્ન માટે પ્રપોઝ કર્યુ હતુ.

મેલાનિયાએ લગ્નમાં 1 લાખ ડૉલરનો ડ્રેસ પહેર્યો

ડોનાલ્ડ ટ્રમ્પે પોતાની બીજી પત્ની માર્લા મેપલ્સને ડાઇવોર્સ આપી દીધા.. જે બાદ વર્ષ 2005માં મેલેનિયા સાથે લગ્ન કરી લીધા. મેલેનિયા અને ટ્રમ્પના લગ્નમાં બિલ અને હિલેરી ક્લિન્ટન પણ પહોંચ્યા હતા. મેલાનિયાએ લગ્નમાં 1 લાખ ડૉલરનો ડ્રેસ પહેર્યો હતો. જેને બનાવવા માટે 550 કલાકનો સમય લાગ્યો હતો.

મેલેનિયા ટ્રમ્પ કરતા 24 વર્ષ નાની છે

ડોનાલ્ડ ટ્રમ્પ અને મેલેનિયાની વચ્ચે ઉંમરમાં ઘણો મોટો તફાવત છે. મેલેનિયા ટ્રમ્પ કરતા 24 વર્ષ નાની છે. આ ઉપરાંત ટ્રમ્પની પહેલી પત્ની ઇવાનાના સંતાન ટ્રમ્પ જૂનિયરથી મેલેનિયા 8 વર્ષ નાની છે.

મહિલાઓએ ટ્રમ્પ પર યૌન શોષણનો આરોપ લગાવ્યો

મેલેનિયાએ રાષ્ટ્રપતિ ચૂંટણીમાં પણ ઘણી સક્રિયતા દાખવી હતી. અહીં સુધી કે જ્યારે ચૂંટણી દરમિયાન મહિલાઓએ ટ્રમ્પ પર યૌન શોષણનો આરોપ લગાવ્યો હતો, ત્યારે મેલેનિયા ટ્રમ્પના બચાવમાં ઉતરી હતી. મેલાનિયાએ સતત પતિનો બચાવ કર્યો હતો.

મેલેનિયા પાંચ ભાષા જાણે છે

મેલેનિયાનો ઉછેર યુગોસ્લોવાકિયામાં થયો છે. જ્યારે કે તે હાલમાં અમેરિકામાં વસવાટ કરી રહી છે. તમને જાણીને નવાઇ લાગશે મેલેનિયા પાંચ ભાષા જાણે છે. સ્લોવેનિયન, ઇંગ્લિશ, ફ્રેન્ચ, સર્બિયન, અને જર્મન. આ તમામ ભાષા મેલેનિયા બોલી પણ શકે છે.

READ ALSO

Related posts

કોરોના વાયરસ : પીએમ મોદી આ તારીખે રાજકીય દળોના નેતાઓ સાથે સંવાદ કરશે

Nilesh Jethva

Corona: લોકડાઉન ઉલ્લંઘન પર આ રાજ્યમાં 66 હજાર FIR દાખલ, 10 હજાર વાહન જપ્ત

Arohi

પૂરા 24 કલાક માટે આ જગ્યાએ બંધ રહેશે PUBG Mobile ગેમ, જાણો કારણ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!