13MP કેમેરા વાળો આ ધાકડ સ્માર્ટફોન ભારતમાં લૉન્ચ,ફક્ત 2,799 રૂપિયામાં થશે તમારો

જો તમે કોઇ એવ સ્માર્ટફોનની તલાશમાં હોવ જેની કિંમત ઓછી હોય અને તેમાં શાનદાર કેમેરા પણ મળે તો તમારા માટે ભારતમાં એક શાનદાર સ્માર્ટફોન લૉન્ચ કરવામાં આવ્યો છે. ચીની સ્માર્ટફોન નિર્માતા કંપની Meizuએ ભારતમાં ત્રણ નવા સ્માર્ટફોન્સ લૉન્ચ કર્યા છે જેમાંથી એક સ્માર્ટફોન ફક્ત 4,999 રૂપિયાનો છે. ચાલો જાણીએ આ શાનદાર સ્માર્ટફોન્સ વિશે….


Meizu C9

– ફોનની સ્ક્રીન 5.45 ઈંચની હોઈ શકે છે
– ફોનમાં તમને 2GBની RAM 16GB સ્ટોરેજ મળી શકે છે, જેને તમે 128GB સુધી વધારી શકો છો
– કેમેરાની વાત કરીએ તો ફોનમાં 13MP રિયર કેમેરો આપાવામા આવ્યો છે. સાથે જ 8MPનો ફ્રન્ટ કેમેરો પણ આપવામા આવ્યો છે.
– કેમેરાની વાત કરીએ તો ફોનમાં 13MP રિયરનો કેમેરો આપવામા આવ્યો છે. સાથે જ 8MPનો ફ્રન્ટ કેમેરો પણ આપવામા આવ્યો છે
– આ ફોન Android Oreo 8.0 પર ચાલશે
– ફોનમાં 3000mAhની બેટરી આપવામા આવી છે

આ સ્માર્ટફોનની કિંમત 5,999 રૂપિયા છે જો કે તેને 4,999 રૂપિયાની કિંમત પર કેટલાંક દિવસ માટે વેચવામાં આવશે. આ ફોનને એમેઝોન ઇન્ડિયા પરથી ખરીદી શકો છો.
આ ફોન પર જિયો તરફથી 2200 રૂપિયાનું કેશબેક આપવામાં આવી રહ્યું છે સાથે જ તેમાં 50 જીબી એક્સ્ટ્રા ડેટા પણ મળશે. જો કે આ ફોન 4,999 રૂપિયામાં વેચવામાં આવશે પરંતુ જિયોના 2200 રૂપિયાના કેશબેક બાદ તેની કિંમત 2,799 રૂપિયા થશે.

Meizu M16th

આ ફોન ચીનમાં ઓગસ્ટ મહિનામાં લોન્ચ થયો છે. ત્યાં આ ફોનની કિંમત 2,698 યુઆન (લગભગ 27,000 રૂપિયા) હતી
– આ ફોનની સ્ક્રીન 6 ઈંચની સુપર AMOLED છે
– આ ફોનમાં Snapdragon 845 પ્રોસેસર સાથે Adreno 630 GPU પણ છે
– આ ફોનના બે વેરિએન્ટ છે – 6GB/64GB અને 8GB/128GB
– કેમેરાની વાત કરીએ તો ફોનમાં 12MP+20MPનો ડ્યુઅલ કેમેરો આપવામા આવ્યો છે. સાથે જ 20MPનો ફ્રન્ટ કેમેરો પણ આપવામા આવ્યો છે.
– આ ફોન Android 8.1 Oreo પર ચાલે છે, સાથે જ FlymeOS પણ આપવામા આવ્યું છે.
– ફોનની બેટરી 3,010mAhની છે.


Meizu M6T

આ ફોનને ચીનમાં આ વર્ષ માર્ચમાં લોન્ચ કરવામા આવ્યો હતો. ત્યારે આ ફોનની કિંમત 799 યુઆન (7,000 રૂપિયા) હતી.
– આ ફોનની સ્ક્રીન 5.7 ઈંચની છે
– આ ફોનમાં MediaTek MT6750 પ્રોસેસર છે
– આની RAM 4GBની છે. જોકે, હાલમાં આની સ્ટોરેજ વિશે કંઈ કહી શકાય નહી
– કેમેરાની વાત કરીએ તો ફોનમાં 13MP+2MP કેમેરો આપાવમા આવ્યો છે. સાથે જ 8MPનો ફ્રન્ટ કેમેરો પણ આપવામા આવ્યો છે.
– આ ફોન હજું સુધી Android 7.0 Nougat પર જ ચાલે છે
– ફોનમાં 3000mAhની બેટરી આપવામા આવી છે.

Read Also

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter