GSTV

મેહુલ્યો વરસ્યો: મેઘરાજાએ બે દિવસ વિરામ લીધા બાદ ધોધમાર વરસ્યો, ધોરાજીમાં તો 1 કલાકમાં જ અઢી ઈંચ વરસાદ

સૌરાષ્ટ્ર

Last Updated on September 17, 2021 by pratik shah

રાજ્યના વિવિધ જીલ્લામાં ભારે વરસાદ વરસ્યો છે. ગુજરાતના બનાસકાંઠા, અંબાજી, છોટાઉદેપુર સહિત વરસાદ વરસ્યો છે. બનાસકાંઠા જિલ્લામાં બે દિવસના વિરામબાદ વરસાદ શરૂ થયો હતો.વાદળછાંયા વાતાવરણ વચ્ચે બનાસકાંઠા જિલ્લાના પાલનપુર,દાંતા,વડગામ,અમીરગઢ અને ઈકબાલગઢમાં વરસાદ શરૂ થયો હતો.બે દિવસના વિરામબાદ વરસાદ શરૂ થતા લોકોને ગરમી માંથી રાહત મળી હતી.

અંબાજીમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી

પવિત્ર યાત્રાધામ અંબાજીમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી હતી..ભારે વરસાદને લઈ અંબાજીની મુખ્ય બજારોમાં પાણી ભરાઈ ગયા હતા.સાર્વત્રિક વરસાદ શરૂ થતા પગપાળા માતાજીના દર્શન કરવા આવનાર લોકોએ ચાલુ વરસાદે માતાજીના દર્શન કર્યા હતા.વરસાદી પાણી ભરાતા દર્શનાર્થીઓને મુશ્કેલીનો સામનો કરવો પડયો હતો.

છોટાઉદેપુર જિલ્લામાં મેઘરાજાએ પધરામણી કરી

થોડા વિરામબાદ છોટાઉદેપુર જિલ્લામાં મેઘરાજાએ પધરામણી કરી હતી.છોટાઉદેપુર જિલ્લામાં સહિત ગ્રામ્ય વિસ્તારમાં કોઈ જગ્યાએ ધીમીધારે તો કોઈ જગ્યાએ ધોધમાર વરસાદ વરસ્યો હતો.છોટાઉદેપુર જિલ્લાના બોડેલી બે ઈંચ વરસાદ પડ્યો હતો જ્યારે સંખેડામાં 2 ઈંચ વરસાદ પડ્યો હતો..સાર્વત્રિક વરસાદ શરૂ હોવાને લઈ વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી.

ધોરાજીમાં મેઘરાજાએ બે દિવસ વિરામ લીધા બાદ આજે ધમાકેદાર બટિંગ કરી

ધોરાજીમાં મેઘરાજાએ બે દિવસ વિરામ લીધા બાદ આજે ધમાકેદાર બટિંગ કરી હતી.ધોરાજીમાં 1 કલાકમાં અઢી ઈંચ વરસાદ પડી જતા રોડરસ્તા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા.ભારે વરસાદને લઈ જેતપુરની અનેક દુકાન પાણી ઘૂસી ગયા હતા.ધોરાજીના ત્રણ દરવાજા,પીરખાના કુવા ચોક.હોકળા કાંઠા રોડ તેમજ સ્ટેશન રોડ પર ગોઠળસમા પાણી ભરાતા વાહનચાલકોને મુશ્કેલી પડી હતી.

રાજકોટના ગોંડલમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો.. ભારે વરસાદથી રોડ રસ્તા પર પાણી ભરાયા હતા..તો વાહન ચાલકોએ મુશ્કેલીનો સામનો કરવો પડયો હતો..ગોંડલમાં સવારથી વરસાદી માહોલ છવાયો હતો..

READ ALSO

Related posts

Pegasus Issue / પેગાસસ મામલે સુપ્રીમ કોર્ટ બુધવારે સંભળાવશે નિર્ણય, સ્વતંત્ર તપાસની માગ કરતી થઈ હતી અરજી

Zainul Ansari

‘આજે સાચુ બોલવાની કોઈ હિમ્મત નથી કરી રહ્યા’, રાજકારણ હવે વેપાર: સત્યપાલ મલિક કોના પર સાધી રહ્યા છે નિશાન

Zainul Ansari

હતા ત્યાં ને ત્યાં / કિસાન સૂર્યોદય યોજનાનું સુરસુરિયું, ખેડૂતોને ફરી રાત ઉજાગરા કરવાનો વારો આવ્યો

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!