GSTV
News World ટોપ સ્ટોરી

એન્ટીગુઆના વડાપ્રધાનને મોડુ મોડુ જ્ઞાન લાદ્યુ, ‘અમને મેહુલ ચોક્સીની ખબર હોત તો ઘુસવા જ ન દેત’

મેહુલ

મેહુલ ચોકસી ઠગ છે અને તમામ કાયદાકીય પ્રક્રિયાઓ પૂર્ણ થયા પછી તેને ભારતને સોંપી દેવામાં આવશે તેમ એન્ટીગુઆ અને બારબુડાના વડાપ્રધાન ગેસ્ટોન બ્રાઉને જણાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે બેંક સાથે છેતરપિંડી કરનાર મેહુલ ચોકસીને ચોક્કસ ભારતને સોંપવામાં આવશે ફક્ત પ્રશ્ર સમયનો છે. ઇડીએ ચોક્સી અને તેમના ભત્રીજા નિરવ મોદીને વોન્ટેડ જાહેર કર્યા છે. આ બંનેએ સાથે મળીને પંજાબ નેશનલ બેંક સાથે 13,400 કરોડ રૂપિયાની છેતરપિંડી કરી હતી. 

બ્રાઉને જણાવ્યું હતું કે એન્ટિગુઆ અને બારબુડામાં સ્વતંત્ર ન્યાયતંત્ર છે અને હાલમાં મેહુલ ચોક્સીનો કેસ કોર્ટમાં ચાલી રહ્યો છે.  બ્રાઉને પત્રકારોને જણાવ્યું હતું કે મેહુલ ચોક્સીની તમામ અપીલોની સુનાવણી પૂર્ણ થયા પછી તેને ભારતને સોંપી દેવામાં આવશે. તેની વિરૂદ્ધ જે કોઇ પણ આરોપો છે તે માટે તેને ભારત મોકલી દેવામાં આવશે. હવે ફક્ત સમયનો પ્રશ્ર છે. 

60 વર્ષીય જવેલર્સના ભારતમાં પ્રત્યાર્પણ અંગે પૂછવામાં આવેલા એક પ્રશ્રના જવાબમાં બ્રાઉને જણાવ્યું હતું કે તે એક ઠગ છે. જો અમે પહેલાથી ખબર હોત કે તે એક ઠગ છે તો અમે તેને ક્યારેય એન્ટિગુઆની નાગરિકતા આપી ન હોત. 

બ્રાઉને વધુમાં જણાવ્યું હતું કે એન્ટિગુઆ અને બારબુડા માટે મેહુલ ચોક્સી હવે એક ઠગ છે હવે તેનું કોઇ મૂલ્ય નથી. તેની સામેના આરોપો અંગે કોર્ટમાં કેસ ચાલી શકે તે માટે તેને ભારત મોકલી દેવામાં આવશે.

યુએન જનરલ એસેમ્બલીની વાર્ષિક સભામાં ભાગ લેવા માટે એન્ટિગુઆ અને બારબુડાના વડાપ્રધાન હાલમાં ન્યૂયોર્કમાં છે. ઉલ્લેખનીય છે કે 2018ની શરૂઆતમાં પીએનબી કૌભાંડ સપાટી પર આવ્યું હતું.જો કે આ કૌભાંડ સપાટી પર આવ્યું તે પહેલા જ મેહુલ ચોક્સી અને નિરવ મોદી વિદેશ ભાગી ગયા હતાં.

48 વર્ષીય નિરવ મોદી હાલમાં લંડનની જેલમાં બંધ છે. ઇડીએ જૂનમાં બોમ્બે હાઇકોર્ટને જણાવ્યું હતું કે ચોક્સીને ભારત પરત લાવવા માટે તે એર એમ્બ્યુલન્સ પૂરી પાડવા તૈયાર છે. ચોક્સીએ હાઇકોર્ટને જણાવ્યું હતું કે તબિયત સારી ન હોવાને કારણે મેડીકલ સારવાર કરાવવા મેં ભારત છોડયું હતું. તેણે વધુમાં જણાવ્યું હતું કે હું સંપૂર્ણ સાજો થતા જ ભારત પરત આવી જઇશ.

READ ALSO

Related posts

Shraddha Murder Case/ પોલીગ્રાફ ટેસ્ટમાં આફતાબ પૂનાવાલાએ ગુનો કબૂલી લીધો : આજે થશે નાર્કો ટેસ્ટ

Padma Patel

GUJARAT ELECTION / નવસારીમાં ચુંટણીના પ્રથમ તબક્કાના મતદાન પૂર્વે વાંસદામાં બબાલ, વાંસદાના ભાજપ ઉમેદવારની કાર ઉપર અજાણ્યા શખ્સોનો હુમલો

Kaushal Pancholi

પંજાબ પોલીસને મળી મોટી સફળતા, 13 કિલો હેરોઈન, 5 એ.કે-47 રાઇફલ, અને 5 પિસ્તોલ પકડી પાડ્યા

Kaushal Pancholi
GSTV