GSTV
Home » News » EDએ બોમ્બે હાઈકોર્ટમાં આ આરોપી વિરુદ્ધ અરજી દાખલ કરી, જેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો કે…

EDએ બોમ્બે હાઈકોર્ટમાં આ આરોપી વિરુદ્ધ અરજી દાખલ કરી, જેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો કે…

ભારતમાં થયોલા સૌથી મોટા કૌંભાન્ડ પીએનબી મામલે નીરવ મોદીના સાથીદાર મેહુલ ચોક્સી પણ દોષી ઠર્યો છે. ત્યારે બોમ્બે હાઈકોર્ટમાં ચાલી રહેલ કેસ કાર્યવાહી દરમિયાન એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટે મેહુલ ચોક્સીને ફરાર ભાગેડુ કહ્યો છે. એજન્સીએ રજૂ કરેલ ચાર્જશીટમાં ચોક્સી દ્રારા દાખલ કરવામાં આવેલ અરજીને નામંજૂર કરવાની માંગ કરવામાં આવી હતી. ત્યારે આ બે અરજીઓમાં મેહુલ ચોક્સીની એકમાં તેને ભાગેડું અપરાધી ઘોષીત કરવામાં આવે અને બીજું કે તે વ્યક્તિ વિરુદ્ધ ક્રોસ એક્ઝામીન કરવામાં આવે જેમના નિવેદન પર ચોક્સીને ભાગેડું જાહેર કરવામાં આવ્યો છે.

ઈડીએ સોમવારે જજ આઈ એ મહાન્તીને સોંપેલ એફિડેવિટમાં જણાવ્યું છે કે, ચોક્સી મની લોન્ડરીંગ અને પીએનબીના 6,047 કરોડના કૌંભાંડ સાથે સંકળાયેલ છે. તે ફરાર અને ભાગેડૂ છે. એજન્સીના તપાસ પૂર્વે એજન્સી કોર્ટ પાસે બીન જામીનપાત્ર વોરન્ટની માંગણી કરે તે પહેલા જ તે ઈરાદાપૂર્વ ભાગી છૂટ્યો છે. જે દર્શાવે છે કે, તેને જમીન કાયદા સાથે કોઈ સંબંધ નથી.

મેહુલ ચોક્સી હાલમાં એન્ટીગુવા ખાતે છે અને તેના પ્રત્યાર્પણ માટે પ્રયત્નો ચાલી રહ્યા છે. જો કે, મેહુલ ચોક્સીના જણાવ્યા અનુસાર, પોતે બિમાર છે અને ભારત આવવા સુધીની લાંબી મુસાફરી કરી શકવા સક્ષમ નથી. નીરવ મોદી અને મેહુલ ચોક્સી 13,000 કરોડની પીએનબી કૌભાંડના મુખ્ય દોષીતો છે. બન્ને કેસની તપાસ પૂર્વે જ તેઓ ભારત છોડીને જતા રહ્યા છે. ત્યારે નીરવ મોદીની લંડન ખાતે ધરપકડ કરવામાં આવી છે. અને તેના ભારત પ્રત્યાર્પણનો કેસ ચાલી રહ્યો છે. નીરવ મોદીની જામીન અરજી વેસ્ટમિંસ્ટર કોર્ટ ચાર વાર ફગાવી દીધી છે અને નીરવ મોદી હવે બ્રિટન હાઈકોર્ટના શરણે ગયો છે જેની સુનાવણી 11 જૂને થવાની છે.

READ ALSO

Related posts

કામરેજના વેલજા ગામે સગીરા પર દુષ્કર્મ કરનાર દાદાની ધરપકડ

Nilesh Jethva

ઝારખંડ: હેમંત સોરેન આવતી કાલે કરશે મંત્રીમંડળનું વિસ્તરણ, કોંગ્રેસમાંથી બની શકે છે ત્રણ મંત્રી

Pravin Makwana

કોંગ્રેસ ન હરખાય, તમારા ધારાસભ્યો લાઈનમાં છે જ મારે કહેવાની જરૂર નથી

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!