GSTV
Home » News » PNB કૌભાંડ મામલે ભારત સામે ઝુક્યું એન્ટીગુઆ, રદ્દ કરશે મેહુલ ચોક્સીની નાગરિકતા

PNB કૌભાંડ મામલે ભારત સામે ઝુક્યું એન્ટીગુઆ, રદ્દ કરશે મેહુલ ચોક્સીની નાગરિકતા

પંજાબ નેશનલ બેન્કને લગભગ 14 હજાર કરોડ રૂપિયાનો ચૂનો લગાવી વિદેશ ભાગનાર હીરા વેપારી મામા મેહુલ ચોકસીની મુશ્કેલીઓ વધવાની છે. ભારતના દબાવમાં એન્ટીગુઆ સરકારે મેહુલ ચોક્સીની નાગરિકતાને કેન્સલ કરવાનો નિર્ણય લીઘો છે.

એન્ટીગુઆના પ્રધાનમંત્રી ગૈસ્ટન બ્રાઉને જણાવ્યું કે મેહુલ ચોકસીની નાગરીકતા રદ્દ કરવામાં આવશે. તેને ભારત પાછો મોકલી આપવામાં આવશે. અમે કોઈપણ અપરાધીને સુરક્ષિત જગ્યા નહીં આપીશુ.

જણાવી દઈએ કે મેહુલ ચોક્સી પીએનબી સ્કેમમાં મુખ્ય આરોપી નીરવ મોદીનો બિજનેસ પાર્ટનર અને મામા છે. છેલ્લા લાંબા સમયથી તે ભારત છોડી એન્ટીગુઆમાં રહેતો હતો. તેણે એક વીડિયો જાહેર કરી પોતાને એન્ટીગુઆનો નાગરિક પણ જણાવ્યો હતો.

બીજી તરફ પીએનબી કૌભાંડમાં આરોપી મેહુલ ચોકસી પર મુંબઈ હાઈકોર્ટે કડક થઈને જણાવ્યુ છે કે તે સ્વાસ્થ્ય સંબંધી પેપર્સ મુંબઈના સરકારી જેજે હોસ્પીટલ મોકલવામાં આવે. અદાલતે જણાવ્યુ કે હોસ્પિટલના મુખ્ય કોર્ડિયોલોજિસ્ટ રિપોર્ટની સ્ટડી અને એનાલિસિસ કર્યા પછી અદાલતને જણાવશે કે તે ભારતની યાત્રા કરવા માટે ફીટ છે કે નહીં.

READ ALSO

Related posts

આ શું બોલી ગયા યુપીનાં ખાન? મોબ લિન્ચિંગ વિશે ફાયરબ્રાન્ડ સાંસદ આઝમ ખાને આપ્યું આ નિવેદન

Riyaz Parmar

રેવાના નામે રાજનીતિ : મધ્યપ્રદેશ અને ગુજરાતની સરકાર વચ્ચે તલવારો ખેંચાઈ

Mayur

ધોનીનો મોટો નિર્ણય, આગામી 2 મહિના સૈનિકો સાથે રહેશે, વેસ્ટઇન્ડીઝના પ્રવાસે નહી જાય

Bansari
Do NOT follow this link or you will be banned from the site!