GSTV
Home » News » મેહુલ ચોક્સીનો ‘ઉડતો’ જવાબ : 41 કલાકની મુસાફરી કરી ભારત આવી શકુ તેમ નથી

મેહુલ ચોક્સીનો ‘ઉડતો’ જવાબ : 41 કલાકની મુસાફરી કરી ભારત આવી શકુ તેમ નથી

પીએનબી બેન્કિંગ ગોટાળાના મુખ્ય આરોપીમાંથી એક એન્ટિગામાં બેઠેલા હીરા કારોબારી મેહુલ ચોકસીએ કહ્યુ છે કે તે ફ્લાઈટમાં 41 કલાકની મુસાફરી કરીને ભારત આવી શકે તેમ નથી. મેહુલ ચોકસીને ભાગેડું આર્થિક અપરાધી જાહેર કરવા માટે પ્રિવેન્શન ઓફ મની લોન્ડ્રિંગ એક્ટ સ્પેશ્યલ કોર્ટમાં એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટરેટ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીના જવાબમાં આરોપી દ્વારા પોતાના ખરાબ સ્વાસ્થ્યનો હવાલો આપીને રજૂઆત કરવામાં આવી છે.

ઈડીની અરજીને રદ્દ કરવાની માગણી કરતા મેહુલ ચોક્સીએ 34 પૃષ્ઠોના જવાબમાં કહ્યુ છે કે ચુકવણી માટેની રકમ મામલે પંજાબ નેશનલ બેન્ક સાથે વાતચીત કરી રહ્યો છે. ચોકસીએ કહ્યુ છે કે કોર્ટને ગેરમાર્ગે દોરવા માટે ઈડીએ જાણીજોઈને આવી વાતચીતની રજૂઆત કરી નથી. મેહુલ ચોક્સીએ વિશેષ ન્યાયાધીશ એમ. એસ. આઝમીની સામે સોમવારે વકીલ સંજય અબોટ અને રાહુલ અગ્રવાલના માધ્યમથી જવાબ રજૂ કર્યો હતો. ઈડીએ ભાગેડુ આર્થિક અપરાધી કાયદા હેઠલ મેહુલ ચોક્સીને ફરાર જાહેર કરીને તેની મિલ્કતો જપ્ત કરવા માટે અરજી દાખલ કરી છે.

મેહુલ ચોક્સીએ કહ્યુ છે કે ઈડીએ જાણીજોઈને તેની ઘણી મિલ્કતોનું મૂલ્ય ઓછું આંક્યું છે. જેથી તેની વધુ મિલ્કતોને જપ્ત કરી શકાય. તેની જપ્ત કરાયેલી મિલ્કતોની કિંમત 89થી 537 કરોડ રૂપિયા વચ્ચે જણાવવામાં આવી છે. મહત્વપૂર્ણ છે કે મેહુલ ચોકસી પંજાબ નેશનલ બેંકમાં 14 હજાર કરોડ રૂપિયાના ગોટાળાનો આરોપી છે. આ ગોટાળા પરથી પડદો ઉઠતા પહેલા જ તે જાન્યુઆરીમાંથી ભારત છોડીને વિદેશ ચાલ્યો ગયો હતો. આ મામલામાં મેહુલ ચોક્સીનો ભાણિયો નીરવ મોદી પણ મુખ્ય આરોપી છે.

READ ALSO

Related posts

ગુજરાત ભાજપમાં ‘આયાતી’ ઉમેદવારોનું ‘આવી’ બન્યું : ભાજપના પ્રદેશ માળખામાં હોદ્દો નહીં

Mayur

વિશ્વમાં ૪૭ કરોડથી વધુ લોકો બેકાર, સામાજિક અશાંતિ વધશે

Mayur

3592 કરોડની છેતરપિંડી કરનાર મુંબઇની ફ્રોસ્ટ ઇન્ટરનેશનલ સામે CBIનો કેસ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!