GSTV
Home » News » ગુજરાત રાજ્યસભા ચૂંટણી : ભાજપના બીજા ઉમેદવાર તરીકે સામાજિક કાર્યકર જુગલ ઠાકોરનું નામ નક્કી

ગુજરાત રાજ્યસભા ચૂંટણી : ભાજપના બીજા ઉમેદવાર તરીકે સામાજિક કાર્યકર જુગલ ઠાકોરનું નામ નક્કી

રાજ્યસભાની બીજી બેઠક પર ભાજપ દ્વારા મહેસાણાના સામાજિક કાર્યકર જુગલ ઠાકોરને ટિકીટ આપવામાં આવી છે. સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ જુગલ ઠાકોરને ગાંધીનગરથી ઉમેદવારી નોંધાવવા માટે ફોન આવ્યો છે, આથી જુગલ ઠાકોર મંગળવારે વિજયમુહૂર્તમાં ઉમેદવારી નોંધાવે છે. મહત્વનું છે કે જુગલ ઠાકોર ભાજપના પાયાના કાર્યકર છે. હાલમાં તેઓ કોળી વિકાસ બોર્ડના ડિરેક્ટર છે. તો ગુજરાત ક્ષત્રિય ઠાકોર વિકાસ સંઘના તેઓ પ્રદેશ અધ્યક્ષ પણ છે.

જુગલ ઠાકોરે લોકસભાની ચૂંટણીમાં મહેસાણા અથવા તો પાટણ બેઠક પરથી ટિકીટની માંગણી કરી હતી. પરંતુ તેમને ટિકીટ મળી નહોતી. જો કે હાઇકમાન્ડ હવે તેમને રાજ્યસભામાં મોકલશે. જુગલ ઠાકોર ગુજરાત પ્રદેશ ભાજપ બક્ષીપંચ મોરચાના મંત્રી છે. તેમજ તેઓ ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લિમિટેડના પૂર્વ ડિરેક્ટર પણ રહી ચૂક્યા છે. મહત્વપૂર્ણ છે કે પહેલું નામ એસ. જયશંકરનું નક્કી કરવામાં આવ્યું છે અને તેઓ ગુજરાતમાં આવી પણ પહોંચ્યા છે.

S. Jaishankar

ગુજરાતમાં રાજ્યસભાની બે બેઠકો પૈકી એક બેઠક પર ઉમેદવાર તરીકે વિદેશપ્રધાન એસ. જયશંકરનું નામ ફાઇનલ થઇ ગયું છે. મંગળવારે એસ. જયશંકર વિજય મુહૂર્તમાં રાજ્યસભાની ચૂંટણી માટે ઉમેદવારીપત્રક ભરશે.  જો કે ઉમેદવારીપત્રક ભરતા પહેલા એસ. જયશંકર આજે વિધિવત રીતે ભાજપમાં જોડાયા છે. મહત્વનું છે કે જયશંકર પૂર્વ વિદેશ રહી ચૂક્યા છે અને મોદી સરકારની પ્રથમ ટર્મમાં વિદેશ નીતિને આકાર આપવામાં તેમની મહત્વની ભૂમિકા રહી છે.

READ ALSO

Related posts

કેનાલોમાંથી પાણીની ચોરી કરી રહેલા માફિયાઓની હવે ખેર નહી, સરકારે ગૃહમાં પસાર કર્યો આ ઠરાવ

Path Shah

ફેસબુક પર ગ્રીન અમદાવાદ અને વૃક્ષારોપણની સુફિયાણી વાતો, બીજી તરફ વૃક્ષોનું નિકંદન

Path Shah

કર્ણાટક: સરકારનાં વિશ્વાસમતમાં ગેરહાજર રહેલા બસપા ધારાસભ્ય સામે માયાવતીએ કરી આ કાર્યવાહી

Riyaz Parmar
Do NOT follow this link or you will be banned from the site!