GSTV
Home » News » મહેસાણા : આખરે કેવી રીતે આ વ્યક્તિના પેટમાં 3 ઈંચની છરી રહી ગઈ ?

મહેસાણા : આખરે કેવી રીતે આ વ્યક્તિના પેટમાં 3 ઈંચની છરી રહી ગઈ ?

ઘણી વખત તબીબો સર્જરી દરમ્યાન દર્દીના પેટમાં અનેક ચીજવસ્તુ ભૂલી જતા હોય છે. ત્યારે મહેસાણામાં પણ કંઇક આવો જ કિસ્સો પ્રકાશમાં આવ્યા બાદ કોર્ટે બેદરકારી દાખવનારા ડોક્ટર સામે ચાર્જશીટ રજૂ કરવાનો આદેશ આપ્યો છે. મહેસાણાના અંબાસણ ગામે નરેન્દ્રભાઇ પટેલ નામના વ્યક્તિ પર આજથી 2 વર્ષ પહેલા નશામાં ધૂત એક શખ્શે છરીથી હુમલો કર્યો હતો. આથી તેમને મહેસાણાની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

સિવિલમાં 5 દિવસ સારવાર લીધા બાદ તેઓ ઘરે પરત ફર્યા. પરંતુ દુઃખાવો સતત રહેતો હોવાથી નરેન્દ્રભાઇએ ખાનગી હોસ્પિટલમાં એક્સ-રે કરાવ્યો હતો. જેનો રિપોર્ટ સામે આવતા જ નરેન્દ્રભાઇ ચોંકી ઉઠ્યા હતા. કેમકે એક્સ-રેમાં તેમના શરીરમાં 3 ઇંચની છરી રહી ગઇ હોવાનું જણાઇ આવ્યું હતું. આથી નરેન્દ્રભાઇએ બેદરકારી દાખવનારા ડોક્ટર સામે કાર્યવાહી કરવાની માંગણી સાથે કોર્ટમાં અરજી દાખલ કરી હતી. અને આખરે ઘટનાના 2 વર્ષ બાદ કોર્ટે ફરિયાદીના પક્ષમાં ચૂકાદો આપતા સિવિલ સર્જન તેમજ અન્ય 3 ડોક્ટર સામે ચાર્જશીટ દાખલ કરાઇ છે.

READ ALSO

Related posts

રાજકોટમાં પત્ની વીશે અભદ્ર ટિપ્પણી કરતા પતિએ પ્રેમીને ઉતાર્યો મોતને ઘાટ

Nilesh Jethva

ધોની કમાન્ડો લુકમાં થયા સ્પોટ, અંદાજ જોઈને ફેન પડ્યા આશ્વર્યમાં,VIDEO વાયરલ

Mansi Patel

અમદાવાદમાં સામાન્ય બાબતે એક યુવકને બે ભાઈઓએ જીવતો સળગાવી દીધો

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!