GSTV
Home » News » મહેસાણાઃ કારમાં લિફ્ટ લેતા અને દેતા પહેલા આ કિસ્સો વાચો

મહેસાણાઃ કારમાં લિફ્ટ લેતા અને દેતા પહેલા આ કિસ્સો વાચો

જો તમે કોઇને લીફ્ટ આપતાના આદતી અને સેવાભાવ રાખતા હોય તો આ કિસ્સો વાચજો અને ચેતી પણ જજો. કોઇને લીફ્ટ આપવામાં તમારો મોત સાથે ભેટો થઇ શકે છે. પાટણના સિદ્ધપુર કાપડના વેપારીની મહેસાણાના ઉનાવામાં હત્યા કરાઇ હતી. જે પાછળનું કારણ હતું કે સિદ્ધપુરના વેપારીએ બે અજાણ્યા શખ્સને મહેસાણાથી સિદ્ધપુર જવા માટે કારમાં લીફ્ટ આપી હતી. અને આ બન્ને શખ્સે વેપારીની કરપીણ હત્યા કરી હતી. અને કારનો માલસામાન, રોકડ અને મોબાઈલની લૂંટ કરી ફરાર થઇ ગયા હતા. ઘટનાની જાણ થતા મૃતક સંજય મુલાણીના પરિવારજનો રાતોરાત ઉનાવા દોડી આવ્યા હતા. તો સમગ્ર ઘટનાનો એકમાત્ર સાક્ષી સગીર પીન્ટુના નિવેદન અને મૃતકના પિતાની ફરિયાદના આધારે પોલીએ તપાસ શરૂ કરી છે.

Related posts

બોલ્ડનેસની હદ વટાવી મલાઈકા અરોરાએ, જુઓ તેનો બિકિની અવતાર

Dharika Jansari

કેનેડામાં ‘સિંહ બનાવશે કિંગ’, જગમીત સિંહના હાથમાં છે સત્તાની ચાવી

NIsha Patel

પ્રસિદ્ધ ગાયિકા ગીતા રબારી પણ ડેન્ગ્યુની ઝપટમાં આવી ગયા, રિપોર્ટ આવ્યો પોઝિટીવ

Mayur
Do NOT follow this link or you will be banned from the site!