GSTV
Home » News » ચાલુ વાહને મોબાઇલ પર વાત કરો છો તો ચેતજો, નહિંતર RTOની આ કાર્યવાહીનો સામનો કરવો પડશે

ચાલુ વાહને મોબાઇલ પર વાત કરો છો તો ચેતજો, નહિંતર RTOની આ કાર્યવાહીનો સામનો કરવો પડશે

મહેસાણા RTOએ ચાલુ વાહને મોબાઇલ પર વાત કરતા લોકો સામે લાલ આંખ કરી છે. ચાલુ વાહને મોબાઇલમાં વાત કરતા બે લોકોના ડ્રાઇવિંગ લાયસન્સ આજીવન રદ કર્યા છે. ડ્રાઇવિંગ લાયસન્સ આજીવન રદ કરતા વાહન ચાલકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. અન્ય 40 વ્યક્તિને નોટિસ પણ આપવામાં આવી છે. 30 લોકોને લાયસન્સ રદ કેમ ન કરવું તે મુજબની નોટિસ અપાઈ છે. નોટિસમાં યોગ્ય ખુલાસો ન કરે તો પણ લાઇસન્સ આજીવન રદ કરી દેવાશે.

આજે સમગ્ર ગુજરાતમાં અને દેશ આખા માં મોબાઈલ ચાલુ રાખીને વાહન ચલાવતા ચાલકોનાં અકસ્માત ઘણા થઇ રહ્યા છે અને આવા વાહન ચાલકોની હવે ખેર નહીં ની ઉક્તિ મહેસાણા આર.ટી.ઓ દ્વારા અપનાવવામાં આવી છે. આવા વાહન ચાલકો માટે તંત્રએ લાલ આંખ કરી છે અને આવું દેખાશે તો મહેસાણા આર.ટી.ઓ લાઇસન્સ રદ કરશે.

આજે દેશ માં વાહન ચાલકો મોબાઈલ પર વાત કરતા કરતા પોતાનો અને બીજાનો જીવ લઇ રહ્યા છે. તે જોતા અકસ્માત આ કાર્ય થકી અટકે તે માટે મહેસાણા આર.ટી.ઓ કચેરી દ્વારા લાલ આંખ કરવામાં આવી છે. ચાલુ વાહને મોબાઈલ પર વાત કરનાર સામે તંત્રની લાલ આંખ થવાથી વાહન ચાલકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. જો મોબાઈલ ચાલુ હોય અને એ વાહન ચલાવતા જણાશે તો લાઇસન્સ રદ્દ કરવામાં આવશે. જેનું પ્રથમ પગલું મહેસાણા આર.ટી.ઓ કચેરીએ ઉઠાવી દીધું છે. જેમાં મહેસાણામાં આવા બે વાહન ચાલકોનાં લાયસન્સ કાયમી રદ્દ કરાયા છે.

મહેસાણામાં અકસ્માત થવાનું કારણ હાલમાં મોબાઈલ ફોન હોવાનું તંત્ર માની રહી છે અને ચાલુ વાહને સ્માર્ટ ફોન પર વાત કરતા લોકોની સંખ્યા વધતા મહેસાણા આર.ટી.ઓએ શસ્ત્ર ઉગામ્યું છે અને તે શસ્ત્રમાં કાયમી લાઇસન્સ રદ કરાયા છે જેમાં બે લાયસન્સ કાયમી રદ્દ કરાયા છે અને 30 લોકોને લાયસન્સ રદ્દ કેમ ન કરવું તે મુજબની નોટિસ અપાઈ છે.નોટિસમાં યોગ્ય ખુલાસો ન કરે તો પણ લાઇસન્સ આજીવન રદ કરી દેવાશે તેમ હાલ માં જાણવા મળી રહ્યુ છે.

મહેસાણા RTOએ રોડ સેફટીના કાયદાનો ભંગ કરનાર સામે લાલ આંખ કરી છે અને ફેટલ અકસ્માત સર્જનારનું પણ લાઇસન્સ રદ્દ કરવામાં આવશે. આ સાથે ફેટલ અકસ્માત સર્જનાર 14નાં લાઇસન્સ રદ્દ કરવાની કાર્યવાહી પણ હાથ ધરાઈ છે. વારંવાર મેમો મળશે તો પણ લાઇસન્સ રદ કરવામાં આવશે અને અન્ય 4 લોકોને વારંવાર મેમો મળતા આવી નોટિસ આપવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.

READ ALSO

Related posts

કેનાલોમાંથી પાણીની ચોરી કરી રહેલા માફિયાઓની હવે ખેર નહી, સરકારે ગૃહમાં પસાર કર્યો આ ઠરાવ

Path Shah

ફેસબુક પર ગ્રીન અમદાવાદ અને વૃક્ષારોપણની સુફિયાણી વાતો, બીજી તરફ વૃક્ષોનું નિકંદન

Path Shah

બાબરા : એક બાજુ લોકો ટીપા પાણી માટે વલખા મારે છે, તો બીજી તરફ તંત્રના પાપે લાખો લીટર પાણીનો વેડફાડ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!