મહેસાણામાં પડેલા ભારે વરસાદથી નવા બનાવવામાં આવેલા રોડ પર ભૂવો પડ્યો છે. રાધનપુર ચોકડીથી મોઢેરા ચોકડી તરફ બનેલા અંડર પાસ પાસે જ ભુવો પડ્યો છે. એક મહિના પહેલા નવા રોડ અને અંડરપાસ બનાવવામાં આવ્યો હતો. 20મી જુલાઈએ એટલે કે બે દિવસ અગાઉ જ 147 કરોડના ખર્ચે બનેલ અંડર પાસનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ઉદ્ગાટન કરાયુ અને ત્યાં જ ભુવો પડતા લોકોમાં રોષની લાગણી જોવા મળી.

- મહેસાણામાં નવા બનેલ રોડ પર પડ્યો મોટો ભૂવો
- રાધનપુર ચોકડી થી મોઢેરા ચોકડી પરની ઘટના
- નવીન બનેલ અંડર પાસ પાસે જ પડ્યો ભૂવો
- એક મહિના અગાઉ જ બન્યો છે નવો રોડ અને અંડર પાસ
- ચાર દિવસ અગાઉ જ અંડર પાસનું સીએમ ના હસ્તે કરાયું હતું ઉદ્ઘાટન
- જેની પાસે જ ભૂવો પડતા વેપારીઓમાં રોષ ની લાગણી
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 147 કરોડના ખર્ચે બનેલ મહેસાણા ખાતેના સરદાર પટેલ અન્ડરપાસનું લોકાર્પણ કર્યું હતું. આ દરમિયાન તેમણે જણાવ્યું હતું કે વડાપ્રધાન બન્યા પછી નરેન્દ્ર મોદીનું માર્ગદર્શન ગુજરાતને સતત મળતું રહ્યું છે. એટલે જ છેલ્લા વીસ વર્ષથી ગુજરાતની વિકાસ યાત્રા સતત અને અવિરત રહી છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે રાજ્યના શહેરોને લીવેબલ અને લવેબલ બનાવવાની સરકારની નેમ છે. આ નેમ પાર પાડવામાં આજે વધુ એક નજરાણું મહેસાણાના અંડરપાસના નિર્માણથી ઉમેરાયું છે. જોકે અન્ડર પાસ સામે જ મોટો ભૂવો પડતો ભ્રષ્ટાચારની ગંધ આવી રહી છે.

મુખ્યમંત્રીના ઉદ્ઘાટન પહેલા જ કોંગ્રેસે કર્યું ઉદ્ઘાટન
મહેસાણામાં ભારે ટ્રાફિક થવાના લીધે કરોડોના ખર્ચે મોઢેરા જંક્શન ઉપર અંડર પાસ બનાવવામાં આવ્યું હતું. બ્રિજનું કામ સંપૂર્ણ પૂરુ થઈ ગયા પછી પણ લોકાર્પણ કરવામાં આવ્યું નહતું. અંતે કોંગ્રેસના નેતાઓએ રીબીન કાપીને બ્રિજનું લોકાર્પણ કર્યું હતું. આ ઘટના પછી પૂર્વ નાયાબ પ્રધાન નીતિન પટેલ દોડી આવ્યા હતા અને તાત્કાલિક પત્રકાર પરિષદ યોજી બે દિવસની અંદર જ બ્રિજનું ઉદ્ઘાટન કરવાની જાહેરાત કરી હતી. તેના પછી 20મી જુલાઈના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અન્ડર પાસ બ્રિજનું ઉદ્ઘાટન કર્યું હતું.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય સમાચાર.
READ ALSO
- પાકિસ્તાન પર ચીનનું લગભગ 1.5 બિલિયન ડૉલરનું દેવું, ચીન આપી ખુલ્લી ધમકી
- માગશર અમાસે કરો આ કામ, માતા લક્ષ્મી વરસાવશે કૃપા
- મૂળાંક 5ની ખાસિયતો જાણીને તમને આશ્ચર્ય થશે, 5, 14 કે 23 તારીખે જન્મેલા લોકો હોય છે ખૂબ જ બુદ્ધિશાળી
- અમદાવાદમાં NCDCની રાષ્ટ્રીય કક્ષાની મિટિંગ યોજાઈ, દલિત ખ્રિસ્તીઓને SC સ્ટેટસ અપાવવા લડે છે લડત
- ભારત – સાઉથ આફ્રિકાની પ્રથમ ટી-20 મેચ વરસાદમાં ધોવાઈ