GSTV
Crime Mehsana ગુજરાત ટોપ સ્ટોરી

મહેસાણા / કડીના ફૂલેત્રા ગામે જૂથ અથડામણમાં પોલીસ પર જીવલેણ હુમલો કરી સરકારી ગાડીઓ પર કર્યો પથ્થરમારો, 3 કાર સળગાવાઈ

મહેસાણા જિલ્લાના કડી તાલુકાના ફૂલેત્રા ગામે જૂથ અથડામણની ઘટનામાં પોલીસ ભોગ બની ગઈ અને પોલીસકર્મી પર હુમલો કરી પોલીસની 3 ખાનગી કાર સળગાવી દેવાઇ છે. તો પોલીસની PCR વાન સહિત 3 સરકારી વાહનો પર પત્થરમારો કરી એક પોલીસકર્મીને ગંભીર રીતે ઈજા પહોંચાડાઈ છે. સમગ્ર મામલે કુલ 3 જેટલી ફરિયાદો નોધી પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

ફૂલેત્રા ગામે ખાખી પર હુમલો કરવામાં આવ્યો છે જૂથ અથડામણને થાળે પાડવા ગયેલ પોલીસ પર જ તીક્ષ્ણ હથિયાર અને પથ્થરમારો કરી હુમલો કરવામાં આવ્યો. કાયદાનું પાલન કરાવતી પોલીસ પર હુમલાની ઘટનાઓ વધી છે ત્યારે પોલીસ પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે. ફૂલેત્રા ગામે જૂથ અથડામણને થાળે પાડવા ગયેલ પોલીસ પર તીક્ષ્ણ હથિયાર અને પથ્થરમારો કરી હુમલો કરવામાં આવ્યો છે જેમાં એક મેહુલ ભાઈ નામનો પોલીસ કોન્સ્ટેબલ ઇજાગ્રસ્ત થયો છે. જેને કડી ભાગ્યોદય હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

પોલીસ પર હુમલામાં પોલીસે 30 થી વધુ નામ જોગ અને 200 ના ટોળા વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરી છે. જેમાં પોલીસની 3 ખાનગી કાર સળગાવી, 3 સરકારી વાહનોમાં તોડફોડ  અને પોલીસ પર હુમલાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. હુમલામાં પોલીસની સરકારી ગાડીઓને તોડફોડ કરી પોલીસની ખાનગી ગાડીઓને આગચંપી કરી હતી. પોલીસ પર હુમલાની ઘટનાની જાણ થતા જિલ્લા પોલીસવડા, DYSP સહિત જિલ્લા પોલીસ ઘટના સ્થળે દોડી આવ્યા હતા.

READ ALSO

Related posts

મોટા સમાચાર / રાજ્યમાં બિન હથિયારધારી 242 PSIને PI તરીકે અપાઈ બઢતી, જુઓ કોને અપાયું પ્રમોશન

Hardik Hingu

બોડકદેવ વિસ્તારમાં વાછરડાને વિખુટું પડતા બચાવવામાં આવ્યું, ખાખીએ ફરી માનવતા મહેકાવી

Vushank Shukla

સુરતમાં ફૂડ વિભાગ એક્શન મોડમાં : શહેરમાંથી 17 જગ્યાએથી ઘીના નમુના લઈને તપાસ અર્થે મોકલાયા

Hardik Hingu
GSTV