GSTV
Home » News » જીવાભાઈને મહેસાણાની સીટનો કરાયો હતો વાયદો, હવે સમીકરણો બદલાઈ ગયા

જીવાભાઈને મહેસાણાની સીટનો કરાયો હતો વાયદો, હવે સમીકરણો બદલાઈ ગયા

ગુજરાતમાં મહેસાણા એ પોલિટીકલ લેબોરેટરી ગણાય છે. પાસનું સૌથી વધારે સક્રિય આંદોલન એ મહેસાણા જિલ્લામાં હોવાથી મહેસાણામાં પાલિકા અને જિલ્લા પંચાયતમાં આજે પણ કોંગ્રેસનો દબદબો છે. ઊંઝામાં નારાયણભાઈનું વર્ચસ્વ છતાં ગત વિધાનસભામાં આશાબેન પટેલ ચૂંટણી જીતીને ધારાસભ્ય બન્યા હતા. જેઓ પાસના સમર્થક છે. જો કોંગ્રેસમાંથી આશાબેને રાજીનામું આપ્યું તો પૂરી સંભાવના છે તેઓ લોકસભા લડશે. જેઓએ કોંગ્રેસમાંથી પણ લોકસભા લડવાની માગ કરી હતી. હવે સૌથી મોટી સમસ્યા એ કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાનારા જીવાભાઈની થવાની છે.

કોંગ્રેસ એ ઓબીસી સમાજને આગળ કરી રહી હોવાથી નારાજ જીવાભાઈએ દિલ્હી જઈને કોંગ્રેસમાંથી રાજીનામું આપીને કેસરિયો ખેસ ધારણ કર્યો હતો. તે સમયે જીવાભાઈને મહેસાણાની બેઠક ઓફર કરાઈ હોવાની ચર્ચા છે. જેને પગલે જ જીવાભાઈએ કોંગ્રેસ છોડી છે. જીવાભાઈ આ બાબતે નીતિનભાઈને અનેકવાર મળ્યા હતાં. જેઓએ ભાજપમાં જોડાવાની ઘણીવાર ઓફર કરી હોવા છતાં નીતિનભાઈએ મગનું નામ મરી ના પાડતાં તેઓ દિલ્હી જઈને ભાજપમાં જોડાયા હતા. જીવાભાઈ એ કોંગ્રેસના ઉત્તર ગુજરાતના ખજાનચી રહ્યાં છે. કોંગ્રેસને ઘણીવાર ફાયદો કર્યો હોવા છતાં સમીકરણો બદલાતાં જીવાભાઇ સાઇડલાઈન થઇ જતાં તેઓએ કેસરિયો ખેસ ધારણ કર્યો હતો.

કોંગ્રેસનું સંખ્યાબળ હવે 76 પહોંચ્યું

આગામી લોકસભા ચૂંટણીમાં ગુજરાત કોંગ્રેસને ફટકો પડ્યો છે. ઉંઝાના કોંગી ધારાસભ્ય આશા પટેલ પાર્ટીથી નારાજ હોવાના કારણે રાજીનામું આપ્યું છે. તેઓ ભાજપમાં જોડાય તેવી શક્યતા હાલ સેવાઈ રહી છે. જીતુભાઈ વાઘાણીએ આશાબેનને ખુલ્લેઆમ નિમંત્રણ પણ આપી દીધું છે. આ સાથે જ કોંગ્રેસનું સંખ્યાબળ હવે 76 પહોંચી ચૂક્યું છે. આશા બેને આ રાજીનામું પોતાના ફેસબુક પર પણ મુક્યું હતું. આ નીતિનભાઈનો માસ્ટર સ્ટ્રોક હોવાનું કહેવાય છે. ભાજપના આંતરિક સરવેમાં મહેસાણા લોકસભાની સીટ હારે તેવી સંભાવના વચ્ચે ભાજપ પાસના સમર્થક એવા આશાબેનને સાંસદની ચૂંટણી લડાવી શકે છે. હાલમાં જયશ્રીબેન સામે ભારે નારાજગી વચ્ચે જીવાભાઈ ભાજપ સાથે જોડાયા છે આમ છતાં પાસ આંદોલન મહેસાણામાં સૌથી વધારે સક્રિય હોવાથી ભાજપ કોઈ રિસ્ક લેવા માગતું નથી. આશાબેન ભાજપમાં જોડાશે તો સૌથી મોટો ફટકો જયશ્રીબેન પટેલ અને જીવાભાઈ પટેલના સપનાં ચકનાચૂર થઈ જશે એ નક્કી છે.

ઊંઝા એ ભાજપનો ગઢ ગણાય છે

આશાબેન પટેલ એ ઊંઝામાં કદાવર નેતા ગણાય છે. આ વર્ષે લોકસભાની સીટની પણ માગ કરી હતી. જેઓ લોકસભા લડે તેવી પણ સંભાવના હતી. પાસના સમર્થક એવા ડો. આશાબેન પટેલ ઊંઝામાં ભાજપના કદાવર નેતાને હરાવીને જીત્યા હતા. ઊંઝા એ ભાજપનો ગઢ ગણાય છે પણ પાસ આંદોલન સમયે ડો. આશાબેનની જીત થઈ હતી. અહીં પાટીદારોનું વર્ચસ્વ છે. આશાબેન કદાચ હવે સાંસદ તરીકેની ચૂંટણી લડે તેવી સંભાવના છે. હાલમાં તેઓ ભાજપમાં જોડાવાની અફવાઓ ચાલી રહી છે. મહેસાણામાં ભાજપ પાસે સક્ષમ ઉમેદવાર નથી. હાલમાં જયશ્રીબેનને ભાજપ ઘરભેગા કરે તેવી પૂરી સંભાવના છે. પાસનું આંદોલન મહેસાણામાં આજે પણ સક્રિય છે. પાસના સમર્થક એવા જયશ્રીબેનને ટીકિટ આપી ભાજપ મહેસાણા બેઠક કબજે કરવા માગતી હોવાના રાજકીય સૂત્રો જણાવી રહ્યાં છે. મહેસાણાએ નીતિનભાઈનો ગઠ હોવા છતાં તેઓ પણ માંડ વિધાનસભાની ચૂંટણી જીત્યા હતા. મહેસાણા લોકસભા બેઠક હારે તેવી સંભાવના વચ્ચે ભાજપે આ માસ્ટરસ્ટ્રોક માર્યો હોવાનું કહેવાય છે. જો આશાબેન ભાજપમાં જોડાશે તો તેઓ લોકસભાના ઉમેદવાર હશે એ નક્કી છે.

જીવાભાઈને સૌથી મોટી ચિંતા

જયશ્રીબેન પટેલ પાસના આંદોલનને નાથવામાં નિષ્ફળ રહ્યાં છે. ભાજપ આ બેઠક ગુમાવી રહ્યું હોવાનો રિપોર્ટ છે. ત્યારે ભાજપે આ બેઠક કબજે કરવા માટે પાસના સમર્થક આશાબેન પટેલને ભાજપમાં લઇને લોકસભાની ચૂંટણી લડાવી શકે છે. હવે જીવાભાઈ પટેલને સૌથી મોટી ચિંતા ઉભી થઈ છે. કોંગ્રેસના પૂર્વ સાંસદ મહેસાણા બેઠક માટે ભાજપમાં જોડાયા છે. હવે આશાબેન મેદાને આવી જતાં જીવાભાઈ અને આશાંબેન વચ્ચે કટ્ટર હરિફાઈ થાય તેવી પૂરી સંભાવના છે.

Related posts

વડોદરામાં કેસડોલની સહાય ન મળતા કોંગ્રેસની આગેવાનીમાં કલેક્ટર કટેરી બહાર પુર પીડિતોના દેખાવો

Mansi Patel

ગુજરાતના આ શહેરમાં પ્લાસ્ટિક પર મુકાયો પ્રતિબંધ, પકડાશો તો થશે આટલો દંડ

Nilesh Jethva

વારાહી : રૂપિયા રિકવર કરવા તંત્રએ ગૌશાળાને આપી નોટિસ, સંચાલકોએ લીધો આ ચોંકાવનારો નિર્ણય

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!