GSTV
Home » News » મહેસાણા લોકસભા સીટ માટે જયશ્રી બેન સહિત ત્રણ દાવેદારો મેદાનમાં

મહેસાણા લોકસભા સીટ માટે જયશ્રી બેન સહિત ત્રણ દાવેદારો મેદાનમાં

ગાંધીનગરમાં સીએમ બંગલે ચાલતી ભાજપની ચૂંટણી સમિતિની બેઠકમાં આજે સૌ પ્રથમ મહેસાણા બેઠક પર ચર્ચા પૂર્ણ થઈ છે. પાટીદારોના ગઢ ગણાતી આ બેઠકમાં વર્તમાન સાંસદ જયશ્રી પટેલ સહિત ચાર નામનો પેનલમાં સમાવેશ કરાયો છે. રાજ્ય સરકારના પૂર્વ પ્રધાન રજની પટેલ, ભાજપના મહામંત્રી કે.સી. પટેલ તથા પાટીદાર અગ્રણી કે.સી. પટેલ પણ લોકસભા ટિકિટની રેસમાં જોવા મળી રહ્યા છે.

આજની બેઠકમાં કુલ 11 લોકસભા બેઠક માટે ચર્ચા થઈ છે.જેમાં ઉત્તર ગુજરાતની સાબરકાંઠા, બનાસકાંઠા, મહેસાણા અને પાટણ બેઠકનો સમાવેશ થાય છે. આ ઉપરાંત અમદાવાદ પૂર્વ-પશ્ચિમ બેઠક અને સૌરાષ્ટ્રના પાંચ બેઠકો પર ચર્ચા થવા જઈ રહી છે.

આજની બેઠક શરૂ થતા પહેલા મનોહર પર્રિકરના નિધનને લઈને સૌ પ્રથમ શોક પ્રસ્તાવ પાસ કરવામાં આવ્યો હતો. અને મનહોર પરિકરના આત્માને ચિર શાંતિ મળે તે માટે પ્રાર્થના પણ કરવામાં આવી. જે બાદ સૌ પ્રથમ મહેસાણા બેઠકની ચર્ચા શરૂ થઈ.

READ ALSO

Related posts

18 વર્ષીય યુવા સાઈકલિસ્ટ ઈસો અલબેને રચ્યો ઈતિહાસ, આ કાર્ય કરીને બન્યો પ્રથમ ભારતીય

Path Shah

ટ્રેનમાં ચોરી કરવાની ગઠિયાઓની નવી ટ્રિક, તમારી આંખ સામેથી સામાન ગાયબ થઇ જશે અને તમે જોતા રહી જશો

Bansari

હમ નહીં સુધરેંગે : અમદાવાદ કોર્પોરેશનની લાલીયાવાડી ફરી આવી સામે

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!