મહેસાણા જિલ્લા પંચાયત કર્મચારી કો-ઓ બેન્કના સંચાલક મંડળની ૧૭ બેઠકો માટે યોજાયેલી ચૂંટણીમાં ૬૫ ટકા મતદાન થયુ હતુ. મતદાન પૂર્ણ થયા બાદ સાંજે મત ગણતરી હાથ ધરવામાં આવી હતી. પરિણામો મોડી રાત્રે જાહેર થવાની સંભાવના છે. બેન્કમાં સત્તા કબજે કરવા પરિવર્તન અને પરિવાર પેનલના ઉમેદવારો વચ્ચે રસાકસી યોજાઈ હતી.

મહેસાણા જિલ્લા પંચાયત કર્મચારી કો-ઓ બેન્કના સંચાલક મંડળની ૧૭ બેઠકોની તા.૬-૬-૨૦૨૨ ના રોજ ચૂંટણી જાહેર કરવામાં આવી હતી. જેમાં પરિવર્તન પેનલ અને પરિવાર પેનલનાં ૧૭-૧૭ તેમજ એક અપક્ષ ઉમેદવાર મળીને કુલ ૩૫ ઉમેદવારો મેદાનમાં ઉતર્યા હતા. સાર્વજનિક કેળવણી મંડળ સંચાલિત વર્ધમાન વિદ્યાલયના કેમ્પસમાં રવિવારે સવારે ૭-૩૦ થી ૩ વાગ્યા સુધી મતદાન થયુ હતુ. મતદાન મથકો ઉપર સવારથી મતદારોની લાંબી લાઈનો લાગી હતી. મતદારોને રિઝવવા માટે બંને પેનલના ઉમેદવારોએ મતદાન સ્થળની બહાર મંડપ બાંધીને છેલ્લી ઘડી સુધી મતદારોને પોતાની તરફ ખેંચી લાવવાના તમામ પ્રયાસો કર્યા હતા.
આ ચૂંટણીમાં કુલ ૪૬૪૦ મતદારો પૈકી ૩૦૧૯ મતદારોએ મતદાન કરતાં ૬૫ ટકા મતદાન નોંધાયુ હતુ. સાંજે મતગણતરી હાથ ધરાતા કોઈ વિવાદ ન થાય તો મોડી રાત્રે તમામ પરિણામ જાહેર કરવામાં આવે તેવી શક્યતા છે. ઉલ્લેખનીય છે કે, વર્ષ ૨૦૨૨ થી ૨૦૨૭ સુધીની મુદત માટે જિલ્લા પંચાયત કર્મચારી કો-ઓ બેન્કમાં સત્તા હાંસલ કરવા માટે પરિવર્તન અને પરિવાર પેનલના ઉમેદવારો વચ્ચે રસાકસી જોવા મળી હતી.
READ ALSO
- કર્ણાટકના સીએમ બોમ્મઈને મોદી-શાહ ગમે ત્યારે હટાવી શકે છે
- મિશન 2022 / ત્રણ દિવસની ગુજરાત મુલાકાતે રાજસ્થાનના CM, સૌરાષ્ટ્ર-કચ્છ પટ્ટા પર કોંગ્રેસનું ફોકસ
- કપિલ દેવે આઇસીસીને કરી અપીલ, કહ્યું- વન ડે ઇન્ટરનેશનલ અને ટેસ્ટ ક્રિકેટને બચાવો, નહીં તો ફૂટબોલ જેવા હાલ થશે
- મિશન 2022 / ગુજરાતમાં દરેક બાળકને ફ્રી અને સારુ શિક્ષણ આપીશું, જન્મદિવસે કેજરીવાલની વધુ એક ગેરન્ટી
- ક્રિકેટ/ વોશિંગ્ટન સુંદરની જગ્યાએ ટીમ ઈન્ડિયામાં શામેલ કરાયો આ ઘાતક ખેલાડી, કેરિયરમાં પ્રથમ વખત મળ્યું સ્થાનઃ બીસીસીઆઈએ કરી જાહેરાત