GSTV
Mehsana ગુજરાત ટોપ સ્ટોરી

ચૂંટણી પહેલા જૂથબંધી / ‘હર ઘર તિરંગા યાત્રા’ કાર્યક્રમમાં ભાજપ ધારાસભ્યની ગેરહાજરી, ઉઠ્યા અનેક સવાલો

ભાજપ

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત દેશભરમાં 13થી 15 ઓગસ્ટ દરમિયાન ‘હર ઘર તિરંગા અભિયાન’ શરૂ કરાયું છે. આ અન્વયે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સુરત ખાતેથી ‘હર ઘર તિરંગા યાત્રા’ની શરૂઆત કરાવી હતી. રાજ્યભરમાં હર ઘર તિરંગા યાત્રાનો કાર્યક્રમ યોજાઈ રહ્યો છે. ત્યારે વિજાપુર ખાતે પણ હર ઘર તિરંગા યાત્રા કાર્યક્રમ યોજાયો હતો. અહીં ભાજપની જૂથબંધી સપાટી પર આવી છે. અહીં ભાજપના ધારાસભ્ય રમણ પટેલના વિરોધી જૂથે કાર્યક્રમ યોજ્યો હતો. જેમા ધારાસભ્યની ગેરહાજરી જોવા મળી હતી.

ભાજપ

વિજાપુરમાં હર ઘર તિરંગા યાત્રા કાર્યક્રમ યોજાયો. ભાજપ ધારાસભ્યના વિરોધી જૂથે હર ઘર તિરંગા કાર્યક્રમ કર્યો હતો. ભાજપ ધારાસભ્ય રમણ પટેલના વિરોધી જૂથે કાર્યક્રમ કરતા હર ઘર તિરંગા યાત્રામાં જ જુથબંધી દેખાઈ હતી. પી.આઈ. પટેલ જૂથ દ્વારા કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં વિજાપુરના સ્થાનિક ધારાસભ્ય રમણભાઈ પટેલની ગેરહાજરી જોવા મળી હતી. ભાજપના તમામ સ્થાનિક નેતાઓ કાર્યક્રમમાં હાજર રહ્યાં હતા. કાર્યક્રમમાં વિજાપુર ભાજપની આંતરિક ખેંચતાણ સપાટી ઉપર આવી હતી.

પી.આઈ. પટેલ જ્યા લાભ મળે ત્યા ગુલાંટ મારવા ટેવાયેલા

વિજાપુર વિવાદ મામલે ધારાસભ્ય રમણભાઈ પટેલનું નિવેદન સામે આવ્યું છે..રમણભાઇ પટેલે કહ્યું હતું કે પી.આઈ.પટેલ જ્યાં લાભ મળે ત્યાં ગુલાંટ મારવા ટેવાયેલા છે. પી.આઈ. પટેલની માનસિકતા ખોટું બોલવાની છે. પી.આઈ. પટેલે કરેલો કાર્યક્રમ પાર્ટીનો કાર્યક્રમ નથી. પટેલે વિકાસ સમિતિના નામે કાર્યક્રમ કર્યો છે. આ કાર્યક્રમને ભાજપ સાથે કોઈ લેવા દેવા નથી. પાર્ટીનો કાર્યક્રમ 12 અને 13 ઓગસ્ટ યોજવાનો છે. પી.આઈ. પટેલ કોંગ્રેસમાંથી આવેલા છે. એમની માનસિકતા જ ખોટું બોલવાની છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય સમાચાર.

READ ALSO

Related posts

સુરત / મહુવાના ભાજપ ઉમેદવાર મોહન ડોઢિયાના નામે ખોટો વિડીયો થયો વાયરલ, જિલ્લા પોલીસવડાને કરાઈ ફરિયાદ

Nakulsinh Gohil

BIG BREAKING / મોરબી બાદ મહારાષ્ટ્રમાં રેલ્વે સ્ટેશનનો ફૂટ ઓવર બ્રિજ ધડામ, 20 મુસાફરો 60 ફૂટની ઉંચાઈથી નીચે પટકાયા

Hardik Hingu

ભાવનગર / પીએમ મોદી પાલીતાણામાં ભાજપની જનસભાને સંબોધન કરશે

Nakulsinh Gohil
GSTV