GSTV
Mehsana ગુજરાત ટોપ સ્ટોરી

સૌથી મોટી દૂધ સાગર ડેરીની ચૂંટણીની તારીખો થઇ જાહેર, આ તારીખે યોજાશે મતદાન

ગુજરાતમાં એકવાર ફરી ચૂંટણીનો માહોલ સર્જાઈ રહ્યો છે. હમણાં થોડા સમય પહેલા જ પેટાચૂંટણીઓ સંપન્ન થઇ છે ત્યાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓની સમયમાં થઇ શકે છે. ત્યારે, ગુજરાતની સૌથી મોટી દૂધસાગર ડેરીમાં પણ ચૂંટણીનું આયોજન થયું છે.

ચૂંટણી

આ તારીખે યોજાશે ચૂંટણી

રાજ્યની સૌથી મોટી ડેરી એવી મહેસાણા ખાતે આવેલ દૂધસાગર ડેરીની ચૂંટણીની તારીખ જાહેર કરવામાં આવી છે. 5 જાન્યુઆરીએ મતદાન યોજાશે.  સવારે 9થી સાંજે 5 કલાક સુધી મતદાન પ્રક્રિયા ચાલુ રહેશે. મતદાન બાદ એ જ દિવસે સાંજે મતગણતરી થશે.

ચૂંટણીના દિવસે જ થશે પરિણામ જાહેર

મળતી માહિતી મુજબ, ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તારીખ 20 ડિસેમ્બર છે. ઉમેદવારી પત્રની ચકાસણી 21 ડિસેમ્બર અને 22 ડિસેમ્બરે ઉમેદવારોની યાદી પ્રસિદ્ધ થશે. 24 ડિસેમ્બરે ઉમેદવારી પરત ખેંચવાની છેલ્લી તારીખ છે. જ્યારે 26 ડિસેમ્બરે ચૂંટણી ચિન્હની ફાળવણી કરવામાં આવશે. મતગણતરી વર્ધમાન હાઈસ્કૂલ ખાતે થશે. ચૂંટણીના દિવસે જ પરિણામ જાહેર કરવામાં આવશે. દૂધસાગર ડેરીની કુલ 15 બેઠકો છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Related posts

ઓડિશા રેલવે અકસ્માત / રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ ઘટનાસ્થળે પહોંચીને માહિતી લીધી, જાણો વિપક્ષના સવાલ પર શું કહ્યું

Hina Vaja

ઓડિશામાં રેલવે દુર્ઘટનાના પગલે મુખ્યમંત્રીએ એક દિવસનો રાજકીય શોકની કરી જાહેરાત, ગોવા-મુંબઈ વંદે ભારત એક્સપ્રેસનો ઉદ્ઘાટન સમારોહ રદ

Hina Vaja

Train accident: PM મોદીએ રેલ દુર્ઘટના પર ઉચ્ચસ્તરીય બેઠક બોલાવી, મૃત્યુઆંક વધીને 288 થયો

Padma Patel
GSTV