ગુજરાત રાજ્યના મહેસાણામાંથી મહત્વના અહેવાલ સામે આવ્યા છે. જેમાં ડ્રોનથી દવા છંટકાવના લાખોના બિલ ચૂકવણી મુદ્દે વિવાદ સર્જાયો છે. બિલ ચુકવણી મુદ્દે નિર્ણય લેવાય તે પહેલા જિલ્લા પંચાયત કારોબારી સમિતિએ ચૂકવણી કરી દીધી છે. પ્રાઇમ યુએવી નામની કંપનીને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો. જેને દવા છંટકાવ પેટે 19.94 લાખનું ચૂકવણૂં કરવામાં આવ્યું છે. 13 ફેબ્રુઆરીએ આરોગ્ય સમિતિએ બિલ ચૂકવણીનો મુદ્દો મુલતવી રાખ્યો હતો. જે બાદ પંચાયત સભ્યોને જાણ થઇ હતી કે કારોબારી સમિતિએ ઠરાવ કરી બિલ ચૂકવી દીધું છે.

કારોબારી સમિતિએ ઠરાવ કરી બિલ ચૂકવી દીધું

કોંગ્રેસના સભ્ય રાજીબેન ચૌધરીએ સમગ્ર મુદ્દે રજૂઆત કરી જીલ્લા પંચાયત સભ્યને કલમ 30 મુજબ અયોગ્ય ઠેરવવાની માંગ કરી હતી. પંચાયત સભ્યના પતિને જ કોન્ટ્રાક્ટ મુદ્દે સભ્યને ગેરલાયક ઠેરવવાની માંગ કરવામાં આવી છે. જે અંગે વિકાસ કમિશનરે ડીડીઓને તપાસ કરી અહેવાલ આપવાનો આદેશ આપ્યો છે. તો કારોબારી ચેરમેન હરિભાઇ ચૌધરીએ નિયમાનુસાર ચૂકવણું થયા હોવાનો દાવો કર્યો છે.
READ ALSO
- ‘સેંગોલ’ મુદ્દે શશિ થરૂરે કોંગ્રેસના વિચારોથી વિપરીત કેન્દ્ર સરકારની દલીલને આપ્યું સમર્થન
- તારીખ 29-05-2023, જાણો સોમવારનું રાશિફળ
- નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પ્રેક્ષક મહિલાએ પોલીસકર્મી સાથે કર્યું અસભ્ય વર્તન, જુઓ વિડીયો
- બ્રેકિંગ / ગુજરાત ટાઈટન્સ – ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચેની ફાઈનલ મેચ આખરે મોકૂફ, આવતીકાલે સોમવારે રમાશે
- સિદ્ધપુરમાં માનવ અવશેષો મળી આવવાનો સિલસિલો યથાવત, ખોપડીનો ભાગ મળી આવ્યો