GSTV

દર્દીઓ રામભરોસે/ મહેસાણામાં કોરોનાનો હાહાકાર : હોસ્પિટલો ફૂલ, નથી મળી રહ્યાં ઓક્સિજન બેડ

કોરોના

Last Updated on May 3, 2021 by Bansari

મહેસાણા જિલ્લાની કોવિડ તથા ખાનગી હોસ્પિટલ દર્દીઓથી ઉભરાઈ રહી છે. કેટલાક સ્વજનો દર્દીને લઈને આવ્યા બાદ નંબર લાગવાની રાહ જોઈ કલાકો હોસ્પિટલ ગેટ આગળ ધામા નાખવા પડી રહ્યા છે. તો કેટલાક બેડ, ઓક્સિજન અને વેન્ટીલેટર વગર પણ દમ તોડી રહ્યા છે. તંત્ર ભલે કહે વ્યવસ્થા થઈ છે પરંતુ હકીકતમાં કોરોના દર્દીઓ રામભરોસે જ દોડાદોડી કરી રહ્યા છે. શનિવારે મહેસાણા જિલ્લામાં કોરોના સંક્રમિત આંક ૪૯૮ એટલે પાંચમી સદી નજીક પહોંચી ગયો છે. જ્યારે જિલ્લામાં ૧૨થી વધુ દર્દીઓના મોત નિપજ્યા છે.

કોરોના

મહેસાણા જિલ્લામાં ૩૯૮નો રીપોર્ટ પોઝિટિવ

મહેસાણા જિલ્લામાં ૨ મે સુધીમાં ૮૮,૪૭૫ના સેમ્પલ લેવાયા છે. જેમાં ૭૮,૮૮૮ સેમ્પલ નેગેટિવ જોવા મળ્યા છે. શનિવારે ૧૦ ૭૪ સેમ્પલ લેવાયા તે પૈકી ૬૪૮નું રીઝલ્ટ આવેલ છે. જેમાં ૨૯૦નો રીપોર્ટ નેગેટિવ આવેલ છે. જ્યારે ૩૯૮નો રીપોર્ટ પોઝિટિવ આવેલ છે. જે પૈકી સરકારી લેબમાં ૩૫૪ તથા ખાનગી લેબમાં ૧૪૪ પોઝિટિવ કેસ નોંધાયા છે.

કોરોના

જિલ્લામાં ૧૨ થી વધુ દર્દીઓના મોત નિપજ્યા

જેમાં શહેરી વિસ્તારમાં મહેસાણા ૫૯, વિસનગર ૫૪, કડી ૩૫ તથા ગ્રામ્ય વિસ્તારમાં વિજાપુર ૪૭, વિસનગર ૪૪ તથા કડી તાલુકામાં ૪૯ દર્દીઓ સંક્રમિત થયા છે. આમ શહેરી વિસ્તારમાં ૨૦૦ તથા ગ્રામ્ય વિસ્તારમાં ૨૯૮ કેસ જોવા મળ્યા છે. હજી ૭૮૬ નું રીઝલ્ટ પેન્ડીંગ છે. જ્યારે એક્ટીવ કેસ ૪૯૭૧ નોંધાયા છે. જ્યારે ૪૨૬ દર્દીઓએ કોરોનાને મ્હાત આપી સાજા થતા રજા અપાઈ છે. જ્યારે જિલ્લામાં ૧૨ થી વધુ દર્દીઓના મોત નિપજ્યા છે. જેમાં વિસનગર ૪, વડનગર ૩, મહેસાણા ૩, વિજાપુર ૨ ના મોત નિપજ્યા છે.

Read Also

Related posts

IPL 2021 / કાર્તિક ત્યાગીએ છેલ્લી ઓવરમાં બાજી પટલી, પંજાબે જીતેલી મેચ ગુમાવી: રાજસ્થાનની શાનદાર જીત

Zainul Ansari

VIDEO / પલકના ઝબકારે દીવાલ પર ચડી ગઈ આ ‘સ્પાઇડર ગર્લ’, વીડિયો જોઈ લોકો રહી ગયા દંગ: તમે જોયો કે નહીં?

Zainul Ansari

ભોજપુરી સિનેમા : એક સમયે 120 રૂપિયામાં હોટલમાં કામ કરતી હતી મોનાલિસા, આજે છે કરોડોની મલિક

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!