GSTV
India News Trending

પોલિટિક્સ / મહેબૂબા-ઓમર કોંગ્રેસ સાથે હાથ મિલાવશે!, યાત્રમાં જોડાયા બાદ અટકળો

રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રામાં પીડીપીનાં પ્રમુખ મહેબૂબા મુફ્તીએ હજારો મહિલાઓ સાથે ભાગ લેતાં કાશ્મીરમાં ભાજપ વિરોધી મોરચો આકાર લઈ રહ્યો હોવાનાં એંધાણ છે. આ પહેલાં જમ્મુ-કાશ્મીરમાં જ શુક્રવારે રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રામાં નેશનલ કોન્ફરન્સના ઓમર અબ્દુલ્લા પણ જોડાયા હતા.

જમ્મુ અને કાશ્મીરમાં આ વરસે વિધાનસભાની ચૂંટણી યોજાવાની શક્યતા છે. એ પહેલાં રાહુલ સાથે દોસ્તી કરીને મહેબૂબા અને ઓમરે જોડાણનો સંકેત આપ્યાનું મનાય છે. રાહુલની યાત્રામાં સારી એવી સંખ્યામાં લોકો ઉમટી રહ્યાં છે. તેના કારણે મહેબૂબા અને ઓમરને તેમાં રસ પડી ગયો છે.

રાહુલની યાત્રા સોમવારે પૂરી થવાની છે ત્યારે છેલ્લા દિવસે પ્રિયંકા ગાંધી પણ યાત્રામાં સામેલ થાય એવી શક્યતા છે. રાહુલની યાત્રા પૂરી થાય ત્યારે ગુલામ નબી આઝાદ પાછા કોંગ્રેસમાં જોડાઈ જશે એવી અટકળો હતી પણ આઝાદે રાહુલ પર પ્રહારો કરતાં હાલમાં એવી શક્યતા દેખાતી નથી.

READ ALSO

Related posts

હિંદુત્વની વિચારધારા સામે લડવા માટે વિચારધારાઓનું ગઠબંધન હોવું જોઈએ : પ્રશાંત કિશોર

Hina Vaja

જયેશ પારેખ નામના બિલ્ડરે ઉંઘની ગોળી ખાઇ આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો , 3 કરોડ દેવું થઇ જતા આર્થિક સંકડામણ સર્જાઇ

pratikshah

અલ્લુ અર્જૂનના ફેન્સને મળવા જઈ રહી છે મોટી સરપ્રાઈઝ, આ દિવસે રીલિઝ થવા જઈ રહ્યું છે પુષ્પા 2 નું ટીઝરઃ જોઈ લો પોસ્ટર

HARSHAD PATEL
GSTV