GSTV

જેલ મુક્તિ બાદ જમ્મુ કાશ્મીરના મુખ્ય નેતાઓ સાથે આજે બેઠક કરશે મહેબુબા

Last Updated on October 15, 2020 by pratik shah

પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી (પીડીપી)ની અધ્યક્ષ મહેબુબા મુફ્તીને 14 મહિનાથી વધુના જેલવાસ બાદ મુક્તિ થઇ છે. ત્યારબાદ જમ્મુ કાશ્મીરના તમામ મુખ્ય રાજકીય પક્ષોના નેતાઓ ગુરુવારે બેઠક યોજવાની યોજના બનાવી રહ્યા છે. આ બેઠકમાં તમામ મુખ્યધારાના પક્ષો છેલ્લી સ્થિતિની સમીક્ષા કરશે અને પોતાના આગામી પગલાંઓ અંગે નિર્ણય લેશે.

નેશનલ કોન્ફ્રન્સ નેતાઓએ ઘરે જઈને આપ્યું આમંત્રણ

મુક્તિના એક દિવસ બાદ, નેશનલ કોન્ફ્રન્સના નેતા ફારૂક અબ્દુલ્લા અને ઉમર અબ્દુલ્લાએ બુધવારે મુફ્તીના ઘરે જઈને બેઠક માટે આમંત્રણ આપ્યું હતું.  મુફ્તીએ તેમનું આમંત્રણ સ્વીકારી લીધું હતું.

આર્ટિકલ 370ના વિરોધ બદલ થઇ હતી ધરપકડ

મહેબુબા મુફ્તી અને અબ્દુલ્લાહ સહીત જમ્મુ કાશ્મીરના અનેક મુખ્ય રાજકીય નેતાઓ આર્ટિકલ 370ના વિરોધ કરવાને લઈને ધરપકડ કરવામાં આવ્યા હતા. આર્ટિકલ 370માં જમ્મુ કાશ્મીર અને લદાખને કેન્દ્રશાસિત  પ્રદેશ બનાવવામાં આવી રહ્યા હતા. ઉમર અબ્દુલ્લાહ અને ફારૂક અબ્દુલ્લાહને માર્ચમાં જ મુક્ત કરી દેવામાં આવ્યા હતા.

ગુપ્કર ઘોષણા પત્રની બેઠકમાં સામેલ થશે મુફ્તી

મુફ્તી સાથે પોતાની વાતચીત પૂર્ણ કરી દીધા બાદ ઉમર અબ્દુલ્લાહે જણાવ્યું હતું કે, “માતા પિતા અને હું આજે બપોરે મહેમુબા મુફ્તી સાહિબાને ફોન કર્યો હતો. જેથી જેલમુક્તિ બાદ તેમના ખબરઅંતર પૂછી શકાય. તેમણે કાલે ગુરુવારે બપોરે ગુપ્કર ઘોષણા પત્રની બેઠકમાં સામેલ થવા માટે ફારૂક સાહેબનું આમંત્રણ સ્વીકારી લીધું છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Related posts

પ્રધાનપદ જતા જ નવી સરકારના પગ ખેંચવાનું શરૂ, ખેડૂતોને નુકસાનીનું વળતર ચુકવવા કરી માંગ: રૂબરૂ મુલાકાત કરી ઉઠાવ્યો મુદ્દો

Zainul Ansari

ટ્રેનની અડફેટે આવતા સિંહોના અકાળ મૃત્યુ બાબતે હાઇકોર્ટે રેલ્વે મંત્રાલયની કાઢી ઝાટકણી, માંગી પસાર થતી ટ્રેનોની માહિતી

Zainul Ansari

ઐતિહાસિક ચુકાદો / માતાના મઢે ચામર-પત્રી વિધિનો હક્ક મહારાણી પ્રીતિદેવીને અપાયો, ભૂજ કોર્ટ દ્વારા અપાયો ચુકાવો

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!