જમ્મુ-કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તીએ ગુરુવારે ભાજપ પર મત માટે જવાનનું કાર્ડ રમવાનો આક્ષેપ કર્યો છે. તેમણે ટ્વીટ કર્યું કે, જો કાશ્મીરમાં બધુ જ સામાન્ય છે તો ત્યાં નવ લાખ સૈનિક શું કરી રહ્યા છે? જમ્મુ-કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તીએ જણાવ્યું હતું કે, કાશ્મીરમાં નવ લાખ સૈનિકો શું કરી રહ્યા છે?

તેઓ પાકિસ્તાનના કોઇ હુમલાને રોકવા માટે અહીંયા નથી, તેઓ વિરોધ પ્રદર્શનને દબાવવા માટે છે. સેનાની પ્રાથમિક જવાબદારી સરહદોની સુરક્ષા કરવાની છે. મહેબૂબા મુફ્તીની પુત્રી ઇલ્તિજાએ ગુરુવારે ટ્વીટ કરીને જણાવ્યું હતું કે, સત્ય એ છે કે કાશ્મીરીઓને તોપનો ચારો માનવામાં આવે છે. ખીણમાં અશાંતિ ફેલાવવા માટે સેનાને મોહરાની જેમ ઉપયોગ કરવામાં આવે છે.

શાસક પક્ષને જવાનો અને કાશ્મીરીઓની કોઈ જ ચિંતા નથી. તેમને માત્ર ચૂંટણી જીતવાની ચિંતા છે. કલમ 370ને નાબૂદ કર્યા બાદ જમ્મુ કાશ્મીરના પ્રવાસ પર રોક લગાવવામાં આવી હતી. પરંતુ સરકારે કાશ્મીરની સ્થિતિ સામાન્ય થતી જોઇને એડવાઇઝરી પાછી ખેંચી લીધી છે. હવે પ્રવાસીઓ કાશ્મીરમાં વિહાર કરી શકશે. તેમને તમામ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે.
READ ALSO
- VIDEO/ ઓ બાપ રે, રોડ પર ગાડી લઈને નિકળી પડ્યું આ ટેણિયું, ગાડીઓની કાપી રહ્યું છે સાઈડ
- આખરે ક્યારે હટશે રાત્રી કરફયૂ?, ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ કરી સ્પષ્ટતા
- જાણવા જેવા નિયમો: 2000ની નોટ ફાટી જાય તો બેંક કેટલું આપશે રિફંડ, આ પ્રકારની નોટો બેંક ક્યારેય નહીં સ્વિકારે
- સુરતમાં કોરોના રેપિડ ટેસ્ટનું મસમોટું કૌભાંડ આવ્યું સામે, વધુ ટેસ્ટિંગ બતાવવા ધન્વંતરી આરોગ્ય રથના કર્મચારીઓનું કારસ્તાન
- PUBG મોબાઈલ ગેમના રસિકો માટે મોટા સમાચાર, હવે TikTok બાદ….